CIA ALERT
28. March 2024
March 27, 202015min25900

Related Articles



ગુજરાતમાં કોરોના રિકવરીનું ખાતું ખૂલ્યું

Share On :
Print Friendly, PDF & Email

અમદાવાદની કોરોના પોઝીટીવ યુવતિ રિકવર થઇને ઘરે પરત ફરી

સૂરતની યુવતિનો એક ટેસ્ટ નેગેટીવ આવી ચૂક્યો હવે 24 કલાકમાં બીજા નેગેટીવ ટેસ્ટની રાહ

ગુજરાતમાં કોરોના 58 કેસો બાદ એક રાહતના સમાચાર એ મળ્યા છે કે અમદાવાદની એક મહિલા પેશન્ટ કોરોનાથી સંપૂર્ણ મુક્ત થઇને અમદાવાદની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. અમદાવાદમાં સામે આવેલા કોરોના વાયરસની પહેલી દર્દીને SVP હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ફિનલેન્ડથી આવેલી યુવતીને 18મી માર્ચે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

સૂરત માટે પણ રાહતના સમાચાર એ છે કે લંડનથી આવેલી સૂરતની યુવતિ કે જેનો ગુજરાતમાં પહેલો કોરોના પોઝીટીવ કેસ હતો એનો પણ પહેલો નેગેટીવ ટેસ્ટ આવી ચૂક્યો છે. હવે સૂરતની આ યુવતિનો 24 કલાકમાં દ્વિતીય ટેસ્ટ નેગેટિવ આવશે એટલે તેને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો નિયમ છે કે કોઇપણ કોરોના પોઝીટીવ દર્દીના ચોવીસ કલાકમાં બે ટેસ્ટ નેગેટીવ આવે તો તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાનો રહેશે.

અમદાવાદની હોસ્પિટલે ફેસબુક વોલ પર આપી માહિતી, ક્લીક કરો લિંક

https://www.facebook.com/AhmedabadAMC/photos/a.254934717900092/2930996543627216/?type=3&theater

24 કલાકમાં સૂરતમાં એક પણ પોઝીટવ નહીં : સૂરતમાં 6 શંકાસ્પદ રિપોર્ટ નેગેટિવ : 9 રિપોર્ટની રાહ જોવાય રહી છે

કોરોના અપડેટ 29/3 @ 11am : ભારત-979 (મોત-25) : ગુજરાત-58 (મોત-5) : સૂરત-6 (મોત-1)

આજે સવારે ગુજરાત સરકારની સત્તાવાર માહિતી મુજબ કોરોનાના વધુ ત્રણ કેસો પોઝીટીવ મળી આવ્યા છે. આ ત્રણેય કેસો અમદાવાદ વિસ્તારના હોવાનું જણાવાયું છે. અમદાવાદમાં વધુ એક પેશન્ટ કે જે કોરોના પોઝીટીવ અને ડાયાબિટીસથી પીડાતા હતા એનું મોત નિપજ્યું છે. ગુજરાતમાં હવે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 58 થઇ છે. ગુજરાતમાં કોરોનાથી કુલ 5 દર્દીઓના મોત નિપજી ચૂક્યા છે.

સૂરત માટે રાહતના સમાચાર

  • સૂરતમાં પહેલો કેસ રિકવર સ્ટેજમાં, કોરોના મુક્તિ માટે 24 કલાકમાં બે રિપોર્ટ નેગેટિવ આવવા જોઇએ. સૂરતના પહેલા કેસના દર્દીનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. હવે આગામી 24 કલાકમાં દ્વિતિય રિપોર્ટ નેગેટીવ આવશે એટલે એમને રજા આપીને હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા સૂચના અપાશે
  • સૂરતના શંકાસ્પદ દર્દીઓના વધુ 6 પેન્ડીંગ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
  • સૂરતમાં છેલ્લા 24 કલાકમાં કોઇ નવો પોઝીટીવ કેસ નોંધાયો નથી.
  • હવે તા.29મી માર્ચે 11 વાગ્યાની સ્થિતિ અનુસાર કુલ 9 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ છે.

ગુજરાતમાં કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન શરૂ: ૨૪ કલાકમાં કોરોનાના 9 નવા કેસ નોંધાયા

લોકલ ટ્રાન્સમિશન સામે મિશન ગુજરાતમાં નોવેલ કોરોનાના કુલ 58 પોઝિટિવ દર્દીઓમાંથી 38 જેટલા દર્દીઓ વિદેશ પ્રવાસ કરીને ગુજરાત પરત આવેલા છે, જ્યારે 16 જેટલા દર્દીઓ એવા છે કે જેઓ વિદેશ પ્રવાસે ગયાં નહોતા, પરંતુ તેમને વિદેશ પ્રવાસ કરીને આવેલા લોકોનો ચેપ લાગ્યો છે. હોમ કવોરન્ટાઇન કરાયેલા લોકોના સંપર્કથી હવે રાજ્યમાં કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન શરૂ થતા લોકડાઉનનો કડક અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ 18 કેસ સાથે અમદાવાદ કોરોનાના પોઝિટિવ કેસમાં અવ્વલ રહ્યું છે ત્યારે શહેરમાં આરએએફની ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે.

  • અમદાવાદમાં 21
  • સુરતમાં ૦૭
  • રાજકોટમાં ૦૮
  • વડોદરામાં ૦૯
  • ગાંધીનગરમાં ૦૮
  • ભાવનગરમાં ૦૧
  • મહેસાણામાં ૦૧ કેસ
  • ગીર 1 કેસ

ગુજરાતમાં શુક્રવારથી શનિવાર બપોર સુધીના છેલ્લા ૧૨ કલાકમાં નોવેલ કોરોના વાઈરસનો એક પણ નવો કેસ નોંધાયો નહોતો. શુક્રવારે રાત્રે રાજકોટમાં ત્રણ અને શનિવારે નવા છ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ચાર કેસ લોકલ ટ્રાન્સમિશનથી થયા છે. આમ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ૫૩ પર પહોંચ્યો છે. જોકે મહેસાણા જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. છ નવાં કેસમાં અમદાવાદમાં ત્રણ અને મહેસાણા, ગાંધીનગર, વડોદરામાં એક-એક કેસનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં નોવેલ કોરોનાથી સુરત, અમદાવાદ અને ભાવનગરમાં એક- એક મળીને કુલ ત્રણના મોત થઇ ચૂક્યાં છે.

India Tally as on 29 March @ 11am

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1866
KERALA1821
KARNATAKA763
TELANGANA661
UP550
RAJASTHAN540
GUJARAT534
TAMIL NADU421
DELHI392
PUNJAB381
HARYANA330
J&K311
MADHYA PRADESH302
WEST BENGAL171
ANDHRA PRADESH140
LADAKH130
BIHAR91
ANDAMAN 90
CHANDIGARH80
UTTARAKHAND60
CHHATTISGARH60
ODISHA30
HIMACHAL 31
GOA30
PUDUCHERRY10

ભારત કોરોનાનાં સકંજામાં: શનિવારના એક જ દિવસમાં ૨૩૦ કેસ

દેશમાં કોરોના વાયરસના 979 કેસ નોંધાયા છે, જ્યારે 25થી વધુના મોત થઈ ગયા છે. દેશમાં કુલ 87 લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે. હાલ દેશમાં કુલ 867 એક્ટિવ કેસ છે.

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે શનિવારે આપેલી જાણકારી મુજબ દેશમાં એક જ દિવસમાં (છેલ્લા ૨૪ કલાકમાં) કોરોના વાઇરસના પૉઝિટિવ રિપોર્ટવાળા નવા ૨૩૦ કરતાં પણ વધુ કેસ નોંધાયા હતા. એ સાથે, કોવિડ-૧૯ની મહામારીના ભારતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની સંખ્યા ૯૫૩ થઈ ગઈ છે. આ મહારોગને લીધે ભારતમાં વધુ બે જણના મૃત્યુ થતાં મૃતકોનો આંકડો શનિવારે ૧૯ ઉપર પહોંચ્યો હતો. જોકે, ૯૫૩માંથી ૮૦ જેટલા લોકોને કોરોનામાંથી મુક્તિ મળી છે.

ચીન, અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાએ જે હાહાકાર મચાવ્યો છે અને વાઇરસના ચેપવાળા તેમ જ મૃત્યુના જે આંકડા બહાર આવ્યા છે એ જોતાં ૧૩૦ કરોડ કરતાં વધુ લોકોની વસતિ ધરાવતા ભારતમાં ૯૦૦+ કેસનો આંકડો મોટો ન કહેવાય, પરંતુ સમગ્ર દેશ માટે અત્યારે સ્થિતિ ગંભીર તો કહી જ શકાય અને લોકોએ વર્તમાન લૉકડાઉનના સમયગાળાના આવનારા દિવસોમાં વધુ સતર્ક રહેવું પડશે.

પહેલા ૧૫૦ કેસ ૪૯ દિવસમાં, 29મી માર્ચના એક દિવસે ૨૩૦થી વધુ કેસ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઇરસનાં પહેલા ૧૫૦ કેસ વર્ષ ૨૦૨૦ની ૩૦ જાન્યુઆરીથી ૧૮મી માર્ચ સુધીમાં (૪૯ દિવસમાં) નોંધાયા હતા અને ચોંકાવનારી બાબત એ છે કે એ પછીના ૧૦ દિવસમાં (એટલે કે ૧૮ માર્ચથી ૨૮ માર્ચ સુધીના છેલ્લા ૧૦ દિવસમાં) બીજા ૭૬૮ કેસ દેશમાં નોંધવામાં આવ્યા છે. વધુ આંચકાજનક વાત એ છે કે કોરોનાનાં પહેલા ૧૫૦ પૉઝિટિવ કેસ ૪૯ દિવસમાં નોંધાયા, પણ ગઈ કાલના (શનિવારના) એક જ દિવસમાં ૨૩૦ કરતાં વધુ પૉઝિટિવ કેસ બન્યા હતા. શનિવારે સાંજ સુધીમાં દેશમાં કોરોનાના કુલ ૯૫૩ કેસ બનતાં પરિસ્થિતિ દિન-પ્રતિદિન વિપરીત વળાંક લઈ રહી હોવાનું જણાયું છે. ભારતમાં આ મહામારીથી ગઈ કાલ સાંજ સુધીમાં ૧૯ મૃત્યુ થયા હતા.

ગુજરાતમાંથી દોઢ લાખ રાજસ્થાનીઓ વતન ગયાં

કોરોનાના કહેરને પગલે રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો સીલ કરતા ગુજરાતમાંથી અંદાજે દોઢ લાખથી વધુ લોકો રાજસ્થાનમાં પ્રવેશતા સરહદ પર અટવાતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે ઉદયપુર ખાતે દોડી આવી સ્થાનિક પ્રશાસન તંત્ર અને આરોગ્ય વિભાગને સૂચના આપી ગુજરાતમાંથી પ્રવેશતા તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરી સેનેટાઇઝેશન કરી પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથધરી હતી.

રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો પરથી સીલ હટાવી દઈ ગુજરાતમાંથી પરત ફરતા લોકોને પ્રવેશ આપવા માટે કામગીરી હાથ ધરી લોકોનું રજીસ્ટ્રેશન અને સેનેટાઇઝેશન કરીને જે ગામના હોય તે ગામનું નામ સરનામું લખીને રાજસ્થાનની બસો મારફતે તેમના વતન મોકલવા કામગીરી હાથ ધરી હતી. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર અને પોલીસતંત્ર દ્વારા ખડે પગે સરહદ પર ઉભા રહીને તપાસ હાથ ધરી બીમાર અને તાવ શરદી ઉધરસ, ખાંસીના લક્ષણો ધરાવતા લોકોને ડુંગરપુર સારવાર અર્થે અને આઈસોલેશન માટે ખસેડવાની કામગીરી રાઉન્ડ ધી ક્લોક ચાલી રહી છે.

કોરોના અપડેટ 28/3 @ 12 Noon :

એક્ટીવ કેસ ભારત-775 ગુજરાત-53 સૂરત-06

ગુજરાતમાં 6 નવા કેસમાં સૂરતનો એક પણ નહીં, 5 એપ્રિલ સુધી કેસ વધવાની શક્યતા

ગુરુથી શુક્રવારના સમયગાળામાં એકપણ પોઝીટીવ દર્દી જ્યાં મળ્યો ન હતો એ ગુજરાતમાં શુક્રવારે બપોર બાદ મોકલાયેલા સેમ્પલ્સમાં કોરોના વાયરસના પોઝિટિવ હોય એવા વધુ 6 દર્દીઓનો ઉમેરો થતાં આંકડો વધીને 53 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં 6 નવા કેસમાં સૂરતનો એક પણ નહીં

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના મળેલા વધુ નવા છ કેસમાં સૂરત શહેર કે દક્ષિણ ગુજરાતમાં એક પણ કેસ નહીં હોવાનું જાણવા મળ્યું છે જે નવા કેસો છે એ ગાંધીનગર, અમદાવાદ અને વડોદરાથી મળ્યા હોવાનું જણાવાયું છે.

  • 6 નવા કેસ પોઝીટીવ
  • વડોદરા 1, UKથી આવેલ પુરૂષ 66 વર્ષ
  • ગાંધીનગર 1 લોકલ, પુરૂષ 81 વર્ષ
  • મહેસાણા 1 લોકલ પુરુષ 52 વર્ષ
  • અમદાવાદ 1 ઈંદોરથી આવેલ 70 વર્ષ
  • અમદાવાદ 1 લોકલ પુરુષ 33 વર્ષીય
  • અમદાવાદ 1 લોકલ મહિલા 45 વર્ષ

રાજ્યમાં અત્યારસુધી 934 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. સરકારના આંકડા અનુસાર, કોરોનાનો ભોગ બનેલા ત્રણ લોકો સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.

ત્રણ કેસમાં વાયરલ લોડ ક્લિયર થયો 

રાજ્યમાં ત્રણ પોઝિટિવ કેસ સુધારા પર છે. નિર્ધારીત સમય બાદ બે વાર ટેસ્ટ કરતા તેમા વાયરલ લોડ ઘટ્યો અને વાયરલ લોડ ક્લિયર થયો હોવાના સારા સમાચાર છે. વડોદરાના જ એક પુરુષ અને બે મહિલાના કેસ સુધારા પર જેમને ધીમે ધીમે ડિસ્ચાર્જ પણ કરાશે. જો કે આ લોકોને પણ 14 દિવસ સુધી હમો ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે તેમ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જણાવ્યું હતું.

ડૉ. રવિએ ઉમેર્યું હતું કે, ICMR કે જે સર્વોચ્ચ રેગ્યુલેટરી ઓથોરિટી છે જેના પ્રોટ્રોકોલ મુજબ જ કોરોનાના ટેસ્ટ થાય છે. જે મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 993 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે, જે પૈકી 938 સેમ્પલ નેગેટીવ આવ્યા છે, માત્ર 53 કેસ પોઝીટીવ છે તેમજ બે રીપોર્ટમાં કન્ફર્મેટરી ટેસ્ટ ચાલી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં 20,103 નાગરિકોને હોમ કોરોન્ટાઈનમાં રખાયા હતા તેમાં ઘટાડો થયો છે અને હવે 19,340 લોકોને જ હોમ કોરોન્ટાઈન હેઠળ છે જ્યારે સરકારી કોરોન્ટાઈનમાં 657 લોકોને રખાયા છે. 

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે આરોગ્ય સેનાનીઓ દ્વારા હોમ ટુ હોમ અને ટેલિફોનિક સર્વેલન્સ-ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે જે સંદર્ભે 4 કરોડથી વધુ નાગરિકોને આવરી લેવાયા છે અને જેમાં તાવ, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો સામેથી કોન્ટેક કરીને તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

આરોગ્ય ખાતાના અગ્ર સચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, વધુ છ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં હાલ 20,103 લોકોને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે.

ભારતમાં 886 કેસ

Confirmed 873, Deaths 19, Recovered 79, Active 775

લોકડાઉનના ચોથા દિવસે દેશમાં કોરોનાના કન્ફર્મ કેસનો આંક 886 પર પહોંચ્યો છે, જેમાં 21 લોોકના મોત થયા છે. વિશ્વમાં 5.97 લાખ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. જેમાં ઈટાલીમાં 9 હજારથી પણ વધુ લોકોના તેના કારણે મોત થયા છે.

ગુજરાતમાં ગુરુવારની રાતથી શુક્રવારની બપોર સુધીના છેલ્લા ૨૪ કલાકમાં એક પણ કોરોના વાઈરસ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. ગુરૂવારે ૧૧ દર્દીઓના નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિએ કોરોના અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કો-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વોરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.

ડૉ. શ્રીમતી જયંતી રવિ એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કોરોનાના ૪૪ પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી અમદાવાદમાં ૧૫, સુરતમાં ૭, રાજકોટમાં ૫, વડોદરામાં ૮, ગાંધીનગરમાં ૭ અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ૪૪ પોઝિટિવ દર્દીઓ પૈકી ના ૩૬ દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે, જ્યારે અન્ય ૧૮ દર્દીઓ પૈકીના ૧૬ દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હોય. બે દર્દીઓ એવા છે જેમણે આંતરરાજ્ય મુસાફરી કરી હતી. આ વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોની પણ કાળજી લેવામાં આવી રહી છે. આવા લોકો એટલે કે ક્વોરેન્ટાઈન વ્યક્તિઓને ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચુસ્તપણે ક્વોરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે.

India update on 28/03/2020 @ 11 am

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1805
KERALA1730
KARNATAKA552
RAJASTHAN480
TELANGANA480
UP450
GUJARAT453
DELHI391
TAMIL NADU381
PUNJAB381
HARYANA330
MADHYA PRADESH302
J&K181
WEST BENGAL151
ANDHRA PRADESH140
LADAKH130
BIHAR91
CHANDIGARH70
CHHATTISGARH60
UTTARAKHAND50
ODISHA30
HIMACHAL 31
GOA30

ગુજરાતમાં ૩.૫૦ કરોડ લોકોનો સર્વે: ૩૭ હજારથી વધારે લોકોએ રાજ્યબહાર પ્રવાસ કર્યો હતો

ગુજરાત રાજ્યમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩ કરોડ, ૫૦ લાખ, ૬૯, ૯૨૬ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે ગુજરાતની અડધાથી વધારે વસ્તીનો સર્વે કરીને લોકોના આરોગ્યની સાચી ચિંતા કરી છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, ૩૭,૮૮૫ વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા છે, અને ૮,૨૬૫ જેટલી વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કર્યો છે. અત્યાર સુધીમાં ૧૧૮ જેટલી વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેમને સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે. ડૉ. શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં વેન્ટિલેટર અને જરૂરી દવાઓ તથા માસ્કનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. આરોગ્યની સંભાળ રાખતા જે કર્મચારીઓ ડૉક્ટરો ફરજ બજાવે છે તેમને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

હોમ કોરોન્ટાઇન પરિવારો પર હવે પોલીસ નજર રાખી રહી છે

રાજ્યમાં વિદેશથી આવેલા ૨૭ હજારથી વધારે લોકોમાંથી મોટાભાગના લોકોને ઘર અને હોસ્પિટલોમાં કોરોનાન્ટાઇન કરવામાં આવ્યા છે, સરકારી કોરોન્ટાઇનમાં કરતા માં રખાયેલાં શંકાસ્પદ દર્દીઓ પર પહેરો રાખવામાં આવી રહ્યો છે પરંતુ જે લોકોને તેમના ઘર પર જ હોમ કોરોનેટાઇન રાખવામાં આવ્યાં છે તેમના પર પહેરેદારી ન હોવાથી બહાર નિકળે છે. જેને કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધી જવાની ભીતિ ને પગલે હવેથી આવાં હોમ કોરોન્ટાઇન પરિવારો પર પણ પહેરો ગોઠવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં આ માટે ખાસ ટીમની કરવામાં આવી છે. પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં હોમ ક્વોરોન્ટાઇન છે ત્યાં હવે પોલીસ પણ દિવસમાં ચેકિંગ કરશે કે ઘરમાં રહે છે કે નહીં અને જો ઘરની બહાર નીકળે તો કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપી છે.

જાહેરનામા ભંગના ૨૫૦ ગુના થયા છે અને ક્વોરોન્ટાઇન ભંગના ૨૩૬ ગુના નોંધાયા છે.લોકડાઉનમાં લોકોને સમજાવીએ છીએ, જ્યાં લોકો નહીં સમજે ત્યાં કાયદાનો ઉપયોગ કરવો પડશે.રાજકોટ શહેરમાં ૫૧૫ જેટલા લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. આ તમામ લોકો માટે ૧૦૦ જેટલા સરકારી કર્મીઓની ટીમ બનાવી છે. આ ટીમ કોઈ હોમ ક્વોરન્ટીનનો નિયમ ન તોડો તો તેમની સામે ગૂનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ફર્ક સમજો આઇસોલેશન અને ક્વોરેન્ટાઇન વચ્ચેનો

હવે કોઇને શહેર બહાર જવા નહીં દેવાય : શહેરોમાં શ્રમજીવીઓ માટે ૫૪ રાહત કેમ્પો શરૂ કરાયા

રાજ્યમાં લોકડાઉનનો અમલ હોવાછતાં શાક માર્કેટ, કરીયાણાંની દુકાનો પર લોકોની ભીડ અને શ્રમજીવીઓ તથા શહેરોમાં રહેતા ગામડાનો પરિવારોની હિજરત ને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ સામે હવે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. હવેથી કોઇને પોતાનું સ્થળ છોડવા માટે પ્રતિબંધ સુધીના પગલા અને છુટક શાકભાજી માર્કેટો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. શ્રમજીવીઓ માટે રાહત કેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઘેર બેઠાં મળી રહે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. રાજ્યમાં બે શહેરોમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

ગામડાઓમાં સ્થાનિક આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. લોકડાઉનમાં વધુમાં વધુ પોલીસનોઉપયોગ થાય તે માટે સૂચના આપી છે. ખોટું કારણ બતાવશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે. તેમજ અત્યાર સુધી ૫૪ રાહત કેમ્પો પણ શરૂ કરવામાં આવ્યાછે. ગુજરાત બહાર જતા ૧૮ હજાર લોકોને રોકવામાં આવ્યા છે એવું રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, હોમક્વોરેન્ટાઈનનો ભંગ કરનારા ૨૩૬ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. લોકો નિયમોનું ઉલ્લંઘન ન કરે તો આપણે કોરોનાના દર્દીઓનીસંખ્યા ઓછી રાખવામાં સફળ રહી શકીશું, અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવી શકીશું.

ગુજરાતના મહાનગરોમાંથી ૫૦,૦૦૦ શ્રમિકોને વતન પહોંચાડ્યા

અપડેટ 27/3/20 @ 10 am : ગુજરાતમાં હવે ક્લાઇમેટ ચેન્જ : કોરોના-લૉકડાઉન વચ્ચે થંભી રહ્યું છે જનજીવન : 55 લાખ લિટર દૂધ ખપી રહ્યું છે ગુજરાતમાં

એક્ટીવ કેસ ભારત-640 : ગુજરાત 43 : સૂરત 6 : (76 રિકવર – 17 મોત)

ગુજરાતમાં એક તરફ કોરોનાનો ફફડાટ છે, લૉકડાઉનનો કડકાઇપૂર્વક અમલ કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ તા.26મી માર્ચ 2020ની સાંજથી ગુજરાતના ક્લાઇમેટમાં અસામાન્ય ફેરફારો જોવા મળ્યા. અમદાવાદ, ગાંધીનગર સમેત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા. સમગ્ર ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાતા શિયાળા જેવો માહોલ વર્તાયો. તા.27મી માર્ચ 2020ની સવારે સૂરતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અનુભવાયા. ગુજરાતીઓ માટે આ એક વિચિત્ર અનૂભુતિ છે. આ તમામ પ્રતિકુળતાઓ વચ્ચે ધૈર્ય જ એકમાત્ર ઉપાય છે. કેમકે આ સમય પણ વહી જવાનો છે.

કેસોની સંખ્યા 43 પર સ્થિર

ગુજરાતમાં તા.26મી માર્ચ 2020ના રોજ કોરોના વાયરસથી વધુ બે દર્દીઓના મોત થતાં અત્યાર સુધીમાં આ રોગથી મરનારાનો આંકડો 3 પર પહોંચ્યો છે જ્યારે વધુ ચાર કેસ નોંધાતા પોઝીટીવ દર્દીઓના આંકડો વધીને ૪૩ નો થયો છે. જોકે આ આંકડો સ્થિર થયો હોવાની વાતે રાહતની લાગણી જરૂર ફેલાય છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિએ તા.26મી માર્ચે જણાવ્યું હતું કે રાજયમાં નોવેલ કોરોનાના અત્યાર સુધીમાં કુલ ૪૩ કેસ પોઝિટિવ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ-૩ નાગરિકોના નિધન થયાં છે. આ મૃતકોની પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી છે.

રવિએ ઉમેર્યું કે રાજયમાં અત્યાર સુધીમાં જે કેસ પોઝિટિવ નોંધાયા છે તેમાં અમદાવાદમાં ૧૫, સુરતમાં ૦૭, રાજકોટમાં ૦૪, વડોદરામાં ૦૮, ગાંધીનગરમાં ૦૭, ભાવનગરમાં ૦૧ અને કચ્છમાં ૦૧ મળી કુલ-૪૩ કેસ નોંધાયા છે. રાજ્યના નાગરિકોને તાવ, શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો જણાય તો ૧૦૪ અને ૧૦૮ની આરોગ્યલક્ષી હેલપલાઈન સેવાનો વધુને વધુ ઉપયોગ કરવા પણ ભારપૂર્વક અનુરોધ નકરાયો છે.

તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસને કારણે જે ત્રણ નિધન થયા છે એમાં એક સુરત, એક અમદાવાદ અને એક ભાવનગરના વ્યક્તિનો સમાવેશ થાય છે. અમદાવાદ ખાતે જે મહિલાનું મૃત્યુ થયુ છે તે ૮૫ વર્ષની ઉંમર અને સાઉદી અરેબિયાની પ્રવાસ હિસ્ટ્રી ધરાવે છે તેમને માનસિક બિમારી સાથે અન્ય લક્ષણો હતા. જયારે ભાવનગર ખાતે ૭૦ વર્ષના એક પુરુષનું નિધન થયુ છે જેઓ ડાયાબિટિસ, કેન્સર, બ્લડપ્રેસર, હાઈપર ટેન્શન જેવી બિમારીથી અગાઉથી જ પીડાતા હતા તેમ તેમણે ઉમેર્યું હતુ.

ક્લાઇમેટ ચેન્જ

ગુજરાત રાજ્ય કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં ભારે પવન સાથે કેટલસાક ઠેકાણે સતત બીજા દિવસે વરસાદી ઝપટાં વરસ્યાં હતા. બુધવારે કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ દિક્ષિણ ગુજરાતમાં કેટલાક ઠેકાણે વરસાદ થયાં બાદ આજે ગુરૂવારે પણ ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું.

કચ્છમાં સામખિયાળી બાદ કેટલાક ઠેકાણે ગુરૂવારે પણ ઝાપટા વરસ્યા હતા. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો મંગળવારથી જ વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે. કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે. આજે બુધવારે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો.

ભર ઉનાળે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદના ઝાપટાં પડી રહ્યાં છે. ગુરૂવારે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ યથાવત રહ્યું હતું પરંતુ ભારે પવન પણ ફૂંકાયો હતો.

રાજ્યમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૩૦થી ૪૦૯ કિ.મી.ની ઝડપે પવન સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

હાલ દેશ અને રાજ્યનું તંત્ર કોરોના વાયરસ ને ફેલાતો અટકાવવા માટે લડી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદ રૂપી આફત આવવાની તૈયારી છે. આગામી દિવસોમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત જિલ્લામાં કમોસમાં વરસાદ પડાવાની સંભાવના રહેલી છે.

હવામાન વિભાગ તરફથી તા. ૨૫ માર્ચના રોજ પાંચ દિવસની આગાહી આપવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોના, લૉકડાઉન વચ્ચે ક્લાઇમેટ ચેન્જ : ફિઝિકલ દુનિયા નાની કરીને વર્ચ્યુઅલ દુનિયા મોટી કરવી એક જ ઉપાય

ગુજરાતમાં રોજ ૫૫ લાખ લીટર દૂધનું વિતરણ

ગુજરાતમાં કોરોનાના ૪૩ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. તેમાંથી ત્રણના તો મોત પણ થયા છે. લોકડાઉનના દિવસો દરમિયાન સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના મળી રહે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. ગુરૂવારે સવારે રાજ્યની શાકભાજી મંડળીઓ-માર્કેટમાં ૫૯ હજાર ક્વિન્ટલ શાકભાજી અને ૨,૬૮૦ ક્વિન્ટલ ફ્રુટની આવક થઈ છે. તેમજ રાજ્યમાં દૈનિક ૫૫ લાખ લીટર દૂધના પાઉચનું વિતરણ થઇ રહ્યું છે.

૫૯ હજાર ક્વિન્ટલ શાકભાજી

રાજ્યના સીએમઓના સચિવ અશ્વિની કુમારે કહ્યું હતું કે, ૫૯ હજાર ક્વિન્ટલ શાકભાજીમાં ૧૩,૬૫૫ ક્વિન્ટલ બટાટા, ૪,૩૫૦ ક્વિન્ટલ ડુંગળી, ૬૯૦૦ ક્વિન્ટલ ટમેટા અને ૩૪૦૦૦ ક્વિન્ટલ લીલા શાકભાજી રાજ્યના નાગરિકોના વપરાશ માટે ઉપલબ્ધ થયેલા છે. સમગ્ર રાજ્યમાં ૬૮ જેટલા શાકભાજી માર્કેટ કાર્યરત છે તેમજ ચૈત્રી નવરાત્રિના આ પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત રાખનારા લોકોને અગવડતા ન પડે તે માટે પુરતા ફળફળાદિ પણ બજારમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં ૬૧૦ ક્વિન્ટલ કેળાં, ૯૭૦ ક્વિન્ટલ સફરજન અને ૧૧૦૦ ક્વિન્ટલ અન્ય ફળફળાદી સહિત ૨૬૮૦ ક્વિન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે. અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે, ૬૦ લાખથી વધુ પરિવારોના ૩.રપ કરોડ જેટલા લોકોને એપ્રિલ-ર૦ર૦માં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિનામૂલ્યે અપાનારા ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાની પણ સરળતાએ ઉપલબ્ધિનું માઇક્રો પ્લાનીંગ પુરવઠા વિભાગે કરી દીધું છે.

પુંસરી ગામે મૃતકનું ડિજિટલ બેસણું યોજાયું

કોરોનાની મહામારીની ગંભીરતા સમજી લોકો મૃતક સ્વજન પાછળ બેસણું અને લોકાચાર અને મરણોત્તર વિધિ મુલત્વી રાખી રહ્યા છે. તલોદ તાલુકાના પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા પરિવારજનોએ ડિજિટલ બેસણું રાખ્યું હતું. મૃતકનો મુંબઈ રહેતો પુત્રે પણ ભારે હૈયે કોરોનાની ગંભીરતા સમજી વિડીયો કોન્ફરન્સથી પિતાને શોકાંજલિ પાઠવી હતી.

દેશમાં સૌ પ્રથમ સ્માર્ટ વિલેજ પુંસરીમાં કોરોનાની મહામારી વચ્ચે બુધવારે જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા મૃતકના પરિવારજનો અને કૌટુંબિક અગ્રણીઓ સાથે ચર્ચા કરી બેસણું રાખવામાં આવે તો દુ:ખમાં ભાગીદાર થવા અને શોકાંજલિ પાઠવવા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટે તો કોરોના વાઈરસ સંક્રમણની શક્યતાઓના પગલે ડિજિટલ બેસણું યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું ડિજિટલ બેસણું પુંસરી ગ્રામ પંચાયતના આઈ.ડી અને મૃતકના ભત્રીજા આશિષ દરજીના એફ.બી.આઈ.ડીનો ઉપયોગ કરી ફેસબુક લાઈવ અને વિડીયો કોન્ફરન્સથી યોજ્યું હતું, જેમાં મૃતકના મુંબઈ રહેતા પુત્ર અને રાજ્ય અને દેશમાં વસવાટ કરતા સગા-સંબંધીઓએ શોકાંજલિ પાઠવી હતી. ટેક્નોલોજીનો ઉપયોગ કરી દરજી પરિવારે દુ:ખદ પરિસ્થિતિમાં લોક ડાઉનની સ્થિતિમાં કોરોના વાઈરસને પ્રસરતો અટકાવવા સરાહનીય કામ કરવાની સાથે લોકોને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ભારત-વિશ્વના ન્યુઝ, ભારતમાં કેસોની સંખ્યા 700 પ્લસ

કોરોના વાયરસથી ગુરુવારે દેશભરમાં કુલ 7 લોકોના મોત થયા છે. જે ભારતમાં આ વાયરસથી એક જ દિવસમાં મૃત્યુનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ દેશમાં કોરોનાના સંક્રમણથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 20ને પાર પહોંચી ગઈ છે. તેમજ અહેવાલ અનુસાર નવા 71 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં દિલ્હીમાં 4 કેસ આવ્યા છે. રાજ્યોના અહેવાલ નુસાર ભારતમાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા 700થી પાર થઈ ગઈ છે. જ્યારે દુનિયામાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 5 લાખ 31 હજારથી વધારે થઈ ચૂકી છે. જ્યારે મૃત્યુ પામનારની સંખ્યા 24 હજારથી વધુ થઈ ગઈ છે. તો 1 લાખ 23 હજારથી વધુ લોકોએ આ વાયરસ સામેની લડાઈ જીતીને નવજીવન મેળવ્યું છે

કેરળમાં 137 કેસો

કેરળમાં અત્યાર સુધીમાં કોઇનું કોવિડ-19થી મોત થયું નથી. જો કે રાજ્યમાં ગુરૂવારના રોજ વધુ 19 કેસ નવા નોંધાયા. અહીં અત્યાર સુધીમાં 137 દર્દી છે જે દેશના કોઇપણ રાજ્યમાં સૌથી વધુ છે. ગુજરાતમાં ગુરૂવારના રોજ એક 70 વર્ષના વ્યક્તિનું મોત અને પાંચ નવા પોઝીટીવ કેસ દાખલ થયા. રાજ્યમાં પોઝીટીવ લોકોની સંખ્યા 44 સુધી પહોંચી ગઇ છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. ભાવનગરના રહેવાસી પીડિત તાજેતરમાં જ દિલ્હીથી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે તેઓ કેન્સર, ડાયાબીટીસ અને હાર્ટના દર્દી હતા.

India Corona Status as on 27 March 2020 at 10 a.m.

Confirmed : 724, Deaths : 17, Recovered : 67, Active : 640

STATE/UTCONFIRMEDDEATHS
KERALA1370
MAHARASHTRA1304
KARNATAKA552
TELANGANA450
GUJARAT433
RAJASTHAN410
UP410
DELHI361
PUNJAB331
HARYANA300
TAMIL NADU291
MADHYA PRADESH201
LADAKH130
J&K131
ANDHRA PRADESH120
WEST BENGAL101
CHANDIGARH70
CHHATTISGARH60
BIHAR61
UTTARAKHAND50
HIMACHAL PRADESH31
GOA30
ODISHA20
PUDUCHERRY10
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :