CIA ALERT
25. April 2024
March 13, 20201min2740

Related Articles



કોરોનાનો મરણતોલ ફટકો ટૂરિઝમને : રૂ. ૮૫૦૦ કરોડની નુકસાની

Share On :
Print Friendly, PDF & Email

વિદેશીઓના આગમન પર એક મહિના સુધી પ્રતિબંધ મૂકવાના પગલે પ્રવાસન ક્ષેત્રને ૮૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે, તેવું ક્ષેત્રના અગ્રણીઓ જણાવે છે. ઈન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સ (આઈએટીઓ) અને એસોચેમ જેવી ઉદ્યોગ જગતની સંસ્થાઓ કહે છે કે પ્રવાસન ક્ષેત્રમાં બેરોજગારી વધી જશે.

MERS-CoV chinese infection Novel Corona virus Jet engine against a middle size plane at the airport on loading aircraft at the International Airport

આઈએટીઓના મહામંત્રી રાજેશ મુડગિલે કહ્યું કે, ‘વિઝા રદ થવાથી સમગ્ર હૉટેલ, એવિયેશન અને ટ્રાવેલ ક્ષેત્રમાં બેરોજગારી વધી જશે. ૮૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે તેવો અમારો અંદાજ છે. એસોચેમ ટૂરિઝમ એન્ડ હૉસ્પિટલિટી કાઉન્સિલના ચેરમેન સુભાષ ગોયલે કહ્યું કે, ‘બુધવારે રાતે વિઝા રદ થવાનું જાહેર થયું હતું. સમગ્ર પ્રવાસન, એવિયેશન અને હોટેલ ક્ષેત્રને પ્રતિકૂળ અસર પહોંચશે. દસ દિવસમાં ટ્રાવેલ, ટૂરિઝમ ઉદ્યોગમાં હિલચાલ બંધ થઈ જશે. દરેક પેઢી ખર્ચમાં કાપ મૂકશે, બિનજરૂરી સ્ટાફને છુટો કરશે અને વધારાના સ્ટાફની ભરતી બંધ કરશે.’

મુડગિલે કહ્યું કે ‘દસ દિવસ પછી પરિસ્થિતિની સમીક્ષા કરવી જોઈએ તેવી વિનંતી અમે સરકારને કરીએ છે. આ ક્ષેત્રને કરવેરામાં પણ રાહત આપવી જોઈએ.’ફેડરેશન ઑફ હૉટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન્સ ઑફ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ ગુરુબક્ષસિંહ કોહલીએ કહ્યું કે, ‘કોરોના વાઈરસના સમાચાર પ્રસિદ્ધ થયા તે પછી નવેમ્બરથી હૉટલ રૂમ કેન્સલેશન ૮૦ ટકાથી વધી ગયું છે. એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં એનઆરઆઈ સેગમેન્ટનો ધંધો વધુ થયો હોય છે, પણ આ વખતે નવા બુકિંગ થઈ રહ્યા નથી. એક અન્ય જાણકારે કહ્યું કે ‘વિદેશ જનારા પ્રવાસીઓ પાસેથી કેન્સલ માટે પૂછનારાઓની સંખ્યા ૩૫% જેટલી નોંધાઈ છે. પ્રભાવિત દેશોના વિમાની ભાડાઓમાં લગભગ ૪૦ ટકા ઘટાડો નોંધાયો છે. યાત્રા.કોમના સબિના ચોપરાએ કહ્યું કે ‘હૉટેલના દરોમાં લગભગ ૧૮ ટકા ઘટાડો થયો છે. ભારતની અંદર પ્રવાસ કરનારાઓની પણ અમને કેન્સલ કરવા અંગેની માહિતી પૂછી રહ્યા છે.’

દેશમાં આવનારા, દેશમાંથી બહાર જનારાઓ, દેશની અંદર એમ તમામ ટૂરિઝમ સેગમેન્ટમાં અને તમામ પ્રકારના ટૂરિઝમ વર્ટિકલ્સમાં મંદી નોંધાઈ છે. ટૂરિઝમ સેક્ટરમાં કાર્યરત ઉદ્યોગ ગૃહની વર્કિંગ કેપિટલમાં ૬૦ ટકા જેટલો ઘટાડો થયો છે, જયારે એમએસએમઈ ક્ષેત્રમાં ૮૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :