માર્વેલની એવેન્જર્સ : એન્ડગેમે ભારતમાં પહેલા દિવસની કમાણીના તમામ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે તેમજ પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.’ એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં પહેલા દિવસે 53.10 કરોડ રૂપિયાની આવક કરી છે. ફિલ્મનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન 63.21 કરોડ રૂપિયા નોંધાયું છે. એક હોલીવુડ ફિલ્મ માટે આ ખુબ ‘શાનદાર આંકડા છે. ત્યાર સુધી ભારતીય બોક્સ ઓફિસ ઉપર ઓપનિંગ ડેમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દૂસ્તાનના નામે હતો. ઠગ્સ ઓફ હિન્દૂસ્તાને ભારતમાં રિલિઝના પહેલા દિવસે 52.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અત્યારે તો ભારતમાં ફિલ્મ રસિયાઓ ઉપર એન્ડગેમનો ફિવર છે. આ અગાઉ એન્ડગેમે એડવાન્સ બુકિંગના પણ તમામ રેકોર્ડ તોડયા હતા. ફિલ્મની માગ પણ એટલી છે કે તમામ થિયેટરો હાઉસફુલ રહ્યા હતા. ખાસ કરીને દિલ્હી અને એનસીઆરમાં જબરદસ્ત માહોલ બન્યો હતો. દર્શકોના ઉત્સાહને ધ્યાને લઈને મેકર્સે એવેન્જર્સ એન્ડગેમને વધુમાં વધુ ક્રિન ઉપર રિલિઝ કરવાનો પ્રયાસ કર્યો છે.’ એન્ડગેમના ક્રેઝના કારણે તેની રિલિઝ સાથે ભારતીય બોક્સ ઓફિસ ઉપર અન્ય કોઈ પણ ફિલ્મ રિલિઝ કરવામાં આવી નથી.’