CIA ALERT
28. March 2024
March 26, 202011min8600

Related Articles



કોરોના India અપડેટ :

Share On :
Print Friendly, PDF & Email

India corona cases as on 29 March 11 am

Confirmed 979, Deaths 25, Recovered 87, Active 867

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1866
KERALA1821
KARNATAKA763
TELANGANA661
UP550
RAJASTHAN540
GUJARAT534
TAMIL NADU421
DELHI392
PUNJAB381
HARYANA330
J&K311
MADHYA PRADESH302
WEST BENGAL171
ANDHRA PRADESH140
LADAKH130
BIHAR91
ANDAMAN 90
CHANDIGARH80
UTTARAKHAND60
CHHATTISGARH60
ODISHA30
HIMACHAL 31
GOA30
PUDUCHERRY10

ભારતમાં કેસોની સંખ્યા 979

શનિવારે એક દિવસમાં સમગ્ર દેશમાં કોવિડ-19ના કુલ 109 જેટલા નવા કેસ નોંધાય છે જે સાથે દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા 974 પહોંચી ગઈ છે. જ્યારે આરોગ્ય મંત્રાલય દ્વારા 918 કેસના આંકડાને કન્ફર્મ કરવામાં આવ્યો છે. જોકે આ બધા વચ્ચે એક સારી વાત છે કે દેશમાં ટોટલ નોંધાયેલા કેસના 10 ટકા જેટલાક દર્દીઓ એટલે કે 94 દર્દીઓ આ બીમારીમાંથી સંપૂર્ણ રીતે સાજા થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. શનિવારે દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલાનો કુલ આંકડો 27 પર પહોંચી ગયો છે. જેમાં ગઈકાલે એક જ દિવસમાં દિલ્હી, કેરળ, તેલંગણા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત એકલા મહારાષ્ટ્રમાં 33 નવા કેસ નોંધાયા છે. જે કોઈપણ એક જ દિવસમાં સૌથી વધુ કેસ છે. જે સાથે મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ 186 કોવિડ-19 કેસ ધરાવતું રાજ્ય બન્યું છે.

Reported on 28 March 11 am

ભારતમાં આરોગ્ય ખાતાએ શનિવાર સવારે 10 વાગ્યા સુધીના આંકડા સાથે આપેલી માહિતી મુજબ ભારતમાં કોરોનાના 873 કેસ નોંધાયા છે અને આ મહામારીને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૭ જણના મૃત્યુ થયા છે. ભારતના આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે આ માહિતી આપી હતી. શુક્રવારે દેશમાં કોરોનાના નવા ૭૫ કેસ નોંધાયા હતા તથા ૪ જણના મૃત્યુ થયા હોવાના અહેવાલ હતા.

મહારાષ્ટ્રમાં ચાર, ગુજરાતમાં ત્રણ, કર્ણાટકમાં બે જણના મૃત્યુ થયા છે, જ્યારે એક-એક મૃત્યુ મધ્ય પ્રદેશ, તમિળનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ર્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં નોંધાયા છે.

ડેટા મુજબ દેશમાં કોવિડ-૧૯ના ૬૪૦ સક્રિય કેસ છે, જ્યારે ૬૬ જણને કોરોનાની બીમારીમાંથી મુક્તિ મળી છે.

દેશમાં કોવિડ-૧૯ના સામના માટે ૨૧ દિવસનું સંપૂર્ણ લૉકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે જેનો આરંભ બુધવારે થયો હતો. તાળાબંધીના પહેલા દિવસે લોકોએ આવશ્યક ચીજવસ્તુઓ લેવા ભાગદોડ મચાવી હતી જેના કારણે દેશમાં ઘણા સ્થળે લૉકડાઉનના ભંગ થયા હોવાના સમાચારો હતા. જોકે, બીજા દિવસે અને ત્રીજા દિવસે લોકો આ મહામારીના સામના માટે પોતાના ઘરમાં ભરાઈને રહેવું જ પડશે એ વાસ્તવિકતાને અપનાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

વિદેશથી આવતા પ્રવાસીઓના નિરીક્ષણની પ્રક્રિયા વધુ મજબૂત બનાવવામાં આવે: કેન્દ્ર

લોકડાઉન અગાઉ વિદેશમાંથી દેશમાં દાખલ થયેલા કુલ પ્રવાસીઓ અને કોરોનાનું નિરીક્ષણ થયું હોય એવા પ્રવાસીઓની સંખ્યામાં મોટો તફાવત છે. તેથી વિદેશી આવેલા પ્રવાસીઓની માહિતી મેળવવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો નિર્દેશ કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યો છે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચીફ સેક્રેટરીને લખેલા પત્રમાં ગૌબાએ જણાવ્યું છે કે વિદેશથી આવેલા કુલ પ્રવાસીઓ અને જેમના નિરીક્ષણ થયા છે તેમાં મોટો તફાવત છે. પ્રવાસીઓને મોનિટરિંગ કરવાની પ્રક્રિયામાં આવી ભૂલને કારણે કોરોના વાઇરસને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો નિષ્ફળ બનાવી શકે છે.

નોંધનીય છે કે કોરોનાના ભયને પગલે દેશના તમામ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ૧૮મી જાન્યુઆરીથી પ્રવાસીઓના સ્ક્રિનિંગ થઇ રહ્યા છે. ત્યારથી લઇને ૨૩મી માર્ચ સુધીમાં ૧૫ લાખ લોકો વિદેશથી દેશમાં દાખલ થયા છે. આ તમામ લોકોનું મોનિટરિંગ કરવું આવશ્યક હોવાથી આ દિશામાં તાત્કાલીક પગલાં લેવાની સૂચના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવી છે.

India Corona Tally on 28 March @ 12 p.m.

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1805
KERALA1730
KARNATAKA552
RAJASTHAN480
TELANGANA480
UP450
GUJARAT453
DELHI391
TAMIL NADU381
PUNJAB381
HARYANA330
MADHYA PRADESH302
J&K181
WEST BENGAL151
ANDHRA PRADESH140
LADAKH130
BIHAR91
CHANDIGARH70
CHHATTISGARH60
UTTARAKHAND50
ODISHA30
HIMACHAL 31
GOA30
ANDAMAN 20

લોકડાઉનનું કડકાઇથી પાલન કરાવો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તામિળનાડુના મુખ્ય પ્રધાન પલાનીસ્વામીને રોનાવાયરસના પ્રસારને રોકવા અને લોકો માટે જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવા સાથે જાહેર કરાયેલા ત્રણ અઠવાડિયાના રાષ્ટ્રીય લોકડાઉનને સખત રીતે લાગુ કરવા જણાવ્યું હતું.

ફોન પર થયેલી વાતચીતમાં મોદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કલમ ૧૪૪ અને સામાજિક અંતર જાળવવા સહિતના પ્રતિબંધિત આદેશોનો કડક અમલ થવો જોઈએ.

વડા પ્રધાને રાજ્યના વિવિધ સરકારી વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા કોરોનાવાયરસ નિવારક પગલાં વિશે મુખ્ય પ્રધાન પાસે જાણવાની માંગ કરી હતી. પલાનીસ્વામીએ કોરોનાવાઇરસ સામે રાજ્ય સરકાર દ્વારા સતત લેવામાં આવતા પગલાઓ વિશે મોદીને માહિતગાર કર્યા હતા એમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

લોકહિતને ધ્યાનમાં રાખીને વડા પ્રધાને કલમ ૧૪૪ હેઠળના પ્રતિબંધનાત્મક આદેશોનું કડક પાલન કરવા અને લોકોને સામાજિક અંતર જાળવવા આદેશ આપવા જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે લોકો માટે જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પગલાં લેવા જોઈએ. પલાનીસ્વામીએ જવાબ આપ્યો હતો કે આ તમામ પાસાઓનો સંપૂર્ણ અમલ કરવામાં આવી રહ્યો છે.

ગુરુવારે ૩૧ માર્ચ સુધી બંધની ઘોષણા કરનારી તામિળનાડુની રાજ્ય સરકારે વડા પ્રધાને જાહેર કરેલા રાષ્ટ્રીય લોકડાઉનને ધ્યાનમાં લઇ બંધ ૧૪ એપ્રિલ સુધી લંબાવ્યો છે.

મહારાષ્ટ્રમાં સાંગલીના ઇસ્લામપુર ગામે એક જ પરિવારના 12 સભ્યો કોરોના પોઝિટિવ

મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લાના ઈસ્લામપુર ગામમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના સેમ્પલ ટેસ્ટીંગ રિપોર્ટ ગઇ તા.23 માર્ચે પોઝિટિવ આવ્યો હતો. તેમને 19 માર્ચે મિરાજના એક આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ ચારેય લોકો સાઉદી અરબથી હજ કરીને પરત આવ્યા હતા.

ત્યાર બાદ બે દિવસ પૂર્વે તા.25 માર્ચ સુધી આ પરિવારના વધુ પાંચ સભ્યોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવાર,તા.26મી માર્ચે આ જ પરિવારના ત્રણ અન્ય સભ્યોને પણ ચેપ લાગ્યો હોવાની માહિતી આપવામાં આવી છે. આમ, એક જ પરિવારના કુલ 12 સભ્યોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 12 દર્દીઓમાંથી 11 સાંગલીના ઈસ્લામપુર ગામના જ છે જ્યારે એક કોલ્હાપુર જિલ્લાના પેઠવડગાંવની રહેવાસી છે. આ મહિલા દર્દી હજથી પરત આવેલા પોતાના સંબંધીને મળવા આવી હતી.

India Update on 27 March @ 11 a.m.

STATE/UTCONFIRMEDDEATHS
KERALA1370
MAHARASHTRA1304
KARNATAKA552
TELANGANA450
GUJARAT433
RAJASTHAN410
UP410
DELHI361
PUNJAB331
HARYANA300
TAMIL NADU291
MADHYA PRADESH201
LADAKH130
J&K131
ANDHRA PRADESH120
WEST BENGAL101
CHANDIGARH70
CHHATTISGARH60
BIHAR61
UTTARAKHAND50
HIMACHAL PRADESH31
GOA30
ODISHA20
PUDUCHERRY10

કોરોના સામે લડત: કેન્દ્ર સરકારે જાહેર કર્યું ₹૧ લાખ ૭૦ હજાર કરોડનું રાહત પેકેજ

કોરોના સામે લડત આપવાના એક પગલાં તરીકે કેન્દ્ર સરકારે કોરોના સામેની જંગમાં સાથ આપનારા માટે વીમા કવચ સહિત કુલ ₹ ૧ લાખ ૭૦ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે.

કેન્દ્ર સરકારે કોરોના મહામારી વચ્ચે શહેરી તેમજ ગ્રામ્ય સ્તરના ગરીબોની ચિંતા કરતા આજરોજ ૧.૭ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૮૦ કરોડ લાભાર્થીઓને અન્ન સહાય તેમજ સીધી નાણાં સહાયની જાહેરાત કરી છે.

નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ તેમજ રાજ્ય કક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે આ પેકેજની જાહેરાત કરી છે. નાણાં પ્રધાને કોરોના સામેના જંગમાં દેશના આગળની હરોળના લડવૈયા આશા વર્કરો, સેનેટાઈઝ વર્કર્સ, પેરામેડિક્સ અને ડોક્ટર્સ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સરકારે સ્વાસ્થ્ય સુરક્ષાના કર્મીઓ માટે ત્રણ મહિના માટે દરેકને ૫૦ લાખનું વીમા કવચ આપવાની જાહેરાત કરી છે.

નાણાં પ્રધાન નિર્મલા સિતરમણે પત્રકાર પરિષદમાં કોરોના સામે લડાઇમાં મદદ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના માટે ૫૦ લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે.

આ સ્વાસ્થ્ય કર્મચારીઓમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ જાહેરાતથી ૨૦ લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.

એક મહત્વના નિર્ણય અનુસાર પ્રોવિડન્ટ ફન્ડ સ્કીમ રેગ્યુલેશનમાં અમેન્ડમેન્ટ કરવામાં આવશે. ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કર્મચારીઓ તેમના પીએફનું ૭૫ ટકા એડવાન્સમાં લઇ શકે છે. ૭૫ ટકા એડવાન્સ અથવા ત્રણ મહિનાનો પગાર, બેમાંથી જે ઓછું હોય તે લઇ શકે છે.

આગામી બે મહિના દરમિયાન સંગઠિત ક્ષેત્રમાં જ્યાં ૧૦૦થી ઓછા કર્મચારી છે અને જેનો પગાર ૧૫ હજાર કે તેનાથી ઓછો છે તેમના બે મહિના સુધીના પીએફની રકમ સરકાર જમા કરશે.

કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ કરોડ મહિલા જનધન અકાઉન્ટ હોલ્ડરને વધારાના ૫૦૦ રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે જેથી તેમને ઘરના કામકાજમાં સહાયતા મળે.

ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને આગામી ત્રણ મહિના માટે મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. ૮ કરોડથી વધુ મહિલાઓને ફાયદો થશે. એ નોંધવું રહ્યું કે અમેરિકાએ બુધવારે ૨ લાખ કરોડ ડોલર (લગભગ ૧૫૧ લાખ કરોડ રૂપિયા)ના રાહત પેકેજની જાહેરાત કરી હતી.

ડીલમાં એક ખાસ જોગવાઇ પણ છે. તેનાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પરિવારના કોઇ સભ્ય, કોંગ્રેસના કોઇ સભ્ય આ પેકેજની રકમમાંતી લોન કે કોઇ રોકાણ મેળવી નહીં શકે. આ જોગવાઇ ફન્ડનો ખોટો ઉપયોગ રોકવા માટે કરવામાં આવી છે.

ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના હજુ કોઇ પુરાવા મળ્યા નથી

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, દેશમાં કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. અત્યારસુધી દેશમાં કુલ 639 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 10ના મોત થયા છે. આ તારણ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા લેવામાં આવેલા બે હજાર રેન્ડમ સેમ્પલના આધારે કાઢવામાં આવ્યું છે. જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે તેના આધારે બુધવારે કહ્યું હતું કે કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના હજુ કોઈ પુરાવા નથી મળ્યા.

કોરોના વાયરસના ફેલાવાના ચાર સ્ટેજ હોય છે. જેમાં પહેલા સ્ટેજમાં તે વિદેશથી આવતા લોકો દ્વારા દેશમાં આવે છે. બીજો સ્ટેજ લોકલ ટ્રાન્સમિશનનો હોય છે, જેમાં લોકો વિદેશથી આવેલા વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે આ વાયરસના ભોગ બને છે. ત્રીજા સ્ટેજમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ થાય છે. આ સ્ટેજમાં દર્દી વિદેશ ન ગયો હોય, પરંતુ સ્થાનિક વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે ચેપગ્રસ્ત બને છે. જ્યારે ચોથા તબક્કામાં તેને રોગચાળો જાહેર કરવામાં આવે છે. ભારતમાં કોરોના બીજા સ્ટેજમાં આવી ચૂક્યો છે, પરંતુ તે ત્રીજા સ્ટેજમાં પ્રવેશ્યો હોવાનો સરકાર સતત ઈનકાર કરી રહી છે.

તમિલનાડુમાં કોરોના વાયરસથી પ્રથમ મોત

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં છે. હજારો લોકો કોરોના વાયરસના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે ભારતમાં પણ વધુ એક દર્દીનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. મદુરાઈના અન્નાનગરના 54 વર્ષીય શખ્સનું કોરોનાની સારવાર દરમિયાન બુધવારે મોત થયું. બુધવારે જ આ શખ્સને તેના પરિવારે કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો. દફનક્રિયા વખતે મૃતકની પત્ની, દીકરો અને બે ભાઈઓ જ હાજર હતા. મહત્વનું છે કે, તમિલનાડુમાં કોરોના વાયરસના કારણે મોતનો આ પ્રથમ કિસ્સો છે.

Corona Cases on 26 March 2020 at 11 a.m.

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1243
KERALA1180
TELANGANA410
KARNATAKA411
RAJASTHAN380
GUJARAT381
UP370
DELHI351
PUNJAB331
HARYANA300
TAMIL NADU261
MADHYA PRADESH151
LADAKH130
J&K110
ANDHRA PRADESH110
WEST BENGAL91
CHANDIGARH70
UTTARAKHAND50
CHHATTISGARH30
HIMACHAL PRADESH31
BIHAR31
GOA30
ODISHA20
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :