CIA ALERT
20. April 2024
March 30, 202014min10410

Related Articles



કોરોના કેસ : ભારત-1397 : ગુજરાત-81 : સૂરત-9

Share On :
Print Friendly, PDF & Email

કોરોના સ્પ્રેડ માટે અમદાવાદ દેશના 10 હોટસ્પોટમાં, ઇન્ફેકશન અટકાવવા યુદ્ધસ્તર પર કામગીરી શરૂ

કોરોના માટે દેશના ટોપ 10 હોટસ્પોટમાં ગુજરાતના અમદાવાદનો સમાવેશ

  • દિલશાદ ગાર્ડન
  • નિઝામુદ્દીન
  • નોઇડા
  • મૈરુત
  • ભીલવાડા
  • અમદાવાદ
  • કસરગડ
  • પથનમથ્થિટ્ટા
  • મુંબઇ
  • પૂના

કેન્દ્ર સરકારે કોરોના વાઇરસ સ્પ્રેડ માટે સૌથી વધુ સેન્સિટીવ હોય તેવા 10 હોટસ્પોટ જાહેર કર્યા છે. જેમાં ઉપરોક્ત દસ શહેરોના સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાંથી અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસો મળી આવ્યા છે. અહીં કોરોનાની રોકથામ માટે યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં મોટા ભાગના કેસો લોકલ ટ્રાન્સમિશનના

ગુજરાતમાં મળી આવેલા તા.31મી માર્ચે રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના મળેલા ૭૩ પોઝીટીવ કેસમાંથી ૩૭ લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગર હોટ સ્પોટ કર્યા છે. પાંચ દર્દીઓ હકારાત્મક રીતે સારવાર લઈ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ દર્દીઓ ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા માસ્ક અને સેનીટાઈઝરને જરૂરિયાતની વસ્તુમાં સામેલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એન-૯૫ માસ્ક ૯.૭૫ લાખ, પીપીઈ કીટ ૩.૫૮ લાખ અને ટ્રીપલ લેયર માસ્કનો ૧.૨૩ કરોડનો જથ્થો ઉપલબ્ધ છે. સરકાર દ્વારા ૧૦ લાખ નવા માસ્ક લેવામાં આવ્યા છે. અન્ન અને નાગરિક પુરવઠાના તમામ લોકોને માસ્ક આપવામાં આવશે.

તા.31મી માર્ચે ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય તેવા વધુ ૩ નવા કેસ ઉમેરાયા હતા. જેમાં એક અમદાવાદના ૫૫ વર્ષના પુરુષ, ગાંધીનગરના ૩૨ વર્ષના એક મહિલા અને એક ૨૮ વર્ષના રાજકોટના પુરુષનો કેસ છે જે તમામ લોકલ ટ્રાન્શમીશન ધરાવે છે.

  • ગુજરાતમાં કેસોની સ્થિતિ
  • અમદાવાદ 23
  • ગાંધીનગર 11
  • રાજકોટ 10
  • સૂરત 09
  • વડોદરા 09
  • ભાવનગર 06
  • ગીર સોમનાથ 02
  • કચ્છ 01
  • મહેસાણા 01
  • પોરબંદર 01

India Update :

  • Confirmed Cases : 1,397,
  • Total Deaths : 35,
  • Total Recovered : 124, 
  • Active Cases :1,238

State wise cases

STATE/UTCONFIRMEDDEATHS
KERALA2341
MAHARASHTRA2169
UP1010
DELHI972
KARNATAKA833
TELANGANA791
RAJASTHAN740
GUJARAT736
TAMIL NADU671
J&K542
MADHYA PRADESH473
PUNJAB413
HARYANA400
ANDHRA PRADESH400
WEST BENGAL262
BIHAR151
LADAKH130
CHANDIGARH130
ANDAMAN100
CHHATTISGARH80
UTTARAKHAND70
GOA50
ODISHA30
HIMACHAL31

ગુજરાતમાં 1400થી વધુ સેમ્પલ્સ ટેસ્ટીંગ થઇ ચૂક્યું છે

રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે તે પૈકી ૧૩૨૨ નેગેટિવ, ૭૩ પોઝિટિવ અને એક પેન્ડિંગ કેસ છે. જિલ્લાવાર પોઝિટિવ કેસની વિગતો આપતા ડો. રવિએ કહ્યું કે અમદાવાદ જિલ્લામાં ૨૩, સુરતમાં ૦૯, રાજકોટમાં ૧૦, વડોદરામાં ૦૯, ગાંધીનગરમાં ૧૧, ભાવનગરમાં ૦૬, ગીર સોમનાથમાં ૨ અને કચ્છ, મહેસાણા અને પોરબંદરમાં જિલ્લાદીઠ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જે ૭૩ કેસ પોઝીટીવ છે તેમાં ૬૦ દર્દી સ્ટેબલ છે, બે વેન્ટિલેટર પર તથા પાંચ દર્દીઓ પ્રોટોકોલ મુજબ ફરીથી ટેસ્ટ કરીને ટેસ્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ પણ અપાયું છે.

કેન્દ્ર દ્વારા અમદાવાદને કોરોના પ્રોટેકશન માટે હોટસ્પોટ જાહેર કરાયું

કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને હોટસ્પોટ સિટી જાહેર કરાયું છે જેની સામે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવ થઈને ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરના ક્લસ્ટરમાં જે કેસો નોંધાયા છે ત્યાં ક્લસ્ટર ક્ધટેન્ટ પ્રોટોકોલ મુજબ સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવી દીધી છે. આ વિસ્તારોમાં વસતા વૃદ્ધો-વયસ્કોનું પણ પરીક્ષણ કરી ખાસ કાળજી લેવાશે. ઉપરાંત આ વયસ્કોને જે સામાન્ય રોગ છે તેની દવાઓ-સારવાર સમયસર લેવા પણ અનુરોધ કરાયો છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યના નાગરિકો લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરે અને સૌ સંયમ રાખીને ઘરમાં જ રહે તે અત્યંત અનિવાર્ય છે.

ગુજરાતમાં હવે 9 લેબોરેટરીમાં કોરોના ટેસ્ટીંગ

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર તથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદની ત્રણ ખાનગી લેબોરેટરી ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરી, યુનિપથ લેબોરેટરી અને પાનજીનો મિક્સ લેબોરેટરી અમદાવાદને પણ ટેસ્ટિંગ ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જૂનાગઢમાં કોરોના અંગે અફ્વા ફેલાવનાર 2ની ધરપકડ

જૂનાગઢ જિલ્લામાં હાલ કોરોનાને લઈને લોકડાઉન છે, ત્યારે મોબાઈલ ઉપર, વોટ્સએપ કે અન્ય સોશિયલ સાઈટ ઉપર અફ્વા ફેલાવતા અટકાવવા માટે જિલ્લા પોલીસે સાયબર સેલની મદદથી સોશિયલ સાઈટ પર મોનીટરીંગ શરૂ કરું હતું. જેમાં જૂનાગઢમાં જય વિર વચ્છરાજ નામના વોટ્સએપ ગ્રુપમાં એક મોબાઈલ નંબરના ઘારકે જનતા અને પોલીસ સાથેનો ઘર્ષણનો વીડિયો જૂનાગઢનો હોવાનું જણાવી વાયરલ કર્યો હતો, તેમજ ભેંસાણના કારીયા ગ્રુપમાં એક શખસે બ્રેકીંગ ન્યુઝ જૂનાગઢ જિલ્લામાં ભેંસાણમાં કોરોનાનો પ્રથમ કેસ પોઝિટિવ આવ્યો હોવાનો મેસેજ મુક્યો હતો તે જીગ્નેશ દેવગીરી મેઘનાથી નામના શખ્સ સામે પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. જ્યારે ત્રીજા બનાવમાં માંગરોળનાકાના મેરામણ ચાવડા નામના શખસે ગિર સોમનાથ જિલ્લામાં પોઝિટિવ જાહેર કરાયેલા વ્યક્તિ માંગરોળના એક વ્યવસાયિક પાર્ટનર અમદાવાદ એરપોર્ટથી રિસીવ કરી વેરાવળ આવેલા અને તે અનેક લોકોના સંપર્કમાં હોવાનો મેસેજ વાયરલ કર્યો હતો. પોલીસે તેની સામે ગુન્હો નોંધીને ધરપકડ કરી હતી.

Reported on 31 March 2020

ગુજરાતમાં 71 કેસ, 6 ના મોત

  • અમદાવાદમાં 23
  • રાજકોટ 10
  • સૂરત 09
  • રાજકોટ 09
  • ગાંધીનગરમાં 9
  • ભાવનગરમાં 6
  • ગીર સોમનાથમાં 2
  • કચ્છ 1
  • મહેસાણામાં 1
  • પોરબંદરમાં 1 કેસ પોઝિટિવ નોંધાયા છે.

India Update

Confirmed Cases : 1,251

Total Deaths : 32

Total Recovered : 102

Active Cases : 1,117

India State wise

STATE/UTCONFIRMEDDEATHS
KERALA2021
MAHARASHTRA1988
DELHI872
KARNATAKA833
UP820
TELANGANA711
GUJARAT716
TAMIL NADU671
RAJASTHAN590
J&K482
MADHYA PRADESH473
PUNJAB381
HARYANA360
ANDHRA PRADESH230
WEST BENGAL191
BIHAR151
LADAKH130
ANDAMAN 90
CHANDIGARH80
UTTARAKHAND70
CHHATTISGARH70
GOA50
ODISHA30
HIMACHAL31
PUDUCHERRY10

તા.30મી માર્ચે સોમવારે સાંજે ગુજરાતમાં સુરત અને રાજકોટમાં વધુ બે કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 71એ પહોંચ્યો છે અને 6 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધતા જઈ રહ્યાં છે. અને હવે ગુજરાતમાં મળી રહેલા કેસો લોકલ ટ્રાન્સમિશનને કારણે હોવાનું બહાર આવ્યું હોઇ, હવે રાજ્ય સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ લૉકડાઉનને સંપૂર્ણપણે ચુસ્ત રીતે પાલન કરાવવા માટે કટિબદ્ધ બન્યા છે.

સૌરાષ્ટ્ર કોરોના કન્ટ્રોલ રૂમ

લૉકડાઉનમાં કારણ વગર ફરતા લોકોના 6 હજાર વાહનો જપ્ત

પોલીસ લૉકડાઉનનું સંપૂર્ણપણે પાલન થાય તેવા પ્રયત્ન કરી રહી છે તો વગર કારણે બહાર નીકળેલા 6000 કરતાં વધુ વાહનો પણ જપ્ત કર્યા છે. આ ઉપરાંત રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પણ એક-બે ટામેટાં બહાર લેવા નીકળતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

ગુજરાતમાં કોરોનાથી છઠ્ઠું મોત: ૨૪ કલાકમાં ૧૧ નવા પોઝિટિવ કેસ

રાજ્યમાં હવે કોરોનાનું લોકલ ટ્રાન્સમીશન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ધીરે ધીરે પોઝીટીવ કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે બપોર સુધીમાં કુલ ૫૮ જેટલા પોઝીટીવ કેસ હતાં જેમાં ૨૪ કલાકમાં ૧૧ વધુ કેસનો વધારો થતાં રાજ્યમાં કુલ પોઝીટીવ કેસનો આંકડો ૬૯ થી ઉપર પહોંચ્યો છે જ્યારે સોમવારે ભાવનગરમાં એક પોઝીટીવ મહિલા દર્દીનું મોત થતાં કોરોનામાં મરનારાં દર્દીઓનો આંકડો છ ઉપર પહોંચ્યો છે.

અમદાવાદમાં સૌથી વધું ૨૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સોમવારની બપોર સુધીમાં છ નવા પોઝીટીવ કેસો નોંધાયા છે. જે સાથે રાજ્યમા કુલ ૬૯ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે જેમાં અમદાવાદમાં ૨૩, સુરતમાં ૮, રાજકોટમાં ૯, વડોદરામાં ૯, ગાંધીનગરમાં ૯, ભાવનગરમાં ૬, ગીર સોમનાથમાં ૨ અને કચ્છ, મહેસાણા, પોરબંદર પ્રત્યેકમાં એક-એક કેસ પોઝિટિવ છે. આ તમામ પૈકી ૫૯ દર્દીઓ સ્ટેબલ છે. અને બે દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રોગના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ છ નાગરિકોના નિધન થયા છે જેમાં અમદાવાદમા ત્રણ , ભાવનગરમાં બે, અને સુરતમા એક નાગરિકનુ નિધન થયું છે. ડો. રવિ વધુમાં ઉમેર્યું હતું કે આજે જે પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદના એક ૩૮ વર્ષના પુરુષનો કેસ છે.

અમેરિકાના વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવે છે એજ રીતે ભાવનગરના ચાર પુરુષ અને એક મહિલાનો કેસ છે જે લોક્લ ટ્રાન્સમિશન ધરાવે છે. રાજ્યમાં બે દર્દીઓને ૧૪ દિવસનો કોરંટાઇન પૂર્ણ થતા તેમના પ્રોટોકોલ મુજબ પુન:ટેસ્ટ કરતાં નેગેટિવ આવ્યા છે તેમને ડિસ્ચાર્જ પણ આપી દેવાયુ છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, હાલ ૧૮,૭૦૧ હોમ કોરંટાઇન, ૭૪૪ સરકારી, ૧૭૨ ખાનગી મળી કુલ ૧૯,૬૧૭ લોકો કોરંટાઇન હેઠળ છે. રાજ્યમા હોમ ટૂ હોમ અને ટેલીફોનિક સર્વેલન્સ હેઠળ અત્યાર સુધીમાં ૫.૯૦ કરોડ નાગરિકોનું સર્વેક્ષણ – ટ્રેકિંગ પૂર્ણ કર્યો છે.

સોમવારે તા.30મી માર્ચે દેશમાં કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા

આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા હતા અને ચાર જણ મૃત્યુ પામ્યા હતા.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રી લવ આગરવાલે જણાવ્યું હતું કે દેશમાં હાલમાં સ્થાનિક સ્તરે કોરોના વાઇરસનો રોગચાળો ફેલાઇ રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસના કુલ દરદીની સંખ્યા વધીને ૧,૨૪૨ થઇ છે અને મરણાંક ૩૫ થયો છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો રોગચાળો અટકાવવા માટે શારીરિક સંપર્ક ટાળવો બહુ જરૂરી છે. એક વ્યક્તિની બેદરકારીથી કોરોના વાઇરસ સમાજના અનેક લોકોમાં ફેલાઇ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસને લગતી અફવા ફેલાતી રોકવાને બદલે તેના સંબંધમાં સામાન્ય જનતાને જાગૃત કરવાની જરૂર છે.

દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચના આર. ગંગાખેડકરે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ માટે ૩૮,૪૪૨ જણ પર પરીક્ષણ (ટૅસ્ટિંગ) કરાયું હતું અને તેમાંના ૩,૫૦૧ જણની તપાસ તો માત્ર રવિવારે જ કરાઇ હતી.

તેમણે જણાવ્યું હતું કે દેશની વિવિધ ખાનગી લૅબમાં છેલ્લાં ત્રણ દિવસમાં ૧,૩૩૪ જણનું કોરોના વાઇરસ માટે પરીક્ષણ કરાયું હતું. આમ છતાં, આપણી પાસે હજી પણ પરીક્ષણની જરૂરી ક્ષમતા ૩૦ ટકાથી ઓછી છે.

Reported on 30 March 2020

કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી 21 દિવસના લૉકડાઉનને લંબાવવાની કોઇ યોજના નથી

કોરોના અપડેટ : ભારત-1024 (મોત-28), ગુજરાત-69 (મોત-6) સૂરત-7 (મોત-1)

ગુજરાતના ભાવનગર ખાતેથી કોરોનાના એક સાથે 5-5 કેસ પોઝીટીવ મળી આવતા ગુજરાતના આરોગ્ય તંત્રમાં હલચલ મચી ગઇ છે. ભાવનગર કલેક્ટરે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે એક સાથે પાંચ દર્દીઓના સેમ્પલ્સનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. એથી વિશેષ આજરોજ તા.30મી માર્ચ 2020ના રોજ ભાવનગર ખાતે કોરોના પોઝીટીવ એવી 45 વર્ષિય મહિલાનું મોત નિપજ્યું હતું. આ મહિલાને તેના સંબંધી દ્વારા કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જણાય આવે છે.

સૌથી વધુ પોઝિટિવ કેસનો આંકડો પણ અમદાવાદનો જ છે. અહીં 23 દર્દીઓ પોઝિટિવ છે જ્યારે ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં 9-9 કેસ છે, તો સુરતમાં 8, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2, મહેસાણામાં 1, પોરબંદરમાં 1, કચ્છમાં 1 પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં પાછલા 12 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા છે.

  • ગુજરાત કોરોના અપડેટ 30મી માર્ચ 2020 બપોરે 12 કલાકે
  • અમદાવાદ 23
  • ગાંધીનગર 9
  • રાજકોટ 9
  • વડોદરા 9
  • સૂરત 8
  • ભાવનગર 6
  • ગીર-સોમનાથ 2
  • મહેસાણા 1
  • પોરબંદર 1
  • કચ્છ 1

સૂરતની વાત કરીએ તો સૂરતમાં કુલ 7 પોઝીટીવ કેસ છે. એક વ્યક્તિનું મોત નિપજી ચૂક્યું છે. કુલ 10 સેમ્પલ્સ પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે.

  • સૂરત કોરોના અપડેટ તા.30મી માર્ચ 2020 બપોરે 12 કલાકે.
  • કુલ સેમ્પલ્સ 89
  • પોઝીટીવ કેસ 07 (એક મોત)
  • રીકવર 01
  • પેન્ડિંગ 02
  • નવા શંકાસ્પદ કેસીસ 08

Confirmed Cases – 1,024, Deaths – 27 Total Recovered-96 Active Cases -901

India State wise Cases on 30/03 at 10am

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1866
KERALA1821
KARNATAKA763
TELANGANA661
UP660
GUJARAT595
RAJASTHAN540
TAMIL NADU421
DELHI392
PUNJAB381
HARYANA330
J&K312
MADHYA PRADESH302
ANDHRA PRADESH190
WEST BENGAL181
LADAKH130
BIHAR91
ANDAMAN90
CHANDIGARH80
UTTARAKHAND60
CHHATTISGARH60
GOA60
ODISHA30
HIMACHAL31
PUDUCHERRY10

કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

સમગ્ર દેશમાં પરપ્રાંતીય કામદારોની મોટા પાયે હિજરત શરૂ થતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે લૉકડાઉન પિરીયડ જે 21 દિવસ છે તેને લંબાવવાની હાલમાં કોઇ યોજના નથી.

ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો કુલ ૫૮ કેસમાં ૨૬ લોકલ ટ્રાન્સમિશનવાળા દર્દીઓ

વિદેશી વાયરસ કોરોનાના મોટાભાગના દર્દીઓ સામાન્ય રીતે વિદેશ પ્રવાસથી પરત આવેલા લોકોમાં જ પ્રથમ તબક્કે જોવા મળે છે પરંતુ આવાં લોકોના દેશમાં આવ્યાં બાદ પ્રથમ તેમના સંપર્કમાં આવેલાને ચેપ લગાડે છે ત્યારબાદ ત્રીજી વ્યકિત સુધી આવો ચેપ પ્રસરી જતો હોય છે. ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે વિદેશ પ્રવાસથી પરત આવેલા લોકો બાદ સ્થાનિક લોકોને પણ ઝડપમાં લેવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ ૫૮ જેટલા પોઝીટીવ કેસમાંથી ૨૬ લોકો સ્થાનિક છે જેઓ ક્યારે વિદેશ ગયાં જ નથી પરંતુ વિદેશ પ્રવાસીઓની સંપર્કમાં આવ્યાં બાદ કોરોનાનો શિકાર બની રહ્યાં છે.

ગુજરાતમાં સરકાર અને પોલીસ દ્વારા લોકડાઉનની સ્થિતિ વધુ કડક બનાવામાં આવી રહી છે. તેની પાછળનું એક કારણએ પણ છે કે, ગુજરાતમાં નોંધાયેલા કોરોના પોઝિટિવના કુલ ૫૮ કેસમાં વિદેશથી આવેલા પ્રવાસીઓ જેટલા જ કેસો લોકલ ટ્રાન્સમિશનના બહાર આવી રહ્યા છે. ગુજરાતના કુલ ૫૮ કેસમાં વિદેશના ૨૮ કેસની સાથે લોકલ ટ્રાન્સમિશનના ૨૬ અને આંતરરાજ્યના ચાર કેસ છે. ગુજરાતમાં કોરોનાના કારણે થયેલા પાંચ મોતમાં પણ બે લોકલ ટ્રાન્સમિશન અને બે આંતરરાજ્યના કેસ છે. અમદાવાદમાં કુલ કોરોનાના ૨૧ પોઝિટિવ કેસમાં સાત કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જયારે બે આંતર રાજ્ય અને ૧૨ વિદેશના છે. આ ઉપરાંત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તો લોકલ ટ્રાન્સમિશનના કેસ સૌથી વધુ છે. ગાંધીનગરમાં કુલ ૯ કેસમાં ૭ લોકલ ટ્રાન્સમિશનના છે. જ્યારે રાજકોટમાં પણ કુલ ૮ કેસમાં ૬ લોકલ ટ્રાન્સમિશનના છે. સુરતમાં કુલ ૭ કેસમાં ૨ લોકલ અને ૪ વિદેશી છે. વડોદરામાં પણ કુલ ૯ કેસમાં ૩ લોકલ ટ્રાન્સમિશન વાળા છે.

ગુજરાતમાં કોરોનાથી વધુ બે દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો

ગુજરાતમાં ૧૨ કલાકમાં કોરોના વાયરસથી વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. કેસના રીપોર્ટ રાત સુધીમાં આવતા કેસનો આંકડો 61 કેસ થયો છે. બીજી તરફ અમદાવાદમાં વધુ બે દર્દીઓના મોત થતાં રાજ્યમાં કોરોના વાયરસથી મરનારાંઓનો આંકડો પાંચ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં ત્રણ અને ભાવનગર સુરતમાં એક-એક દર્દીઓના મોત થયાં છે. અમદાવાદમાં શનિવારે રાત્રે એક પોઝિટિવ દર્દીનું મોત થયાં બાદ આજે રવિવારે વધુ એકનું મોત થયું હતું જ્યારે નવાં ત્રણ પોઝિટિવ દર્દી સાથે અત્યાર સુધીમાં કુલ ૨૧ જેટલા દર્દીઓ નોંધાયાં છે. રવિવારે મોત પામનારાં દર્દીને ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં ૬૭ વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશન થી ચેપ લાગ્યો હતો.

આ ઉપરાંત ૩૪ વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. આમ રવિવારની સાંજ સુધીમાં નવા ત્રણ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ સવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૫૮ કેસમાં અમદાવાદમાં ૨૧, સુરતમાં ૦૭, રાજકોટમાં ૦૮, વડોદરામાં ૦૯, ગાંધીનગરમાં ૦૯, ભાવનગર, કચ્છ, મહેસાણા અને ગીર સોમનાથ સહિત પ્રત્યેક જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.

ડો. જયંતિ રવિએ ઉમેર્યું કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ અને જિલ્લા કક્ષાએ ૫૫૦૦ જેટલા બેડની અલાયદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ખાતે ૧૨૦૦, સુરત ખાતે ૫૦૦, વડોદરા ખાતે ૨૫૦, રાજકોટ ખાતે ૨૫૦ બેડની સુવિધાવાળી ખાસ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. એજ રીતે રાજ્યના તમામ જિલ્લામાં ૫૦ સરકારી અને ૫૦ ખાનગી મળી અંદાજે ૧૦૦ બેડની સુવિધાવાળી ૩૩૦૦ બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

પોઝીટીવ કેસોના દર્દીઓ કે જે વધુ ક્રિટીકલ હોય તો તેમને વેન્ટીલેટરની જરૂરિયાત પડે તેવા કિસ્સાઓમાં સારવાર પૂરી પાડવા રાજ્યમાં કુલ ૨૭૬૧ વેન્ટીલેટર્સ ઉપલબ્ધ છે જેમાં ૧૦૬૧ સરકારી સંસ્થામાં અને ૧૭૬૧ ખાનગી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. નવા વેન્ટીલેટર્સ ખરીદવાની પક્રિયા પણ હાથ ધરવામાં આવી છે, એવું તેમણે જણાવ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :