CIA ALERT
23. April 2024
April 2, 202037min11230

Related Articles



3/4/20 @ 11am : ભારત-2301 (56-મોત) : ગુજરાત-95 (8-મોત) : સૂરત-12 (1-મોત)

Share On :
Print Friendly, PDF & Email

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા મળેલા 7 કેસ, તમામ અમદાવાદના, પંચમહાલના એક દર્દીનું મોત

Gujarat Update

  • ગુજરાતમાં કોરોના ના 95 કેસ, મોત -8, સાજા-10
  • આજે 3 April અમદાવાદમાં વધુ 7 કેસ નોંધાયા,
  • પંચમહાલમાં 1 મોત
  • અમદાવાદ:38
  • સુરત:12
  • રાજકોટ: 10
  • વડોદરા:9
  • ગાંધીનગર:11
  • ભાવનગર :7
  • કચ્છ:1
  • મહેસાણા -1
  • ગીરસોમનાથ -2
  • પોરબંદર -3
  • પંચમહાલ-1
  • અત્યાર સુધી કુલ 1944 ટેસ્ટ કર્યા.

ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના પોઝીટીવ હોય તેવા વધુ 7 દર્દીઓનો ઉમેરો થયો હતો. રાજ્યમાં નવા મળેલા સાતેય કેસો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાંથી મળી આવેલા એક કેસમાં દર્દીનું મોત નિપજતા ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને કુલ 8 થવા પામી છે.

India Update on 3 April at 10 am

Confirmed Cases : 2,301,  Total Deaths : 56, Total Recovered : 157, Active Cases : 2,088

Confirmed Cases : 2,301,  Total Deaths : 56, Total Recovered : 157, Active Cases : 2,088

India State wise cases

STATE/UTCasesDEATHS
MAHARASHTRA33516
TAMIL NADU3091
KERALA2862
DELHI2194
RAJASTHAN1330
ANDHRA PRADESH1321
KARNATAKA1243
UTTAR PRADESH1132
TELANGANA1073
M.PRADESH996
GUJARAT958
JAMMUKASHMIR702
WEST BENGAL533
PUNJAB464
HARYANA430
BIHAR241
CHANDIGARH180
ASSAM160
LADAKH140
ANDAMAN100
UTTARAKHAND100
CHHATTISGARH90
GOA60
HIMACHAL61
ODISHA50
PUDUCHERRY30
MANIPUR20

24 કલાકમાં દેશમાં કોરોના પોઝીટીવનો આંકડે 2000થી 2500 નજીક પહોંચી ગયો, નવા કેસોમાં 65 ટકા દિલ્હી મરકઝ સાથે કનેકશન ધરાવે છે

દિલ્હી સ્થિત મરકઝમાં તબલીગી જમાતના કાર્યક્રમના કારણે દેશભરમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત ત્રીજા દિવસે પણ વધારો થયો છે. માર્ચ મહિનાના મધ્યમાં દિલ્હી મરકઝ ખાતે યોજાયેલા તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો પૈકી 295 લોકોને કોરોના પોઝિટિવ હોવાનું રિપોર્ટમાં આવ્યું છે. ગુરુવારે રાત્રે પૂરા થતા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના નવા પોઝીટીવ કેસોની સંખ્યા 485 હતા જેમાંથી 50 ટકાથી વધુ કેસ દિલ્હી સ્થિત મરકઝમાં ગયેલા તબલીગી જમાત લોકો સાથે કોઇકને કોઇક રીતે કનેકશન ધરાવે છે અથવા તો એવા દર્દીઓ છે જેઓ પોતે જ મરકઝમાં સામેલ હતા.

તા.1લી એપ્રિલે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 1965 હતા, તા.2જી એપ્રિલે આ આંકડો એક જ દિવસમાં વધીને 2500 પર પહોંચી ગયો છે.

દિલ્હીમાં સૌથી વધુ કેસ તબલીગી મરકઝ સાથેના કનેકશનના

દિલ્હીની વાત જ કરીએ તો ગુરુવારે ઓછામાં ઓછા 141 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. એકલા દિલ્હીમાં જ કોરોના પોઝીટીવ કુલ 141 કેસ પૈકી 129 કેસ તબલીગી જમાતના છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં 85 અને તામિલનાડુમાં 75 નવા કેસ સામે આવ્યા છે.

દક્ષિણ ભારતમાંથી દિલ્હી મરકઝમાં ગયેલા અને લોકો અને કોરોના પોઝીટીવ કેસો

દક્ષિણના રાજ્યો તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં સામે આવેલા કોરોના પીડિતોના કુલ આંકડામાંથી 143 લોકો દિલ્હી મરકઝમાં સામેલ હતા અથવા તો કોઇકને કોઇક રીતે આ કાર્યક્રમમાં સામેલ લોકો સાથે સંપર્કમાં આવીને કોરોના ઇન્ફેક્ટેડ બન્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આંધ્ર પ્રદેશના નોડલ અધિકારી શ્રીકાંત કહે છે કે અમે દિલ્હીથી આવેલા 758 લોકોના ટેસ્ટ કર્યા જે પૈકી 91 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ રાજ્યમાંથી સૌથી વધુ લોકો મકરજમાં ગયા હતા. મકરજની કુલ સંખ્યાના 16 ટકા જેટલા છે. અમારી પાસે તબલીગી જમાતના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામની જાણકારી છે અને જિલ્લા અધિકારીઓને તેમને ટ્રેસ કરવા માટે કહેવામાં આવ્યું છે.

તામિલનાડુમાં 75માંથી 74, તેલંગણામાં 27માંથી 26 અને કર્ણાટકમાં 14માંથી 11 નવા કેસ તબલીગી જમાતના છે. આંધ્રપ્રદેશમાં તમામ નવા 32 કેસ તબલીગી જમાતના છે.

દેશના અન્ય રાજ્યોની સ્થિતિ

દિલ્હી મરકઝમાં સામેલ થયા બાદ જુદા જુદા રાજ્યોમાં ગયેલા લોકોને ટ્રેશ કરવાની અપાયેલી સૂચના બાદ રાજ્યોની તપાસમાં બહાર આવ્યું છે. એ મુજબ મધ્યપ્રદેશ, આસામ, મણિપુર અને અરુણાચલમાં પણ કન્ફર્મ થયેલા કોરોનાના નવા કેસ આ જ સંગઠનના સાથે જોડાયેલા છે. રાજસ્થાનમાં 13 નવા કેસ પૈકી 3, યુપીના 10 નવા કેસ પૈકી 2 અને મહારાષ્ટ્રના 88 નવા કેસ પૈકી 8 કેસ તબલીગી જમાત સાથે કોઈને કોઈ રીતે સંપર્ક ધરાવે છે.

આસામના આરોગ્ય પ્રધાને કહ્યું કે, ‘રાજ્યના 503 લોકોએ તબલીગી જમાતના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જે પૈકી 488 લોકો સાથે અમારો સંપર્ક થઈ ચૂક્યો છે. તે પૈકી 361 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે કાર્યક્રમમાં ભાગ લેનાર 15 બીજા લોકોને ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’

ભાવનગરમાં સુરતથી ચાર લાખ લોકો આવ્યા: ટ્રેક કરવાનું અઘરું

ભાવનગર: શહેર અને જિલ્લામાં સુરત અને અમદાવાદ સહિતના મહાનગરોમાં આજીવિકા માટે ગયેલાં હજારો પરિવારો લોકડાઉન વચ્ચે જ રાતોરાત પોતાના વતન આવ્યાં હોવાથી તંત્ર આવાં લોકો પર વિશેષ ધ્યાન રાખી રહ્યું છે પરંતુ અંદાજે ચાર લાખ લોકોમાંથી જે લોકો છુપાઇને આવ્યાં છે એવાં અઢી લાખ જેટલા લોકોને ટ્રેક કરવાનું પણ કઠીન બની રહ્યું છે.

ભાવનગરમાં કોરોના પોઝિટિવના છ થી વધુ કેસ નોંધાઇ ચૂકયાં છે અને બે દર્દીઓના મોત પણ થયાં છે. મરનારાં આ બન્ને દર્દીઓએ અનુક્રમે દિલ્હી અને સુરતનો પ્રવાસ કર્યો હતો, જયારે એક મહિલા દર્દી સુરતમાંથી હિજરત કરીને આવી હોવાનું જાણવા મળે છે. સુરત અને અન્ય શહેરોમાંથી ભાવનગર અને જિલ્લાના ગામડાઓમાં દોઢ લાખ લોકો આવ્યા છે તે કાગળ ઉપર છે. પરંતુ છૂપાઈને કે અન્ય ટેન્કરો, વાહનમાં બેસીને આવેલા અઢી લાખથી વધારે લોકોને ટેક કરવા અઘરી વાત છે.

ભાવનગર જિલ્લાના ડીડીઓ વરૂણ બરનવાલે જણાવ્યું હતું કે ગામડામાં કોણ અન્ય શહેરોમાંથી આવ્યું છે તે માહિતી મેળવવા હેલ્થ કર્મીઓ જાય છે પણ તેમની સાથે લોકો ગેરવર્તન કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ આવા ખરાબ સમયે લોકોને વિવેક સાથે મદદ કરવા અપીલ પણ કરી હતી.

રાજકોટનો પ્રથમ દર્દી રિકવર થઇને ઘરે ગયો

ગુજરાતમાં ગુરુવારની સવાર સુધીમાં સાત જેટલા પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલોમાં સાજા કરીને તેમને રજા પણ આપી દેવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ પોઝિટિવ કેસ ૧૭મી માર્ચે રાજકોટમાં નોંધાયો હતો જેને આજે ગુરૂવારે સાજો કરીને રજા આપી દેવામાં આવી હતી. ૩૧મી માર્ચે રાજકોટમાં ૧૬ રિપોર્ટ અને ૧લી એપ્રિલે ૧૨ દર્દીના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવતા જ રાજકોટવાસીઓમાં એક પોઝિટિવીટી આવી રહી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૦ પોઝિટિવ કેસ નોંધાયાં છે જેમાંથી ત્રણ દર્દી વિદેશ પ્રવાસથી આવેલાં છે જ્યારે સાત દર્દી લોકલ છે.

રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દેખાયો હતો અને આ યુવાન દર્દીને ૧૭મીએ શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ૧૫ દિવસથી સારવાર ચાલી રહી હતી. હવે યુવાન કોરોનાગ્રસ્ત નથી.

Reported on 2 April 2020

કોરોના અપડેટ ભારત-1965 (50-મોત), ગુજરાત-87 (7 મોત) સૂરત-12 (1 મોત) (02 April 11 am)

સૂરત કોરોના અપડેટ (2 એપ્રિલ સવારે 10)

  • કુલ સેમ્પલ્સ ટેસ્ટીંગ 141
  • 122 નેગેટીવ
  • 10 પોઝીટીવ (સૂરત શહેર વિસ્તાર)
  • 02 પોઝીટીવ (સૂરત ગ્રામ્ય વિસ્તાર)
  • 02 રિકવર (શહેર વિસ્તાર)
  • 01 મૃત્યુ
  • 09 રિપોર્ટ વેઇટીંગ

ગુજરાત અપટેડ (2 એપ્રિલ સવારે 10)

  • અમદાવાદ 31
  • સૂરત 12
  • ગાંધીનગર 11
  • વડોદરા 09
  • રાજકોટ 10
  • ભાવનગર 07
  • ગીર 02
  • મહેસાણા 01
  • કચ્છ 01
  • પોરબંદર 01

ગુજરાતમાં હાલ 87 એક્ટીવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર બાકીના 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા

તા.2જી એપ્રિલ 2020ના રોજ સવારે ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોનાની અપડેટ વિગતો આપતા જણાવ્યું છેકે, ગુજરાત માટે રાહતના સમાચાર છેકે ગઇકાલ 1લી એપ્રિલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે. અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.

INDIA : Confirmed Cases : 1,965, Total Deaths : 50, Total Recovered : 151, Active Cases : 1,764 (2/4/20 @ 10am)

India Statewise

STATE/UTCasesDEATHS
MAHARASHTRA3029
KERALA2412
TAMIL NADU2341
DELHI1522
UP1032
KARNATAKA1013
TELANGANA963
RAJASTHAN930
AP830
GUJARAT877
MP663
J&K622
HARYANA430
PUNJAB423
WEST BENGAL373
BIHAR231
CHANDIGARH160
LADAKH130
ANDAMAN100
CHHATTISGARH90
UTTARAKHAND70
GOA50
ODISHA40
HIMACHAL31
PUDUCHERRY30
ASSAM10
JHARKHAND10

વડોદરામાં કોરોના વાયરસથી પહેલું મોત

કોરોના વાયરસના કારણે વડોદરામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ મોતના કારણે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ વખતે નિઝામપુરામાં રહેતા 55 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. આ પહેલા અમદાવાદમાં 3, ભાવનગરમાં 2, સાબરકાંઠામાં 1નું મોત થયું હતું.

આજે 55 વર્ષના પુરુષનું કોરોના વાયરસના કારણે મોત થયું છે જેઓ શ્રીલંકા પ્રવાસથી પરત ફર્યા હતા. પરિવારના 4 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે આ મોતની પુષ્ટી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પણ કરવામાં આવી છે. મૃતકના પરિવારના ચાર સભ્યો હાલ કોરોના વાયરસના કારણે સારવાર હેઠળ છે.

ICMRની ચેતવણી: કોરોનાવાયરસથી બચવા મેલેરિયાની આ દવા લેવાની ભૂલ ના કરશો

હાઈડ્રોક્સિક્લોરોક્વિન કોરોનાથી બચાવે છે તેવું માની ઘણા લોકો તેનો સ્ટોક કરી રહ્યા છે. જોકે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સિનિયર વૈજ્ઞાનિક રમન આર ગંગાખેડકરે જણાવ્યું છે કે આ દવા સામાન્ય વ્યક્તિએ ના લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે હાઈડ્રોક્સિક્લોરોક્વિન કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર્સ અને તેમના સંપર્કમાં આવેલા લોકોને જ અપાય છે.

આ દવાને આરોગ્ય મંત્રાલય દ્વારા એસેન્શિયલ ડ્રગ જાહેર કરાઈ છે અને હાલની સ્થિતિમાં તેની વધારે જરુર હોવાથી રાજ્યોમાં તેના વિતરણ અને વેચાણ પર નિયંત્રણ મૂકી દેવાયા છે. ICMRએ વારંવાર કહ્યું હતું કે સ્વસ્થ લોકો આ દવા લેવાથી દૂર રહે.

પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવશો તો પરિવારથી દૂર કરી ક્વોરન્ટીન કરવામાં આવશે

કોરોના વાઇરસ એ ચેપી રોગ છે જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેના સંપર્કમાં રહેલા વ્યક્તિને પણ ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડે છે. આ વાઇરસ વધુ ન ફેલાય તે માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જો તમે પણ આ બીમારીનો ભોગ બનો તો તમારા પરિવાર અને બાળકોથી દૂર થઈ જશો.

જેનું એક તાજું જ ઉદાહરણ અમદાવાદમાં રહેતા દંપતી સાથે થયું છે. પતિ-પત્નીના પોઝિટિવ કેસના કારણે તેમની પાંચ વર્ષની પુત્રી એકલી થઈ ગઈ હતી.

માતા-પિતાને હોસ્પિટલમાં દાખલ અને અમદાવાદમાં કોઈ પરિવારજન ન હોવાથી બાળકી રઝળી પડી હતી. જ્યાં સુધી કચ્છથી તેના પરિવારજન ન આવી જાય ત્યાં સુધી તેને એક સોસાયટીના પાર્કિગમાં મૂકેલી ગાડીમાં સુવડાવવાની ફરજ પડી હતી.

પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવામાં આવે છે. ત્યારે આ બાળકીને તેના પિતાના મિત્રના માતા-પિતા પાસે રાખવાની હતી. જો કે જ્યારે મિત્રની સોસાયટીમાં જાણ થઇ ત્યારે સોસાયટીના લોકોએ આ વાતનો વિરોધ કર્યો હતો.

બાળકીને અન્ય કોઈ વ્યક્તિના ઘરે પણ લઈ જવાય તેમ ન હતી. કારણ કે તેને લઈ જાય તો પરિવારને ક્વોરન્ટીનમાં રહેવું પડે.

જેથી જો કોઇ લોકડાઉનનો ચુસ્તપણે અમલ નહિ કરો અને કોઈ પોઝિટિવ કેસના સંપર્કમાં આવી ગયા હશો તો તમારે પણ ક્વોરન્ટીન થવું પડશે અને તમારા બાળકોથી અને પરિવારજનોથી દૂર થવું પડશે. એટલે ઘરમાં રહો અને સુરક્ષિત રહો.

માતા-પિતા કોરોના પોઝિટિવ અને પાંચ વર્ષની બાળકી નેગેટિવ: બાળકીને તેના કાકાને સોંપાઇ

કોરોનાની ભયાનકતા કેટલી હોય છે તેનો કેસ અમદાવાદમાં જોવા મળ્યો હતો. માતા પિતાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે ૫ વર્ષની દીકરીને નેગેટિવ આવતા જ દીકરીને મા-બાપથી વિખૂટી પાડી દેવામાં આવી છે. અમદાવાદમાં કોઈ સગું રહેતું ના હોવાથી દીકરીને પોલીસ અને હોસ્પિટલ સ્ટાફએ આખી રાત સાચવી રાખી હતી. એસ.પી રિંગ રોડ પર આવેલા ફ્લેટમાં રહેતા દંપતીનો કેસ પોઝિટિવ આવ્યો હતો. બંનેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાળકીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

દંપતીને પાંચ વર્ષની નાની બાળકીની સાર સાંભળનો પ્રશ્ન ઊભો થયો હતો. બાળકીને આખી રાત સોસાયટીના પાર્કિંગમાં સૂવડાવી હતી, પરંતુ હોસ્પિટલના સ્ટાફે માનવતા દાખવી અને બાળકીને પરત હોસ્પિટલ લાવવા કહ્યું હતું. ત્યાર બાદ બાળકીને એસવીપી હોસ્પિટલના સેફ ઝોનમાં રાખવામાં આવી હતી. એસવીપી હોસ્પિટલના ડોક્ટરો, મનપા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમપ્રકાશ અને એલિસબ્રિજ પીઆઈએ મદદ કરી બાળકીને તેના પરિવાર સુધી પહોંચાડવા મદદ કરી હતી.

એસ.પી.રિંગ રોડ પર રહેતા અને પોતાની કંપની ધરાવતા વ્યક્તિને ત્રણ દિવસ પહેલા કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ આવ્યો હતો. તેની પત્ની અને બાળકીનો પણ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સોમવારે રાતે તેની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે બાળકીનો નેગેટિવ આવ્યો હતો. પત્નીનો પણ ટેસ્ટ પોઝિટિવ આવતા માતા-પિતાને પોતાની પાંચ વર્ષની બાળકીની ચિંતા થઈ હતી. અને મૂળ અમદાવાદના અને કેનેડામાં રહેતા તેમના મિત્રને કહ્યું હતું કે બાળકીને તારા માતા-પિતાના ઘરે લઈ જા. તેમના મિત્રના માતા-પિતા બાળકીને લેવા જતા હતા. જોકે સોસાયટીના લોકોએ બાળકીને અહીંયા લાવવા પર વિરોધ કર્યો હતો. નાની બાળકી છે તેના માતા-પિતા હોસ્પિટલમાં છે તેને પરિવારની જરૂર છે તેવું કહેવા છતાં સોસાયટીના લોકો માન્યા નહોતા.

World’s Corona Update on 2/4/20 @ 10.00 a.m.

OtherCasesDeathsRecovered1st case
World935,95747,245194,286Jan-10
USA215,2155,1108,878Jan-20
Italy110,57413,15516,847Jan-29
Spain104,1189,38722,647Jan-30
China81,5543,31276,238Jan-10
Germany77,98193118,700Jan-26
France56,9894,03210,935Jan-23
Iran47,5933,03615,473Feb-18
UK29,4742,352135Jan-30
Switzerland17,7684882,967Feb-24
Turkey15,679277333Mar-09
Belgium13,9648282,132Feb-03
Netherlands13,6141,173250Feb-26
Austria10,7111461,436Feb-24
S. Korea9,9761695,828Jan-19
Canada9,7311291,736Jan-24
Portugal8,25118743Mar-01
Brazil6,931244127Feb-24
Israel6,09226241Feb-20
Australia5,10523345Jan-24
Sweden4,947239103Jan-30
Norway4,8774413Feb-25
Czechia3,5893961Feb-29
Ireland3,447855Feb-28
Denmark3,107104894Feb-26
Chile3,03116234Mar-02
Malaysia2,90845645Jan-24
Russia2,77724190Jan-30
Ecuador2,7589858Feb-28
Poland2,5544356Mar-03
Romania2,46092252Feb-25
Japan2,38457472Jan-14
Luxembourg2,3192980Feb-28
Philippines2,3119650Jan-29
Pakistan2,1182794Feb-25
India1,99858148Jan-29
Thailand1,77112505Jan-12
Saudi Arabia1,72016264Mar-01
Indonesia1,677157103Mar-01
Finland1,4461710Jan-28
Greece1,4155152Feb-25
South Africa1,380550Mar-04
Mexico1,3783735Feb-27
Peru1,32347394Mar-05
Panama1,317329Mar-09
Dominican Republic1,284579Feb-29
Iceland1,2202236Feb-27
Argentina1,13333248Mar-02
Colombia1,0651739Mar-05
Serbia1,0602842Mar-05
Singapore1,0004245Jan-22
Croatia963673Feb-24
Algeria8475861Feb-24
Slovenia8411510Mar-03
Qatar835271Feb-28
UAE814861Jan-28
New Zealand797192Feb-27
Ukraine7942013Mar-02
Egypt77952179Feb-13
Estonia779533Feb-26
Hong Kong7664147Jan-22
Iraq72852182Feb-21
Diamond Princess71211619Feb-04
Morocco6543929Mar-01
Lithuania58187Feb-27
Armenia571431Feb-29
Bahrain5694337Feb-23
Hungary5252040Mar-03
Lebanon4791443Feb-20
Bosnia and Herzegovina4591319Mar-04
Latvia446 1Mar-01
Tunisia423125Mar-01
Moldova423523Mar-06
Bulgaria4221020Mar-06
Kazakhstan402326Mar-12
Slovakia40013Mar-05
Andorra3901410Mar-01
Costa Rica37524Mar-04
Azerbaijan359526Feb-27
North Macedonia3541117Feb-25
Uruguay350262Mar-12
Taiwan329545Jan-20
Cyprus320928Mar-08
Kuwait317 80Feb-23
Burkina Faso2821646Mar-08
Réunion281 40Mar-10
Jordan278536Mar-01
Albania2591567Mar-07
Afghanistan23745Feb-23
San Marino2362813Feb-26
Cameroon233610Mar-05
Vietnam222 63Jan-22
Honduras219143Mar-10
Cuba212612Mar-10
Oman210134Feb-23
Ghana195531Mar-11
Ivory Coast19019Mar-10
Senegal190145Mar-01
Malta188 2Mar-06
Uzbekistan181212Mar-14
Nigeria17429Feb-27
Faeroe Islands173 75Mar-03
Channel Islands1723 Mar-08
Belarus163253Feb-27
Mauritius1616 Mar-17
Sri Lanka146321Jan-26
Venezuela144343Mar-12
Martinique135327Mar-04
Palestine134118Mar-04
Brunei131152Mar-08
Guadeloupe125624Mar-12
Montenegro1232 Mar-16
Georgia117 23Feb-25
Bolivia11571Mar-09
Kyrgyzstan111 3Mar-17
Cambodia110 34Jan-26
DRC10993Mar-09
Mayotte101110Mar-13
Trinidad and Tobago9051Mar-11
Rwanda82  Mar-13
Kenya8113Mar-12
Gibraltar81 34Mar-02
Paraguay7732Mar-06
Niger745 Mar-18
Liechtenstein72  Mar-02
Isle of Man681 Mar-18
Madagascar57  Mar-19
Monaco5512Feb-27
Aruba55 1Mar-12
Bangladesh54625Mar-07
French Guiana51 15Mar-06
Guatemala46112Mar-12
Barbados45  Mar-16
Jamaica4432Mar-09
Uganda44  Mar-20
El Salvador412 Mar-18
Macao41 10Jan-21
French Polynesia37  Mar-10
Togo36210Mar-05
Zambia36  Mar-17
Djibouti33  Mar-17
Bermuda32 10Mar-17
Mali313 Mar-24
Guinea30  Mar-12
Ethiopia29 2Mar-12
Congo222 Mar-14
Cayman Islands221 Mar-12
Saint Martin2212Feb-29
Bahamas2111Mar-14
Tanzania2011Mar-15
Guyana194 Mar-11
Maldives19 13Mar-06
Gabon181 Mar-12
Myanmar161 Mar-22
Sint Maarten1616Mar-17
Haiti16 1Mar-19
New Caledonia16 1Mar-17
Equatorial Guinea15 1Mar-13
Eritrea15  Mar-20
Mongolia14 2Mar-09
Namibia14 2Mar-13
Benin13 1Mar-15
Saint Lucia13 1Mar-12
Dominica12  Mar-21
Curaçao1113Mar-12
Syria102 Mar-21
Greenland10 2Mar-15
Grenada10  Mar-21
Laos10  Mar-23
Libya10  Mar-23
Mozambique10  Mar-21
Seychelles10  Mar-13
Suriname10  Mar-12
MS Zaandam92 Mar-26
Guinea-Bissau9  Mar-24
Eswatini9  Mar-13
Angola821Mar-19
Zimbabwe81 Mar-19
Saint Kitts and Nevis8  Mar-24
Sudan722Mar-12
Antigua and Barbuda7  Mar-12
Chad7  Mar-18
Cabo Verde61 Mar-19
Mauritania612Mar-12
Vatican City6  Mar-05
Liberia6  Mar-15
St. Barth6 1Feb-29
Turks and Caicos6  Mar-22
Nicaragua51 Mar-18
Nepal5 1Jan-23
Bhutan5 1Mar-05
Fiji5  Mar-18
Montserrat5  Mar-17
Somalia5 1Mar-15
Botswana41 Mar-29
Gambia412Mar-16
Belize3  Mar-22
British Virgin Islands3  Mar-24
CAR3  Mar-14
Anguilla2  Mar-25
Burundi2  Mar-30
Caribbean Netherlands2  Mar-31
St. Vincent Grenadines2 1Mar-10
Sierra Leone2  Mar-30
Papua New Guinea1  Mar-19
Timor-Leste1  Mar-20
Total:935,95747,245194,286 
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :