CIA ALERT
20. April 2024
March 28, 20201min567

Related Articles



કોરોના વાઇરસ અંગેની ખોટી માન્યતાઓ

Share On :
Print Friendly, PDF & Email

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા કોરોના વાઇરસે હજારો લોકોનો ભોગ લીઘો છે,જયારે લાખો લોકોને તેની અસર થઇ છે. સંપૂર્ણ વિશ્વને પોતાના ભરડામાં લેનાર આ વાઇરસની સારવારને લઇને લોકોમાં અનેક ગેરસમજ છે. આમાં લસણ ખાવાથી લઇને ગૌમૂત્ર પીવા સુધીના અનેક નુસ્ખાઓનો સમાવેશ છે

  • એવી માન્યતા છે કે ગૌમૂત્ર પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે,જે વાઇરસને મારી નાંખે છે. જોકે, આ વાત હજુ સાબિત થઇ શકી નથી અને વૈજ્ઞાનિકો તેને નિરાધાર માને છે.
  • વધુ એક માન્યતા છે કે લસણ ખાવાથી કોરોના વાઇરસથી બચી શકાય છે, પણ હજી સુધી તેવા કોઇ પુરાવા મળ્યા નથી. જોકે, એ વાત પણ સાચી છે કે લસણ એ આરોગ્યપ્રદ ખોરાક છે, જેમાં કેટલાક ઔષધી ગુણો રહેલા છે.
  • ન્યૂમોનિયા અને મલેરિયાની દવા કોરોના સામે રક્ષણ આપતી હોવાની માન્યતા પણ ખોટી છે. હજુ સુધી કોરોના વાઇરસની દવા કે રસી શોધાઇ જ નથી.
  • આલ્કોહોલ અને ક્લોરિનને શરીર પર છાંટવાથી કોરોના વાઇરસ મરી જતા હોવાની વાત પણ સાવ ખોટી છે. એક વાર વાઇરસ શરીરની અંદર પ્રવેશ્યા પછી આલ્કોહોલ કે ક્લોરીન તેને મારી શકતા નથી. આ બંનેનો ઉપયોગ ફક્ત સાવચેતી માટે સેનેટાઇઝર તરીકે કરી શકાય છે.
  • કોરોના વાઇરસ ગરમ અને ભેજયુક્ત હવામાનમાં ફેલાતોન હોવાની માન્યતા છે જે ખોટી છે, કારણ કે કોરોના તમામ પ્રકારના હવામાનમાં ફેલાય છે.
  • મોઢામાં માસ્ક પહેરવાથી કોરોના વાઇરસ થતો નથી તે માન્યતા પણ ખોટી જ છે, કારણ કે વાઇરસ આંખોમાંથી પણ શરીરની અંદર જઇ શકે છે. માસ્ક પહેરવાથી કોરોના વાઇરસ થવાનું જોખમ ઘટી જાય છે, પણ કોરોના ન થવાની ફૂલ પ્રુફ ગેરેન્ટી નથી.
  • ચીકન ખાવાથી કોરોના વાઇરસનો ચેપ લાગે છે એ વાત પણ સાવ ખોટી છે. જો ચીકનને સરખી રીતે રાંધીને ખાવામાં આવે તો તેનાથી કોઇ નુકસાન થતું નથી.
  • ખારા પાણીથી નિયમિત નાકને ધોવાથી કોરોના વાઇરસનો ચેપ થતો અટકતો હોવાની માન્યતા છે. જોકે, તેના કોઇ પુરાવા નથી, પણ સામાન્ય શરદી હોય તો આમ કરવાથી તે મટી શકે છે.
  • મચ્છરો દ્વારા કોરોના વાઇરસ ફેલાતો હોવાની પણ એક માન્યતા છે જે ખોટી છે, કારણ કે આ વાઇરસ ઉઘરસ, છીંક અને નાકમાંથી નીકળતા સ્ત્રાવ દ્વારા ફેલાય છે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :