CIA ALERT
25. April 2024
April 2, 20204min3710

Related Articles



કોરોના India ન્યુઝ

Share On :
Print Friendly, PDF & Email

Corona India State wise as on 4 April 10 am

STATE/UTCasesDEATHS
MAHARASHTRA49026
TAMIL NADU4111
DELHI3866
KERALA2952
RAJASTHAN1790
UP1742
AP1611
TELANGANA1587
KARNATAKA1283
MP1046
GUJARAT10510
J KASHMIR752
WEST BENGAL633
PUNJAB535
HARYANA490
BIHAR291
ASSAM240
CHANDIGARH180
UTTARAKHAND160
LADAKH140
ANDAMAN100
CHHATTISGARH90
GOA60
HIMACHAL61
ODISHA50
PUDUCHERRY50
MANIPUR20
JHARKHAND20

News in Single Frame

Reporten on 1st April 2020

દેશમાં દરદીઓની સંખ્યા ૧૬૩૭ થઈ

દેશમાં કોરોના ના દરદીઓની સંખ્યા નો આંખ બુધવારે વધીને ૧૬૩૭ પર તો કોરોના વાઇરસ ને કારણે મૃત્યુ પામેલાઓનો આંક ૩૮ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. દેશમાં કોરોનાના ૧૪૬૬ દરદી સક્રિય છે તો ૧૩૨ દરદી સાજા થઈ ગયા છે કે પછી તેમને રજા આપી દેવામાં આવી છે જ્યારે એક દરદી અન્ય દેશમાં સ્થળાંતર કરી ગયો છે, એમ તેમણે કહ્યું હતું. આરોગ્ય ખાતાના જણાવ્યાનુસાર બુધવારે સવારે નવ વાગ્યા સુધીમાં કોરોના ને કારણે વધુ ત્રણ જણાં ના મૃત્યુ થયા હોવાનું નોધાયું હતું. જો કે દેશના ક્યાં ભાગમાં આ મૃત્યુ નોંધાયા હતા તે જાણી શકાયું નહોતું. મહારાષ્ટ્રમાં મંગળવારે સૌથી વધારે નવ મૃત્યું નોધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

તબલીઘી જમાતના મેળાવડામાં ભાગ લેનારાં દેશમાં હજારો શંકાસ્પદ કોરોના-બૉમ્બ

તાજેતરમાં દિલ્હીમાં નિઝામુદ્દીન-વેસ્ટ ખાતે આયોજિત તબલીઘી જમાતના મેળાવડામાં ભાગ લેનાર લોકો સાથે પાંચ ટ્રેનમાં પ્રવાસ કરનાર હજારો મુસાફરો વિશેની માહિતી એકઠી કરીને પૂરી પાડવા રેલવે તંત્ર આકાશ-પાતાળ એક કરી રહ્યું છે. મેળાવડામાં હાજરી આપનાર ઘણા લોકોના કોરોના વાઇરસને લગતા પૉઝિટિવ રિપોર્ટ નોંધાયા છે.

આ તમામ (પાંચ) ટ્રેન ૧૩થી ૧૯ માર્ચ દરમિયાન દિલ્હીથી શરૂ થઈ હતી. એમાં આંધ્ર પ્રદેશના ગુન્ટુર ખાતે જતી દુરોન્તો એક્સપ્રેસ, ચેન્નઈ માટેની ગ્રૅન્ડ ટ્રન્ક એક્સપ્રેસ, ચેન્નઈ માટેની તમિળનાડુ એક્સપ્રેસ, નવી દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસ અને એપી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનો સમાવેશ છે.

નિઝામુદ્દીનમાં માર્ચ મહિનાના શરૂઆતના સમયગાળા દરમિયાન આયોજિત તબલીઘી જમાતના મેળાવડામાં ૨૩૦ જેટલા વિદેશીઓ સહિત કુલ આશરે ૨,૫૦૦થી ૩,૨૦૦ લોકોએ ભાગ લીધો હતો. આ લોકોએ પછીથી વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરી હતી એટલે તેઓ અંદાજે ૫,૦૦૦ લોકોના સંપર્કમાં આવ્યા એમ કહી શકાય. પાંચ ટ્રેનોના કુલ કેટલા પ્રવાસીઓ આ મેળાવડાના સેંકડો લોકોના સંસર્ગમાં આવ્યા હતા એનો ચોક્કસ આંકડો તો રેલવે તંત્ર પાસે ઉપલબ્ધ નથી, દરેક ટ્રેનમાં આશરે ૧૦૦૦થી ૧૨૦૦ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો એટલે તેમનામાંથી કોઈને તેમ જ ટ્રેનના સ્ટાફ મેમ્બરોમાંથી કોઈને કોરોનાનો ચેપ લાગ્યો હોઈ શકે. રેલવે તંત્ર જિલ્લાના સત્તાધીશોને આ પાંચ ટ્રેનોના મુસાફરોની યાદી પૂરી આપી રહ્યું છે કે જેથી દિલ્હીની ઇવેન્ટવાળા લોકોના તેમ જ તેમની નજીકમાં બેસીને પ્રવાસ કરનારાઓ વિશેની જાણકારી જિલ્લા સત્તાધીશોને મળી શકે. તબલીઘી જમાતની ઇવેન્ટમાં ભાગ લેનારા જે લોકોની શોધ થઈ રહી છે એમાં ૧૦માંથી ઇન્ડોનેશિયાનો એક નાગરિક એવો હતો જેણે ૧૩મી માર્ચે દિલ્હીની ઇવેન્ટ બાદ કરીમનગર જિલ્લામાં પાછા જવા એપી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં પ્રવાસ કર્યો હતો અને પછીથી તેનો કોરોનાને લગતો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

નવી દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસમાં પ્રવાસ કરનાર ૬૦ મુસાફરો એવા હતા જેઓ જે બી-વન કોચમાં બેઠા હતા એમાં મલયેશિયાની એક મહિલા પણ બેઠી હતી જેનો વાઇરસને લગતો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ મહિલાએ તબલીઘી જમાતના મેળાવડામાં હાજરી આપી હોવાનું મનાય છે. જિલ્લાના સત્તાધીશો એ ૬૦ મુસાફરો ક્યાં છે એ શોધી રહ્યા છે.

એક મહિલાએ ૧૬મી માર્ચે ૨૩ જણ સાથે પ્રવાસ કર્યો હતો. આ મહિલાનો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને ઝારખંડનો એ સૌપ્રથમ કોવિડ-૧૯ કેસ છે. રાજ્યોમાંથી મળેલી માહિતી મુજબ નિઝામુદ્દીનના મેળાવડામાં હાજરી આપનાર અને પછીથી જેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો એ બે વ્યક્તિઓએ ૧૮મી માર્ચે દુરોન્તોમાં એસ-૮ કોચમાં પ્રવાસ કર્યો હતો. આ બે વ્યક્તિઓએ ‘બે સાથીઓ’ સાથે મુસાફરી કરી હતી.

કોરોનાને કારણે મુંબઈના ૧૪૬ વિસ્તાર સીલ

મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓની સંખ્યા ૩૦૦નો આંક વટાવી ગઈ હોવાથી હવે નાગરિકોને વધુ સતર્ક રહેવાની સૂચના પ્રશાસન દ્વારા આપવામાં આવી રહી છે. જરૂરી ન હોય તો નાગરિકોએ ઘરમાંથી બહાર ન નીકળવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ, ડૉક્ટર, સરકારી અધિકારીઓથી માંડી છેક મુખ્ય પ્રધાન સુધીના દરેક જણ ઘરમાં જ રહેવાનું સૂચન કરી રહ્યા છે.

સરકારી અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર માત્ર મુંબઈમાં જ ૧૦૦થી વધુ કોરોનાના દરદી મળી આવ્યા છે. કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખી મંગળવારે વરલી કોલીવાડા બાદ ગોરેગામ પૂર્વના બિંબિસાર નગર અને અંધેરીનો બિન્દ્રા વિસ્તાર સીલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જે વિસ્તારોમાંથી કોરોનાના દરદી અથવા શંકાસ્પદ દરદીઓ મળી આવ્યા છે તેવા ૧૪૬ વિસ્તાર સીલ કરવામાં આવ્યા હોવાનું મુંબઈ મહાનગરપાલિકાએ બહાર પાડેલી યાદીમાં જણાવાયું હતું.

જે વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે તેની વૉર્ડ આધારે યાદી મુંબઈ મહાપાલિકાએ જાહેર કરી છે. યાદી અનુસાર મુંબઈના ૨૪ વૉર્ડમાંથી ૨૧ વૉર્ડમાં ૧૪૬ વિસ્તાર સીલ કરવામાં આવ્યા છે. બી, સી, ડી, ઈ, એફ દક્ષિણ, એફ ઉત્તર, જી દક્ષિણ, એચ પૂર્વ, એચ પશ્ર્ચિમ, કે પૂર્વ, કે પશ્ર્ચિમ, પી દક્ષિણ, પી ઉત્તર, આર દક્ષિણ, આર મધ્ય, આર ઉત્તર, એલ, એમ પૂર્વ, એમ પશ્ર્ચિમ, એન, એસ અને ટી વૉર્ડનો આ યાદીમાં સમાવેશ છે. આ વિસ્તારોને સેનિટાઈઝ્ડ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેની જવાબદારી પણ વૉર્ડ આધારે સોંપવામાં આવી છે. મુંબઈ સિવાય થાણે, નવી મુંબઈના પણ અનેક વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :