WE Archives - CIA Live

January 20, 2020
parixapecharcha.jpg
1min150

પરીક્ષાનો હાઉ દૂર કરવા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે. આ કાર્યક્રમમાં પહેલીવાર ૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. સવારે ૧૧ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી અંદાજે બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે.  

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન દ્વારા સોમવારે પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે. જેમાં સમગ્ર દેશમાંથી બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પસંદગી એક નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓએ દોઢ હજાર શબ્દનો નિબંધ અને તેની સાથે વડાપ્રધાનને પુછવાના પ્રશ્નોની વિગત લખી મોકલી હતી. સમગ્ર દેશમાંથી ૨.૬ લાખ જેટલા નિબંધો મળ્યા હતા અને તેમાંથી ૧૦૫૦ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. 

ગુજરાતમાંથી ૨૯૬૨૩ વિદ્યાર્થીઓએ નિબંધ લખીને મોકલ્યા હતા. જેમાંથી ૪૨ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરાયા છે અને તેઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાતમાંથી જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલના ૪૨ વિદ્યાર્થીઓ સાથે પાંચ શિક્ષકો પણ દિલ્હી ગયા હોવાનું જાણવા મળે છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાનો તણાવ દૂર કરવા સંવાદ કરશે.

January 16, 2020
icai_logo.jpeg
1min700

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ તા.16મી જાન્યુઆરી 2020ને ગુરુવારે બપોરે 4 વાગ્યે સી.એ. ફાઇનલ્સ જૂના અને નવા એમ બન્ને પ્રકારના કોર્સનું પરીણામ જાહેર કર્યું હતું. અપેક્ષાઓ મુજબ જ સી.એ. ફાઇનલ્સના એ અને બી એમ બન્ને ગ્રુપમાં પાસ થનારાઓનું ટકાવારી પરીણામ સાવ કંગાળ રહ્યું છે.

સી.એ. નવા કોર્સનું પરીણામ ફક્ત 15.12 ટકા

સી.એ. ફાઇનલ્સ નવા કોર્સની પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવે છે. આજના પરીણામમાં જેઓ બન્ને ગ્રુપમાં પાસ થયા છે તેમને સી.એ. સર્ટિફિકેશન એનાયત કરવામાં આવશે. બન્ને ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 2268 છે. સી.એ. ફાઇનલ્સ બન્ને ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી ફક્ત 15.12 ટકા છે.

સી.એ. જૂના કોર્સનું પરીણામ ફક્ત 10.19 ટકા

સી.એ. ફાઇનલ્સ જૂના કોર્સની પરીક્ષા પણ બે ગ્રુપમાં લેવામાં આવે છે. બે ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ફક્ત 817 છે અને ટકાવારી પરીણામ માત્ર 10.19 ટકા છે.

January 15, 2020
nanes.jpg
1min2570

ધો.12 ના વિદ્યાર્થીઓ માટે ખરેખર પ્રેરણાદાયી અને જીવતી વારતાં

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલ સમગ્ર વિશ્વ જેને પ્રેરણાસ્ત્રોત ગણી રહ્યું છે એ ગુગલના સી.ઇ.ઓ. સુંદર પીચાઇ સ્વયં કોને પ્રેરણામૂર્તિ માને છે એ જાણવું ખરેખર અનેક યુવાઓના જીવનને હકારાત્મક દિશા તરફ પ્રયાણનો રોડમેપ બની શકે તેમ છે. ખાસ કરીને હાલમાં ધો.12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે તો ચોક્કસ જ પ્રેરણાદાયી છે.

ભારત-અમેરિકન બિઝનેસ એક્ઝિક્યૂટિવ અને મલ્ટિનેશનલ ટેક્નોલૉજી કંપની ગૂગલની સબસિડિયરી આલ્ફાબેટ ઇન્કોર્પોરેટેડના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) સુંદર પિચાઇએ તાજેતરમાં સરાફિના નૅન્સ નામની મહિલાની ખૂબ પ્રશંસા કરી હતી અને તેને ‘પ્રેરણારૂપ’ તરીકે ઓળખાવી હતી. પિચાઇએ ઍસ્ટ્રોફિઝિક્સની આ વિદ્યાર્થી-મહિલાની પોસ્ટ ટ્વિટર પર રીટ્વીટ કરી એ પાછળનું તેમનું કારણ ખૂબ જ તાર્કિક છે. નૅન્સ આ ટ્વીટને લીધે આ માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર છવાઈ ગઈ છે.

તેણે તાજેતરમાં ટ્વીટ કર્યું હતું કે ‘ચાર વર્ષ પહેલાં ક્વૉન્ટમ ફિઝિક્સની પરીક્ષામાં મને ઝીરો મળ્યો હતો અને એને પગલે મેં ભૌતિકશાસ્ત્રના વિષયમાં ભણવાનું સાવ છોડી દેવાનું વિચાર્યું હતું. જોકે, અચાનક જ એક દિવસ મારામાં કોણ જાણે હિંમત આવી ગઈ હતી અને મેં નક્કી કર્યું કે જો ક્વૉન્ટમ ફિઝિક્સમાં ઝીરો આવી શકે તો અથાક મહેનતથી ખૂબ જ સારા માર્ક કેમ ન આવી શકે? મેં મને આ સવાલ વારંવાર પૂછ્યો હતો અને પોતાને ખૂબ સમજાવી હતી.’

૨૬ વર્ષીય નૅન્સની મહેનત ફળી હતી. અત્યારે સ્થિતિ એ છે કે તે ઍસ્ટ્રોફિઝિક્સ પીએચડી પ્રોગ્રામમાં સૌથી ઉપલા સ્તરે પહોંચી ગઈ છે અને પોતે બે લેખ પણ પ્રકાશિત કર્યા છે. છેવટે નૅન્સે પોતાના ટ્વીટમાં નેટિઝન્સના હૃદયને સ્પર્શી જાય એવા સલાહરૂપી નિવેદનો લખ્યા છે જે અહીં પ્રસ્તુત છે:

‘૪ વર્ષ પહેલાં ક્વૉન્ટમ ફિઝિક્સની એક્ઝામમાં હું સારા માર્કની આશા રાખીને બેઠી હતી, પરંતુ મને ઝીરો મળ્યો હતો. આ શૂન્યથી હું ખૂબ ડઘાઈ ગઈ હતી અને મારા કરિયર તથા ભવિષ્ય વિશે ચિંતામાં પણ મુકાઈ ગઈ હતી. મારે ફિઝિક્સ છોડી દેવું જોઈએ એવું મને લાગી રહ્યું હોવાથી હું મારા પ્રોફેસરને મળી હતી. આજે સ્થિતિ એ છે કે હું ઍસ્ટ્રોફિઝિક્સ પીએચડી પ્રોગ્રામમાં છેક ટોચના સ્તર સુધી પહોંચી ગઈ છું અને મેં બે પેપર પણ પ્રકાશિત કર્યા છે. જો કોઈ વિષય તમને ખૂબ કઠિન લાગે અને એમાં તમને ખૂબ નબળો ગ્રેડ મળે તો એ નબળા ગ્રેડનો અર્થ એવો નથી કે તમે એ વિષય માટે લાયક નથી.’ સુંદર પિચાઈએ નૅન્સના આ વિધાનોવાળી પોસ્ટને રીટ્વીટ કરીને નૅન્સ માટે લખ્યું હતું, ‘વાહ! શું સુંદર વાત કરી આ મહિલાએ. તેના વિચારો કેટલા બધા પ્રેરણારૂપ છે.’

સુંદર પિચાઈનું આ એક વાક્ય ઘણું કહી જાય છે. તેમની એક લાઇનની પ્રશંસા નૅન્સની સમગ્ર વિચારધારા અને પ્રેરણાસ્ત્રોત પર પ્રકાશ પાડી જાય છે. વળતી પ્રતિક્રિયામાં નૅન્સે સુંદર પિચાઈનો આભાર માનતા ટ્વીટમાં લખ્યું છે કે ‘ખૂબ ખૂબ આભાર. તમે પ્રશંસાના જે બે શબ્દો લખ્યા એ મારા માટે અખૂટ છે.’

તાજેતરમાં એક દિવસમાં નૅન્સના ઝીરો માર્કવાળા ટ્વીટને ૬૦,૦૦૦ લાઇક્સ મળ્યા હતા. નૅન્સે પોતાના વિચારોને વખાણવા બદલ નેટિઝન્સનો પણ આભાર માન્યો હતો.

અમેરિકન યુવતીની ટ્વીટ

અમેરીકન યુવતિ નેન્સના ટ્વીટને ગુગલ સી.ઇ.ઓ. સુંદર પિચઇએ આ રીતે રીટ્વીટ કર્યું

January 12, 2020
cycling.jpg
1min180

સાઇક્લિગંમાં ભારતે અનેરી સિદ્ધિ મેળવી છે. પહેલી વાર ભારત ચારેય સ્પ્રિન્ટિંગ ઇવેન્ટમાં નંબર-વન રૅન્ક પર બિરાજમાન થયું છે. પુરુષ વર્ગમાં ભારતના જુનિયરોની સાઇક્લિગં ટીમ નંબર-વન બની છે.

જુનિયર કેઇરિન જુનિયર ૧ કિલોમીટર ટાઇમ ટ્રાયલ ઇવેન્ટમાં નંબર-વન થયો છે, જ્યારે જુનિયર ટીમ સ્પ્રિન્ટ ઇવેન્ટમાં ભારતીય ટીમ ૧૬૨૦ પૉઇન્ટ સાથે સર્વેાચ્ચ થઈ છે. ભારતનો એલ. રોનાલ્ડો સિંહ યુસીઆઇ વર્લ્ડ રૅન્કિંગમાં નંબર વન બન્યો છે. તેના ૧૫૩૦ પૉઇન્ટ છે. ભારતની મહિલા જુનિયર ટીમ જુનિયર ટીમ સ્પ્રિન્ટમાં બીજા સ્થાને છે.

January 8, 2020
CIA_Live_Logo_New2.jpg
1min4900

ધો.12 કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે NDA પ્રવેશ પરીક્ષાના રજિસ્ટ્રેશન શરૂ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 પછી ભારતીય સૈન્યની આર્મી, નેવી કે એરફોર્સ કોઇપણ પાંખ સંચાલિત કોલેજોમાં પ્રવેશ મેળવીને ત્યાં જ અભ્યાસ કર્યા બાદ સૈન્યમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે નિર્ણાયક સમય આવી ગયો છે.

તા.19મી એપ્રિલ 2020ના રોજ ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી એન.ડી.એ. એન્ટ્રન્સ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ના રોજ આ અંગેનું સત્તાવાર નોટીફીકેશન જારી કરી દેવામાં આવ્યું છે.

નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પ્રવેશ માટેની પરીક્ષાનું રજિસ્ટ્રેશન અંગેની માહિતી નીચે મુજબ છે.

 • તા.2 જુલાઇ 2001થી તા.1 જુલાઈ 2004 વચ્ચે જન્મેલા કોઇપણ ઉમેદવારો કે જેઓ ધો.12 કોઇપણ પ્રવાહની પરીક્ષા માર્ચ 2020માં આપવાના છે તેઓ એન.ડી.એ. માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
 • નેશનલ ડિફેન્સ એકેડેમીની કુલ 370 અને નેવી એકેડેમીની કુલ 48 બેઠકો માટે એન.ડી.એ. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
 • એન.ડી.એ.ની 370 બેઠકોમાં ઇન્ડીયન આર્મીની 208, નેવીની 42 અને એરફોર્સની 120 બેઠકો માટે પ્રવેશ પરીક્ષા લેવાઇ રહી છે.
 • ઇન્ડીયન નેવીની 48 બેઠકો માટે અલગથી પ્રવેશ પરીક્ષા લેવાશે.
 • ધો.12 કોઇપણ પ્રવાહમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓને ઇન્ડીયન આર્મીની એકેડેમી માટે લાયક ગણવામાં આવશે. જોકે તેમણે પસંદગીની પ્રક્રિયાઓને સફળતાપૂર્વક પાર પાડવાની રહેશે.
 • નેવી અને એરફોર્સ માટે ધો.12 ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષય ધરાવતા વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવશે.
 • નેશનલ ડિફેન્સ એકેડેમી પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન તા.28મી જાન્યુઆરી 2020 સુધી કરી શકાશે.
 • ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ www.upsconline.nic.in છે.
January 5, 2020
jeemain.jpg
3min4810

JEE Main : ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે છેલ્લી ઘડીએ કેટલીક ઉપયોગી ટીપ્સ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.6 જાન્યુઆરી 2020ને સોમવારથી સમગ્ર દેશભરમાં એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એકઝામ જેઇઇ મેઇન રાષ્ટ્રવ્યાપી ધોરણે ઓનલાઇન લેવામાં આવશે. હાલમાં ધો.12 સાયન્સ એ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા ગુજરાત સમેત દેશભરના અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇન્સ ફર્સ્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને દરેકને તેમના રોલ નંબર અનુસાર ટાઇમ સ્લોટ આપવામાં આવ્યા છે.

ધો.12 સાયન્સ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવવાનું કે એક કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરી અને મે એમ ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ ગત વર્ષ 2019માં શરૂ કરાયું હતું.

વિદ્યાર્થીઓ ત્રણ વખત જેઇઇ મેઇન પરીક્ષા આપી શકે છે. પરંતુ, એક કેલેન્ડર વર્ષમાં ફક્ત બે પરીક્ષા લેવાતી હોય છે. ધો.12 પીસીએમ ગ્રુપના વિદ્યાર્થીઓ કોલેજ એડમિશન પૂર્વે બે વખત ટેસ્ટ આપતા હોય છે અને નિયમાનુસાર બે પ્રયત્નો પૈકી જે પ્રયત્નમાં વધારે માર્ક (પર્સન્ટાઇલ) હોય તેને મેરીટમાં ગણતરીમાં લેવામાં આવે છે. 2019માં ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન આપનારા વિદ્યાર્થીઓના જેઇઇ ફર્સ્ટમાં જ સારા માર્કસ આવ્યા હતા અને તેમને ફર્સ્ટ ટેસ્ટના આધારે જ મેરીટમાં ક્રમ મળ્યો હતો અને આઇઆઇટી તેમજ એનઆઇટીમાં પ્રવેશના હકદાર બન્યા હતા.

આવા 10માથી 6 પરીક્ષાર્થીઓ હતા કે જેમના જેઇઇ મેઇનની બે ટ્રાયલ પૈકી પહેલી ટ્રાયલના જ માર્ક સારા હતા. આવો કોઇ નિયમ નથી પરંતુ, જે વિદ્યાર્થીઓ તા.6 જાન્યુઆરી 2020થી શરૂ થતી જેઇઇ મેઇન્સને લાઇટલી લઇ રહ્યા છે તેમને ખાસ જણાવીએ છીએ કે તેમણે સેકન્ડ ટ્રાયલની જેમ જ ફર્સ્ટ ટ્રાયલને સિન્સીયરલી આપવી જોઇએ.

Last Moment Tips….

 • At this last moment, don’t try to attempt to study any new topic. Reading new topics will confuse you during the exam.
 • Instead of reading new topics, students are advised to revise all the important formulas and concepts two to three times before the exam. It will help you retain what you have already read so far.
 • While in the exam hall, first of all, read all the instructions on the exam paper very carefully.
 • After reading the instructions, you should read the complete question paper before starting with the solution.
 • Next, make mental planning on how you would approach the paper. Mark the questions that look easier and those which are complicated and may require a lot of time to solve.
 • The students should solve the easy questions first. It will not only build your confidence but would also save time for complicated ones.
 • If you are stuck on any question, don’t waste your time. Just use the ‘Save & Mark for Review’ option when you have any doubt. After completing the paper, you can revisit the leftover questions.
 • Don’t panic in case of computer failure or if you don’t know the answer to any question. Keep calm, take a deep breath and sip some water before attempting the question again.
January 1, 2020
arundhati.jpg
1min340

ભારતની મહિલાઓમાં ભારે ચર્ચાસ્પદ બની છે આસામ સરકારની અરુંધતી સુવર્ણ યોજના

ભારતના પૂર્વી રાજ્ય આસામમાં તા.1લી જાન્યુઆરી 2020થી લગ્ન કરનાર દરેક દુલ્હનને રાજ્યની ભાજપા સરકાર તરફથી ૧૦ ગ્રામ સોનું ભેટમાં આપવાની યોજના લાગુ થઇ છે. જોકે 10 ગ્રામ સોનુ મફતમાં જોઇતું હોય તો દુલ્હને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. જેમાં ધો.10 સુધીનો અભ્યાસ કર્યો હોવાની એક શરતનો પણ સામેલ થાય છે. સમગ્ર દેશમાં આસામની દુલ્હનને 10 ગ્રામ સોનું આપવાની યોજના ભારે ચર્ચાસ્પદ બની છે. ખાસ કરીને મહિલાઓમાં આ યોજના અંગે ભારે ચર્ચા જોવા મળી રહી છે.

યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના

આસામની બીજેપી સરકારે આ યોજનાની જાહેરાત થોડા મહિના પહેલાં જ કરી હતી. આસામના મુખ્ય પ્રધાન સબાર્નંદ સોનોવાલે આ યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના આપ્યું છે.

દુલ્હને 10 ગ્રામ સોનુ મેળવવા આટલું કરવું પડશે

 • દુલ્હનના પરિવારજનોએ લગ્નનું સ્પેશ્યલ મેરેજ એક્ટ ૧૯૫૪ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
 • દુલ્હને કમ સે કમ ૧૦મા સુધીનો અભ્યાસ કર્યો હોય.
 • લગ્ન કરી રહેલી કન્યાની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને છોકરાની ૨૧ વર્ષની ઉંમર હોવી જોઈએ.
 • દુલ્હનના પરિવારની વાર્ષિક આવક ૫ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
 • અરુંધતિ સ્વર્ણ યોજનાનો લાભ છોકરીના પહેલા લગ્ન પર જ મળશે એટલે કે બીજા લગ્ન કરવા પર આ યોજનાનો લાભ મળશે નહીં.

દુલ્હનને ૧૦ ગ્રામના ઝવેરાત મળશે નહીં, એટલે કે ગિફ્ટમાં સોનું ફિઝિકલ ફોર્મમાં અપાશે નહીં. લગ્નનું રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ ૩૦,૦૦૦ રૂપિયા દુલ્હનના બૅન્ક અકાઉન્ટમાં જમા કરાશે. ત્યારબાદ દુલ્હનના પરિવારજનો દ્વારા ખરીદવામાં આવેલા ૩૦,૦૦૦ રૂપિયાના ઝવેરાતનું બિલ સબમિટ કરાવવું પડશે. જોકે સરકારનો ઉદ્દેશ છે કે પૈસાનો ઉપયોગ કોઈ બીજા કામમાં કરાશે નહીં.

January 1, 2020
gseb-1280x720.jpg
1min210

વર્ષ ર019ના અંતિમ દિવસે શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જે મુજબ તા. પ માર્ચથી 17 માર્ચ સુધી ધોરણ 10 ની, તા. પ માર્ચથી ર1 માર્ચ દરમિયાન ધોરણ 1ર સામાન્ય પ્રવાહ અને તા. પ માર્ચથી 16મી માર્ચ દરમિયાન ધોરણ 1ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે.

ધોરણ 10ની પરીક્ષા માટે ર9 અને ધોરણ 1ર સામાન્ય પ્રવાહ માટે 9 મળી કુલ 38 નવા કેન્દ્રો બોર્ડ દ્વારા ફાળવવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા 2019-20 વર્ષનું એકેડેમિક કેલેન્ડર પણ જાહેર કરાયું છે. કેલેન્ડર મુજબ, નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ 246 દિવસો હશે. આ ઉપરાંત તા.4 મેથી ઉનાળું વેકેશન શરૂ થશે.

નવરાત્રી વેકેશન રદ્દ થતાં પ્રથમ સત્રના કાર્યના દિવસો અને દ્વિતીય સત્રના કાર્યના દિવસો બદલાશે. જ્યારે બોર્ડના વિષયની શાળા કક્ષાની લેવાની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી રહેશે. બોર્ડની ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 14 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી લેવાશે.

ધોરણ 9 અને 11 માટેની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન લેવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2019-20માં કુલ 80 રજાઓ રહેશે. જેમાં દિવાળી વેકેશનની 21, ઉનાળાની રજાઓ 35, જાહેર રજા 18 અને સ્થાનિક રજા 6 રહેશે.

ગેરરીતિ નિવારવા ખાસ મોબાઇલ એપ લોન્ચ કરાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહના જણાવ્યા અનુસાર, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓને ગેરરીતિને ધ્યાનમાં રાખી ખાસ મોબાઇલ એપ્લિકેશન બોર્ડ દ્વારા લોન્ચ કરાશે. આ મોબાઇલ એપ્લિકેશનમાં બોર્ડના સ્ટોર રૂમમાંથી પેપર નીકળશે ત્યારથી માંડીને પરીક્ષા કેન્દ્ર પર પેપર પહોંચે ત્યાં સુધીના ફોટા અપલોડ કરવા પડશે. શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિની કોઇ ફરિયાદ ન ઉઠે એ માટે ખાસ તકેદારી રાખવામાં આવનાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ગેરરીતિ કરનારા તમામ સેન્ટર રદ્દ કરવાનો નિર્ણય પણ લેવાયો છે.

December 29, 2019
IMG-20191229-WA0002.jpg
1min1820

ટેકસ્ટાઇલ ઉદ્યોગનું કલંક : કૂમળા હાથે કાળી મજૂરી કરાવવાનું કૌભાંડ સૂરતના પૂણાથી પકડાયું

સૂરતમાં વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં સૂરતના પૂણા વિસ્તારમાં દિલ્હી અને સૂરત પોલીસ બેડાના આઇ.બી. ડિપાર્ટમેન્ટ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળમજૂરી માટે ગોંધી રાખવામાં આવેલા 135 જેટલા બાળકોને છોડાવવામાં આવ્યા હતા. દિલ્હીના એક એન.જી.ઓ. જેનું નામ બચપન છે, એની ચોક્કસ બાતમીના આધારે દિલ્હી અને રાજસ્થાન પોલીસની ટીમો સૂરત આવી પહોંચી હતી અને બાળકોને બચાવવાનું અભિયાન હાથ ધરીને એક મસમોટા રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો. સવારે પાંચ વાગ્યાના અરસામાં બહુલ સૌરાષ્ટ્રવાસી વસતિ ધરાવતા સૂરત શહેરના પૂણા વિસ્તારમાં પોલીસને જોઇને લોકોમાં કંઇક અજુગતું થયાની ભીંતી પ્રવર્તી રહી હતી. જોકે, અફવાઓ ઉડે એ પહેલા સોશ્યલ મિડીયામાં માનવ તસ્કરી અંગેના સમાચારો વહેતા થયા હતા.

રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા 135થી વધુ બાળકોને ઘરમાંથી મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. આ બાળકોનો કબજો મેળવી પોલીસે આરોપી શખ્સો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સાડીઓમાં વેલ્યુ એડિશન માટે બાળમજૂરો સૌથી સસ્તા લેબર

Symbolic Photo

સૂરતમાં ફૂલીફાલી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગમાં હાલ સાડીઓ પર વેલ્યુ એડિશન કરાવવા માટે જરદોષી વર્ક, આર્ટીકલ સ્ટીચીંગ વગેરે કરાવવાનો ટ્રેન્ડ છે જેથી સાડીની કિંમત બેથી ત્રણ ઘણી વધી જાય છે. આ કામ માટે પ્રોફેશનલ કારીગરોનો ચાર્જ પણ તોતિંગ હોય છે એટલે કેટલાક જોબવર્કર્સ દ્વારા બાળમજૂરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાળમજૂરો પાસે ટેક્સટાઇલમાં ખાસ કરીને સાડી અને ડ્રેસ મટિરીયલ પર વર્ક કરાવવામાં આવે છે. સાડીની વેલ્યુ વધારવા માટે ઓછા લેબર ચૂકવવા માટે બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી. આ બાળકોને દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે જેવા રાજ્યોમાંથી બાળમજૂરી માટે લવાયા હોવાનું કહેવાય છે.

સૂરતના પૂણા વિસ્તારમાંથી વહેલી સવારે દિલ્હી, રાજસ્થાન અને સૂરત પોલીસે હાથ સવાસો જેટલા બાળકોને છોડાવવાની ઘટના સાથે જ માનવ તસ્કરી રેકેટનો સૌથી મોટા રેકેટનો પણ પર્દાફાશ થયો છે.

સુરતના પુણા વિસ્તારમાં આવેલ સીતારામ સોસાયટીમાં સવારે પાંચ વાગ્યે દિલ્હી અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. આ દરોડામાં સુરત પોલીસ અને સેન્ટ્રલ આઈબીની ટીમો પણ સાથે હતી.

સ્થાનિક લેબર વિભાગની જવાબદારી ફિક્સ કરવાનો વખત

સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સમેત એવા અનેક ધંધા રોજગાર છે જ્યાં દેખિતી રીતે જ બાળકો પાસેથી કામ લેવામાં આવે છે. ઓછો પગાર આપીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાના પ્રથમદર્શી પુરાવાઓ જોવા જાણવા મળે છે આમ છતાં સૂરતના લેબર વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ વિભાગ સામે હવે જવાબદારી ફિક્સ કરવાનો વખત આવી ચૂક્યો છે.

December 22, 2019
crimeagainstwomen.jpg
1min170

મહિલા સામેના ગુનાઓ આચર્યાના આરોપોવાળા કેસ જેઓ વિરુદ્ધ નોંધાયા છે તેવા અનેક સાંસદો/વિધાનસભ્યો છે.
એક તરફ ન્યાયનો સિદ્ધાંત જણાવે છે કે જયાં સુધી આરોપ સાબિત ન થયો હોય ત્યાં સુધી જે તે આરોપી વ્યકિતને અપરાધી ન ઠરાવી શકાય. સાથે એક કડવું સત્ય એ ય છે કે બળાત્કારનો આરોપી કોઈ ચૂંટાયેલો લોકપ્રતિનિધિ હોય તે તેની તપાસપ્રક્રિયાને ચોકકસપણે પ્રભાવિત કરતો હોય છે.

બળાત્કારના આરોપી એવા 3 ઉમેદવારો 2019ની લોકસભા ચૂંટણીમાં સાંસદ બનવામાં તથા રાજયોની ચૂંટણીઓમાં આવા આરોપીસરના છ ઉમેદવાર વિધાનસભ્ય બનવામાં સફળ રહ્યા છે. ટૂંકમાં 76 જનપ્રતિનિધિઓ-18 સાંસદ અને 58 વિધાનસભ્યો-મહિલાઓ સામેના ગુના આચરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે.

એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર)ના રીપોર્ટ મુજબ છેલ્લા દસ વર્ષં (’10-’19) સાંસદો પરના મહિલા-અપરાધો સબબ નોંધાયેલા મામલામાં 8પ0 ટકા વધારો જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન મહિલા અપરાધીઓના આરોપી ઉમેદવારોની સંખ્યામાં 231 ટકાનો વધારો થયો છે.

કુલ એવા 17 રાજકીય પક્ષો છે જેઓના સાંસદ કે વિધાનસભ્ય વિરુદ્ધ મહિલા સામે અપરાધ આચરવાના આરોપ નોંધાયા છે. તેમાં એસિડ વડે એટેક, બળાત્કાર, યૌન ઉત્પીડન, મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવાનો કે સગીરાઓની હેરાફેરીના આરોપસરના કેસોનો સમાવેશ થાય છે. આવા કુલ આરોપીઓના પચાસ’ ટકા કોંગ્રેસ અને ભાજપના છે.