CIA ALERT
29. March 2024
March 20, 202012min39020

Related Articles



કોરોના Gujarat ન્યુઝ પોઝીટીવ કેસોની સંખ્યા 29 થઇ

Share On :
Print Friendly, PDF & Email

કોરોના કન્ટ્રોલ માટે સૌથી નિર્ણાયક સમય લોકો ઘરમાં બંધ રહે તો પ્રયાસો સફળ નિવડે

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા હોઇ લૉકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા માટે ગુજરાત સરકારે તમામ તંત્રવાહકોને સૂચના આપી છે. તા.23મી માર્ચને સોમવારે સવારે મળેલી સત્તાવાર માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના નવા 11 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 29 થઇ છે. સોમવારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે 6 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જ્યારે વડોદરામાં 3 અને સુરત-ગાંધીનગરમાં એક-એક નવા દર્દીઓ સામે આવ્યા હતા.

  • કોરોના શહેર પ્રમાણે કેસોની સંખ્યા
  • અમદાવાદ 13
  • વડોદરા 6
  • ગાંધીનગર 4
  • સૂરત 4
  • રાજકોટ 1
  • કચ્છ 2

ગુજરાત સરકારની તા.23 માર્ચની સત્તાવાર માહિતી

કોરોનાની અસરથી નાસમજ લોકો ફર્યા કરે છે : પીએમ મોદીએ ટ્વીટ કરવી પડી

Reported on 22 March 2020

ગુજરાતમાં કોરોના પોઝીટીવ નવા 5 કેસો : કુલ 18 થયા

ગુજરાતમાં કોરોનાના આજે વધુ 5 કેસ પોઝીટીવ નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને 5 થવા પામી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે નવા પાંચ કેસો પૈકી ત્રણ કેસ ગાંધીનગરના છે.

  • કયા શહેરોમાં કેટલા કેસ?
  • અમદાવાદ 07
  • સૂરત 03
  • વડોદરા 03
  • ગાંધીનગર 03
  • રાજકોટ 01
  • કચ્છ 01

કોરોના સૂરત ન્યુઝ :

તા.22મી માર્ચ 2020ને રવિવારે બપોરે 12 કલાકે સૂરતમાં કોરોનાનાના સ્ટેટસ રિપોર્ટ પર નજર કરીએ તો સૂરતમાંથી કોરોના ટેસ્ટ માટે મોકલાયેલા વધુ 5 રિપોર્ટ નેગેટીવ આવતા હાશકારો વર્તાયો છે. સૂરતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 03 છે. 4 દર્દીઓના રિપોર્ટની રાહ જોવાય રહી છે. જ્યારે 16 રિપોર્ટ નેગેટીવ આવી ચૂક્યા છે. સૂરતથી કુલ 23 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ અંગેની કાર્યવાહી અત્યાર હાથ ધરવામાં આવી છે.

22મી માર્ચે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના કેસોની સંખ્યા 341 થઇ

ભારતમાં કોરોના કેસોના સેમ્પલની ચકાસણી તેમજ તેની માહિતી આપવા માટે કેન્દ્ર સરકારે અધિકૃત કરેલી સંસ્થા આઇ.સી.એમ.આર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ તા.22મી માર્ચ 2020ને સવારે 10 કલાકે ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા 341 થવા પામી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કુલ 10 પોઝીટીવ કેસ સાથે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 74 થવા પામી છે.

કોરોનાથી મહારાષ્ટ્રમાં આજે વધુ એક દર્દીનું મોત નિપજતા કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા વધીને ભારતમાં કુલ 5 થવા પામી છે.

  • કોરોનાના કેસો છેલ્લા ત્રણ દિવસમાં
  • તા.18 માર્ચ 206 પોઝીટીવ કેસ, 13,486 સેમ્પલ ટેસ્ટ
  • તા.19 માર્ચ 271 પોઝીટીવ કેસ, 14,811 સેમ્પલ ટેસ્ટ
  • તા.20 માર્ચ 341 પોઝીટીવ કેસ, 16,109 સેમ્પલ ટેસ્ટ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જારી કરેલું સૂત્ર Do the Five જોવા જાણવા નીચેની લિંક ક્લીક કરો

https://twitter.com/i/status/1239612650239254528

કોરોના સામેની લડાઇ ‘જનતા કર્ફયુ’ ને સૂરતીઓનો સજ્જડ રિસ્પોન્સ, દેશમાં કોરોનાના કેસોની સંખ્યા 327 થઇ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વ માટે વસતિથી ભરપૂર ભારત સમસ્યાઓથી ભરેલો દેશ મનાય છે, પણ આજે ભારતના નાગરીકોએ દર્શાવી દીધું કે આ દેશના નાગરીકો જ તેની મોટી તાકાત છે. વિશ્વમાં સૌથી વિકસિત, અમીર, ભણેલા-ગણેલા, અદ્યતન દેશો ગણાતા હતા ત્યાં કોરોનાની સ્થિતિ અને ભારતમાં કોરોનાનું સ્ટેટસ સ્વયં એ વાતની અનૂભુતિ કરાવે છે કે ભારતના નાગરીકો જ ભારતની સૌથી મોટી તાકાત છે. આજે તા.22મી માર્ચ 2020ને રવિવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જનતા કર્ફયુની હાકલ હતી અને લોકોએ આ હાકલને જે સજ્જડ રિસ્પોન્સ આપ્યો છે એ જોતા અનુભવ્યું કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એક પરિવાર છે.

જનતા કર્ફયુના પ્રારંભિક 2 કલાકમાં સૂરત અભૂતપૂર્વ સ્વયંભુ બંધ

વરાછા મેઇન રોડ સવારે 9 કલાકે

સૂરતમાં સૌથી ભરચક વિસ્તાર ગણાતા વરાછા રોડ પર તા.22મી માર્ચ 2020ને રવિવારે સવારે 9 કલાકે સૂરતના પત્રકાર ગૌતમ ધાંધલિયાએ લીધેલી તસ્વીર એ વાતની પ્રતીતિ કરાવે છે કે સૂરત કેટલું સજ્જડ જનતા કર્ફયુનું પાલન કરી રહ્યું છે

We the People of India : વિકસિત દેશોના નાગરીકો ન કરી શક્યા એ સ્વયં શિસ્ત આપણે સૌ એ અનુસરી

સૂરતની વાત કરીએ તો સૂરતના લોકોએ જનતા કર્ફયુને જે રિસપોન્સ આપ્યો છે કાબિલે તારીફ છે. કોરોનાના અટકાવી દેવા માટે આપણે સૌ સ્લો ડાઉન થયા, સોશ્યલ ડિસ્ટન્સીંગ કરી રહ્યા છે. ભલભલા વિકસિત દેશો આ કરી શક્યા ન હતા. ઇટલી, સ્પેન, ઇરાન જેવા દેશોમાં કોરોના મહામારીએ જે કેર વર્તાવ્યો એના પરથી ભારતે બોધપાઠ લીધો છે અને જે કેન્દ્ર અને રાજ્યની સરકારો જે પગલાં ભરી રહી છે એને સિટીઝન્સ ઓફ ઇન્ડિયાનો રિસપોન્સ મળી રહ્યો છે એ દાદ આપવાને લાયક છે.

ભારત વિશ્વ માટે પ્રેરણાદાયી

જનતા કર્ફયુને જે રિસ્પોન્સ આપણે સૌ આપી રહ્યા છે એ જોતા કોરોનાને ભારત પછડાટ આપશે જ એ નક્કી છે, કોરોનાથી કદાચ આટલા મોટા દેશને બહુ ઓછું નુકસાન થશે જો આ જ પ્રકારે સરકારના નિર્ણયોને આપણે રિસ્પોન્સ આપતા રહીશું. આજે ભારતીય નાગરીકોએ દેખાડી દીધું કે વિશ્વ માટે ભલે સમસ્યાઓનો દેશ ગણાતો હોય ભારત, ઓછા ભણેલા, બિનઅદ્યતન, નોનહાઇજેનિક જેવા વિશેષણો જેને અપાઇ રહ્યા હતા એ ભારતના નાગરીકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા કોરોના જેવી મહામારી માટે જે લડત ચલાવી રહ્યું છે એ સાચે જ વિશ્વભર માટે પ્રેરણાદાયી નિવડશે.

કોરોના સામેની પ્રારંભિક લડાઇ ભારત જીતી ચૂક્યું છે

આજે સ્પેન, ઇટલી, યુરોપ, અમેરીકા, કોરીયા વગેરે જેવા વિકસિત દેશો કે જ્યાં હાઇજેનિક સ્ટાન્ડર્ડ ભારતના પેરામિટર્સની સરખામણીમાં ઉંચો આંક ધરાવે છે ત્યાં કોરોનાએ જે ખુંવારી કરી છે તેની સરખામણીમાં ભારતમાં કોરોનાને માઇલેજ મળ્યું નથી. વિશ્વભરમાં એ વાતની નોંધ લેવાય રહી છે જે રીતે ભારતની છાપ છે, જેટલી ભારતની વસતિ ગીચતા છે એ જોતા કોરોના વાઇરસ ભારતમાં પગપેસારો કરીને મોટી મહામારી બની ચૂક્યો હશે. પરંતુ, પ્રાથમિક લડાઇ એટલે કે સ્ટેજ એક અને સ્ટેજ બેમાં કોરોના ભારતમાં કશું ઝાઝું નુકસાન કરી શક્યો નથી. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં નરેન્દ્ર મોદીની સરકારે જે પગલાંઓ ભર્યા એ સમયસરના હોવા કરતા પાણી પહેલા પાળ સમાન બની રહ્યા છે. કોરોના સામેની પહેલા બે સ્ટેજની લડાઇ ભારત જીતી ચૂક્યું છે.

PM Modi એ જનતા કર્ફયુ પહેલા કરેલી ટ્વીટ

તા.22મી માર્ચે સવારે 8 કલાકે ભારતમાં રાજ્યવાર કોરોના કેસોની સ્થિતિ

 રાજ્યપોઝિટિવ કેસડિસ્ચાર્જમૃત્યુ
1દિલ્હી2621
2હરિયાણા18
3કેરળ523
4રાજસ્થાન233
5તેલંગણા211
6ઉત્તર પ્રદેશ269
7લદ્દાખ13
8જમ્મુ-કાશ્મીર4
9પંજાબ131
10કર્ણાટક1911
11મહારાષ્ટ્ર641
12આંધ્રપ્રદેશ5
13ઉત્તરાખંડ3
14ઓડિશા2
15પ.બાંગાળ4
16છત્તિસગઢ1
17ગુજરાત14
18પુડ્ડુચેરી1
19ચંડીગઢ5
20મધ્યપ્રદેશ4
21હિમાચલ પ્રદેશ2
22તામિલનાડુ61
23આસામ1  
  327234

સૂરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ 25 માર્ચ સુધી લોકડાઉન

ગુજરાતમાં સર્જાયેલી કોરોના વાયરસની પરિસ્થિતિનો સામનો કરવા અને તેની સમીક્ષા માટે શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં એક બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. વિશ્વમાં જોવા મળેલા ટ્રેન્ડ પ્રમાણે કોરોના વાયરસનો વ્યાપ બીજા અને ત્રીજા સ્ટેજમાં વધારે હોય છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે 25 માર્ચ બુધવાર સુધી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં ફક્ત જીવન જરૂરિયાતની એટલે કે ખાદ્ય સામગ્રી, મેડિકલ તથા આરોગ્યલક્ષી દુકાનો જ ખુલ્લી રહેશે.

ચાર મહાનગરોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિણાયુ, પ્રોવિઝનલ સ્ટોર્સ તથા મેડિકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્ય લક્ષી સેવાઓ જ ચાલું રહેશે. આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વિજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવાઓ પણ ચાલું રહેશે.

શનિવારે રાત્રે 8 કલાકે : સુરતમાં 3 કેસ : 09 નો રિપોર્ટ પેન્ડીંગ

શનિવારે રાત્રે 8 વાગ્યે સૂરત શહેરમાં કોરોના અંગેના સ્ટેટસ રિપોર્ટ પર નજર કરીએ તો સૂરતમાં કુલ 03 કેસ પોઝીટીવ થવા સાથે 09 દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 11 દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ આવ્યા છે. સૂરતમાં મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર અંદાજે 55000 મુસાફરો હોમ કોરન્ટાઇનનું પાલન કરી રહ્યા છે.

72 કલાકમાં સૂરતમાં 120 બેડની કોરોના હોસ્પિટલ કાર્યાન્વિત થશે

સૂરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સૂરત તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોના અંગેની પરિસ્થિતિ જો વકરે તો તેના માટે તૈયારીના ભાગરૂપે સૂરતની નવી સિવિલ હોસ્પિટલના સંકુલમાં હાલમાં કાર્યાન્વિત થઇ રહેલા સ્ટેમસેલ સંકુલમાં કુલ 120 બેડની હોસ્પિટલ આગામી 72 કલાકમાં કાર્યરત કરી દેવા અંગેની તૈયારી આદરી દેવામાં આવી છે. આ કામનો શુભારંભ રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ શ્રીફળ વધેરીને કરાવ્યો હતો.

જનતા કર્ફયુ માટે સૂરતના ધંધા-ઉદ્યોગ, સંસ્થા-સંગઠનો બધા જ તૈયાર

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે મહાનગરપાલિકામાં ચેમ્બર તથા વિવિધ ઉદ્યોગના આગેવાનો સાથે મહત્વની મિટીંગ મળી સુરત મહાનગરપાલિકા ખાતે આજે સવારે સાડા દસ કલાકે રાજયના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, મેયરશ્રી ડો. જગદીશ પટેલ, ડેપ્યુટી મેયરશ્રી નિરવ શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની, સુરતના કલેકટર રહી ચૂકેલા તેમજ કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં રાજય સરકાર દ્વારા ખાસ ડેપ્યુટ કરાયેલા શ્રી મહેન્દ્ર પટેલની આગેવાનીમાં ચેમ્બર તથા વિવિધ ઉદ્યોગ જગતના આગેવાનો સાથે મહત્વની મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કોરોના વાયરસની આપત્તી સામે વેપાર – ઉદ્યોગ માટે શુ કરી શકાય તે માટે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આ મિટીંગમાં

  • ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇ અને
  • ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયા તથા
  • એપીએમસી,
  • ક્રેડાઇ,
  • સુરત ડાયમંડ એસોસિએશન,
  • ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન,
  • ફોસ્ટા,
  • ફોગવા,
  • સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ એસોસિએશન,
  • કેમિકલ સેકટર,
  • વેડરોડ વિવર્સ એસોસિએશન,
  • પાંડેસરા વિવર્સ એસોસિએશન,
  • જવેલરી મેન્યુફેકચરીંગ એસોસિએશન અને
  • સચિન જીઆઇડીસીના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

મંત્રીશ્રી, મેયરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને શ્રી મહેન્દ્ર પટેલ દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી તેની ગંભીરતા વિશે સર્વેને વાકેફ કરવામાં આવ્યા હતા તેમજ આગામી રર, ર૩ અને ર૪મી માર્ચ ર૦ર૦ સુધી ધંધો–રોજગારને બંધ રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. સાથે જ કારીગરોના પગાર ન કાપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.

તદુપરાંત રવિવાર, રર માર્ચ ર૦ર૦ના રોજ સર્વેને જનતા કફર્યુનુ પાલન કરવાનું જણાવવામાં આવ્યુ હતુ. મિટીંગમાં ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ માર્ચ એન્ડીંગ હોવાથી ઉદ્યોગકારો અને વેપારીઓના જીએસટી, ઇન્કમટેક્ષ, વિવિધ પ્રકારના ટેક્ષો ઉપરાંત બેંકોના હપ્તા અને વ્યાજ વિગેરે બાબતમાં રાહત માટે જરૂરી રજૂઆત રાજય સરકાર અને કેન્દ્ર સરકારને કરવા માટે સૂચન કરવામાં આવ્યુ હતુ. વિવિધ ક્ષેત્રના સર્વે ઉદ્યોગકારોએ તેમના એકમો તા. રર, ર૩ અને ર૪મી માર્ચ સુધી બંધ રાખવામાં આવશે તેમજ કારીગરોને કોઇ તકલીફ નહીં પડે તેની કાળજી રાખી તેઓને રૂપિયાની સવલત પણ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

એપીએમસીના પ્રમુખ શ્રી રમણ જાનીએ વર્તમાન પરિસ્થિતિમાં સરદાર માર્કેટમાં શાકભાજી અને ફળફળાદી માટેની તકલીફ નહીં પડે તેવી ખાતરી આપી હતી. સહરા દરવાજા ખાતે આવેલા કૃષી બજાર દ્વારા લોકોને ઘરબેઠા શાકભાજી અને કરીયાણું મળી રહે તે માટેની ફ્રી હોમ ડિલીવરીની સુવિધા કરવામાં આવી છે. એના માટે લેન્ડલાઇન નંબર (૦ર૬૧ – ર૪૯૦૧૭૦/૭૧) ઉપર ફોન કરી શકાશે. મિટીંગના અંતે સર્વે એસોસિએશનોના પ્રતિનિધીઓએ પોતપોતાના સભ્યોને ધંધો–રોજગાર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

બપોરે દોઢ વાગ્યા સુધીના સમાચાર

તા.21મી માર્ચ 2020ના રોજ બપોરે દોઢ વાગ્યે મળેલી માહિત મુજબ સૂરત શહેરમાં કોરોના પોઝીટીવનો બીજા બે દર્દી મળી આવ્યા હોવાના બિનસત્તાવાર રિપોર્ટ મળ્યા છે.

કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા નાનપુરા, ટીમલિયાવાડ સ્થિત બાબુ નિવાસની શેરી નજીક રહેતા એક 67 વર્ષિય પ્રૌઢ વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ દર્દીની કોઇ ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી પણ નહીં હોવાનું જાણવા મળ્યું છે.

આ વ્યક્તિ જયપુર અને દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને છેલ્લા ત્રણેક દિવસથી મહાવીર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા, બાદમાં તેમને મેડીકલ રિપોર્ટ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

સૂરત મહાનગરપાલિકાએ સમગ્ર વિસ્તારને હોમ કોરોન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ એ વ્યક્તિ જયપુર-દિલ્હીથી આવ્યા હતા. સૂરત મહાનગરપાલિકાએ એ રહેવાસી જ્યાં રહેતા હતા એને સંપૂર્ણપણે લોકડાઉન કરીને સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરી છે.

અઠવાઝોન વિસ્તારના એક યુવકને પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણો

અઠવાઝોન વિસ્તારમાંથી 23 વર્ષિય એક યુવક કે જે તાજેતરમાં શ્રીલંકા અને દુબઇની ફોરેન ટ્રીપ હિસ્ટ્રી ધરાવે છે તેને શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. એનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

સૂરતીઓ બેફિકરાઇથી ફરી રહ્યા છે

સૂરતમાં એક તરફ પોઝીટીવ કેસોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ આખા ગામને સલાહ આપતા સૂરતીઓ બેફિકરાઇથી ફરી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. સૂરતમાં પાનના ગલ્લાઓ અને ગલીના નાકાઓ પર અડીંગો જમાવીને લોકો બેસી રહ્યા છે.

સૂરતમાં કોરોના ટેસ્ટીંગ શરૂ : સી.આર. પાટીલ

નવસારીના સાંસદ અને સૂરતના નેતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સૂરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનું ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે સૂરતના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ્સને અમદાવાદ મોકલવા નહીં પડે. સૂરતમાં 24 કલાકમાં જ રિપોર્ટ આવતા થઇ જશે. સૂરત શહેર માટે આ સુવિધા ઉપયોગી થઇ પડશે.

ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા 13 થયાના અહેવાલો

સત્તાવાર રીતે મળેલા સમાચારો મુજબ ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 13 થઇ ગઇ છે. સવારે 10 વાગ્યે સત્તાવાર માહિતી મુજબ ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 08 હતી. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે બપોરે સવા વાગ્યાના અરસામાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને 13 થઇ છે. રાજ્ય સરકાર તેમજ રાજ્યની તમામ હોસ્પિટલ્સ કોરોનાના દર્દીઓની સારવાર માટે સજ્જ છે.

સૂરતમાં બિનઆવશ્યક સેવાના ધંધાકીય એકમો ટૂંક સમયમાં બંધ થશે, કરીયાણુ, શાકભાજી, ફ્રુટ અને દવાઓની દુકાનો ચાલુ રહેશે : Surat મ્યુનિસિપલ કમિશનર

ગુજરાતમાં 08 કેસ : અમદાવાદ-વડોદરામાં 3-3 : સૂરત રાજકોટમાં 1-1

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 3, વડોદરામાં 3, રાજકોટ અને સુરતમાં એક-એક કેસ સામે આવ્યો છે. શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા Vodadora તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

નિઝામપુરામાં રહેતા 52 વર્ષીય વ્યક્તિ 14 માર્ચના રોજ શ્રીલંકાથી વડોદરા આવ્યા હતા. ત્યારબાદ 19 માર્ચે તેઓ તપાસ માટે સયાજી હોસ્પિટલ આવ્યા હતા. કોરોના વાયરસના લક્ષણો જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ માટે સેમ્પલ લેબમાં મોકલાયો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Surat : 50 હજારથી વધુ પેસેન્જરો સેલ્ફ કોરન્ટાઇન રહ્યાની SMC કમિશનરની ટ્વીટ

મ્યુનિસિપલ કમિશનર બચ્છાનીધિ પાનીએ આજે તા.21મી માર્ચે બપોરે બાર વાગ્યાના અરસામાં એક ટ્વટી કરીને જાણકારી આપી હતી કે તા.20મી માર્ચ 2020ના રોજ સૂરતમાં અંદાજે 50000થી વધુ વિદેશથી આવેલા પેસેન્જરો ઇન્ડોર એટલે કે પોતાના ઘરોમાં રહ્યા હતા. સોશ્યલ ડિસ્ટન્સીંગ કરવા બદલ તેમણે તમામનો આભાર માન્યો હતો.

ગુજરાત : ૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી

ગુજરાતમાં કોરોનાના સાત કેસ પોઝિટિવ આવ્યાના પગલે સરકાર અને મનપા તંત્ર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયાસોના ભાગરૂપે અમદાવાદની એક કંપની સહિત ૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ અમદાવાદની કંપનીને કોવિદ-૧૯ ટેસ્ટ કીટ બનાવવાનું લાઇસન્સ સેન્ટ્રલ ડ્રગ્ઝ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન તરફથી મળી ગયું છે. આ પ્રકારનું લાઈસન્સ મેળવનારી આ કંપની દેશની પ્રથમ કંપની છે. કંપનીનો દાવો છે કે આ કીટ માત્ર અઢી કલાકમાં કોરોનાના લક્ષણો શોધી કાઢશે. આ કંપની દેશમાં અત્યાર સુધીની એક માત્ર એવી કંપની છે જે કોરોનાનો ટેસ્ટ કરવા માટે આરઆરટી-પીસીઆર મશીનમાં વપરાયેલી રીએજન્ટ કીટનું ઉત્પાદન કરી શકશે.

રાજકોટમાં કોરોનાના એક દર્દીને પગલે ૨૫ હજાર લોકોનો સર્વે

જંગલેશ્ર્વર વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ મળતાં આ વિસ્તારમાં ગુરુવારથી જ આરોગ્યની ટુકડીઓ ઉતારી દેવાઈ હતી. અહીં અંદાજે ૧૦૦ આરોગ્ય કર્મચારીઓની ફોજ કામે લગાડાઈ છે અને ૨૫૦૦૦ જેટલા લોકો અહીં વસે છે, તેઓનો ઘરેઘરે જઈને આરોગ્ય સંબંધી સર્વે શરૂ કરાયો હતો. જે રહેવાસીઓને શંકાસ્પદ દર્દી તરીકે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, તેઓ માટે મ્યુનિ. કોર્પોરેશનના નવા રેઇન બસેરામાં તથા પથિકાશ્રમમાં ખાસ ક્વોરન્ટાઇન સેન્ટરો બનાવાયા છે. 

ક્વૉરન્ટાઈનમાં રહેનારાને મફત દૂધ અને દવા

ગુજરાતમાં કોરોનાના સાત પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ અમદાવાદ મનપા કમિશનર વિજય નેહરાએ કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરતા જણાવ્યું હતું કે જે પરિવાર સ્વૈચ્છિક રીતે ૧૪ દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઈન રહેવા માગતો હશે તેને તમામ દૂધ, પાણી, શાકભાજી, અનાજ-કરિયાણું મનપા દ્વારા મફતમાં ઘરે પહોંચાડશે. મનપા કમિશનરે અપીલ કરી છે કે વિદેશથી આવેલા તમામ લોકોના પરિવારજનોએ આ સુવિધાનો લાભ લેવો.

અમદાવાદમાં પાનના ગલ્લા પર પ્રતિબંધ

અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિસિપાલિટી સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર પ્રતિબંધ મૂકવાના આદેશ આપવામાં આવ્યા છે. મનપા સિવિક સેન્ટર્સે ૩૧ માર્ચ સુધી આ બધું બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આજથી અમદાવાદના પાનના તમામ ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે.

૩૧ માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં. જ્યારે થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ. ૫૦૦થી વધારીને રૂ. ૧૦૦૦ કરાશે અને દંડ ભરવામાં તકરાર કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી તેની અટક કરાશે. મનપાનો ઉદ્દેશ દંડના રૂપિયા ભેગા કરવાનો નહીં પણ લોકોમાં જાગૃતિ લાવવાનો છે, શહેરને સ્વચ્છ બનાવવાનો છે.

માસ્ક-સેનિટાઇઝરનાં કાળાબજાર કરવા બદલ ૭૩ મેડિકલ સ્ટોર બંધ કરાવાયા

કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ દ્વારા કાળાબજાર કરાતા હોવાની ફરિયાદોના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે મોટા શહેરોની ૩૫૫ દુકાનોમાં તપાસ હાથ ધરીને કાળાબજાર થતા હોવાનું જણાતા ૭૩ મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હતા.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે તંત્રની ૨૫ ટીમો દ્વારા રાજ્યભરમાં ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની ૩૫૫ જેટલી દવાઓની દુકાનોમાં તપાસ કરાઇ હતી, જે પૈકી અમદાવાદમાં ૩૦, સુરતમાં ૧૮, રાજકોટમાં ૧૫ અને વડોદરામાં ૧૦ દુકાનોમાં માસ્ક તથા હેન્ડ સેનિટાઇઝર્સના કાળાબજાર થતા ધ્યાનમાં આવ્યા હતા. આ દુકાનોને તાત્કાલિક બંધ કરાવી શો કોઝ નોટિસ આપવામાં આવી હતી.

વરિષ્ઠ નાગરિકો, બાળકોએ ઘરમાં રહેવું: આરોગ્ય મંત્રાલય

કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા વરિષ્ઠ નાગરિકો અને દશ વર્ષથી ઓછી વયના બાળકોને ઘરની અંદર રહેવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સૂચન કર્યું હતું. માસ્ક, સેનિરાઈઝર્સ અને આરોગ્ય સંબંધીત સામગ્રી માટે વધુ પડતી કિંમત લેનાાઓ સામે પગલાં ભરવા ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસિટીકલ્સ અને ક્ધઝયુમર અર્ફેસ મંત્રલાયને જરૂરી પગલાં ભરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જાહેર સેવક/ સરકારી કર્મચારી/ તબીબી ક્ષેત્રના પ્રોફેસનલ્સ સિવાયના ૬૫ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટિઝન્સને ઘરમાં રહેવાનુંં સૂચવ કરવામાં આવ્યું છે.

દરમ્યાન વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી ડી. રવિએ કહ્યું કે બુધવારે ઈરાનથી ૨૦૧ ભારતીઓને પાછા લાવવામાં આવ્યા હતા. એવિયેશન મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુબિના અલીએ કહ્યું કે “૨૧મી માર્ચે એર ઈન્ડિયા રોમમાં જશે અને ત્યાં ફસાયેલા ભારતીયોને લઈને ૨૨મી માર્ચે પાછું ફરશે.’

દર્દીઓ, વિદ્યાર્થીઓ, દિવ્યાંગજન શ્રેણી સિવાય અન્ય રેલટિકિટો પર ૨૦ માર્ચ મધ્યરાત્રિથી ક્ધસેશન આપવાનું બંધ કરવામાં આવ્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :