સન્નારી Archives - CIA Live

September 19, 2019
tejaswani_bus.jpg
1min1090

મહારાષ્ટ્રના થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી) દ્વારા તા.18મી સપ્ટેમ્બર 2019ના રોજથી મહિલાઓ યાત્રીઓ માટે ખાસ બસ ટ્રીપ શરૂ કરી છે.

મહિલાઓને ડેડીકેટેડ 50 બસ અલગથી ફાળવવામાં આવી છે. આ બસ પર મોટા અક્ષરોમાં ‘તેજસ્વિની’ નામ આકલન કરવામાં આવ્યું છે.

માત્ર મહિલા મુસાફરો માટેની તેજસ્વીની નામની ૫૦ બસમાં પૅનિક અલાર્મથી માંડીને સીસીટીવી કૅમેરા અને જીપીએસ ટ્રેકર સહિતની મહિલાઓ માટે આવશ્યક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તા.18મી સપ્ટેમ્બર 2019ના રોજ એક ટોકન બસ શરૂ કરવામાં આવી છે અને હવે તબક્કાવાર 50 બસને મહિલા મુસાફરોને સમર્પિત કરવામાં આવશે.

સુરત શહેરમાં પણ મહિલાઓ માટે આ પ્રકારની બસ સર્વિસ શરૂ કરવાની તાતી જરૂરીયાત છે. હાલમાં બસ સર્વિસમાં મહિલાઓની બેઠકો પર પુરુષો બેસી રહે છે, કન્ડકટરો પણ તેમને ઉઠાડતા નથી. ભીડભાડવાળી બસો હોય છે આથી મહિલા મુસાફરો પ્રવાસ કરવાનું ટાળે છે. મહિલાઓ માટેની ડેડીકેટેડ બસ હશે તો મહિલાઓ સામે ચાલીને બસમાં મુસાફરી કરવાનું પસંદ કરશે.

June 7, 2019
pramila.jpg
1min2290

ઓડિશાથી બે લાખથી વધુ મતોની સરસાઇથી ચૂંટાયેલા પ્રમિલા બિસોઇ નામના મહિલા સાંસદની જીવન કથની કોઇ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી છે. ઓડિશાનાં પ્રમિલા બિસોઈ આંગણવાડીમાં ભોજન બનાવવાનું કામ કરતાં હતાં, પછી તેમણે મોટાપાયે મહિલાઓને સ્વરોજગારમાં સહાયતા કરી રહ્યા હતા એ હવે 17મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયાં છે.

સાડી, માથા પર ચાંદલો, સ્પષ્ટ દેખાતું સિંદૂર અને નાકમાં પારંપરિક દાણો પહેરેલાં 70 વર્ષીય મહિલા પ્રમિલા બિસોઈ બીજૂ જનતા દળ (બીજેડી)ની ટિકિટ પર ઓડિશાની અસ્કા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યાં છે.

સ્થાનિક લોકો તેમને પ્રેમથી ‘પરી મા’ કહે છે. સ્વયં સહાયતા સમૂહનાં એક સામાન્ય મહિલાથી સાંસદ સુધીનો તેમનો પ્રવાસ એક ફિલ્મી કહાણી જેવો છે.

માત્ર પાંચ વર્ષની વયે પ્રમિલાનાં લગ્ન થઈ ગયાં હતાં. એ માટે તેઓ આગળ શિક્ષણ મેળવી શક્યાં ન હતાં.

ત્યારબાદ પ્રમિલાએ ગામમાં જ આંગણવાડીમાં રસોઈનું કામ શરૂ કરી દીધું.

પછી તેમણે ગામમાં જ એક સ્વયં સહાયતા સમૂહની શરૂઆત કરી. તેમને જલદી સફળતા મળી અને તેઓ ઓડિશાનાં પહેલા સ્વયં સહાયતા સમૂહ ‘મિશન શક્તિ’નાં પ્રતિનિધિ બની ગયાં.

બીજેડી સરકારે પ્રમિલા બિસોઈને પોતાની મહત્ત્વકાંક્ષી યોજના મિશન શક્તિનો ચહેરો બનાવ્યો છે. દાવો છે કે આ યોજનાથી 70 લાખ મહિલાઓને ફાયદો મળ્યો.

માર્ચમાં પ્રમિલા બિસોઈની ઉમેદવારીની જાહેરાત કરતા પ્રદેશના મુખ્ય મંત્રી નવીન પટનાયકે કહ્યું હતું, “આ મિશન શક્તિ સાથે જોડાયેલી લાખો મહિલાઓ માટે એક ભેટ છે.”

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રમિલાના પતિ ક્લાસ 4ના સરકારી કર્મચારી હતા.

તેમનાં મોટા દીકરા દિલીપ ચાની દુકાન ચલાવે છે અને નાના દીકરા રંજનની ગાડીઓની રિપેરીંગની દુકાન છે.

આ પરિવાર એક પતરાની છત ધરાવતા નાના એવા ઘરમાં રહે છે.

તેમના પાડોશી જગન્નાથ ગૌડા તેમને નાનપણથી ઓળખે છે. સ્થાનિક પત્રકાર સુબ્રત કુમારને તેઓ કહે છે, “તેમણે માત્ર ત્રીજા ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું છે પણ તેમણે નજીકના ગામમાં રહેતી ગરીબ મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે. તેઓ 15 વર્ષથી સક્રિય રીતે સમાજસેવા સાથે જોડાયેલાં છે. ગામમાં તેમનાં પ્રયાસથી એક ઇકો પાર્ક બન્યું છે.”

તેમની નેતૃત્વ ક્ષમતા પર જગન્નાથ જણાવે છે કે ખૂબ ઓછું શિક્ષણ મેળવ્યાં છતાં પ્રમિલા સામયિક ઘટનાઓ પર તુરંત ગીત રચવાનું હૂનર ધરાવે છે અને મહિલાઓને પ્રેરિત કરવા માટે ગીત ગાય પણ છે.

જગન્નાથ કહે છે કે પ્રમિલા પાસે એક એકરથી ઓછી જમીન છે, જેમાં કામ કરવા તેઓ પોતે પણ ઘણી વાર જાય છે.

પ્રમિલા સાથે સ્વયં સહાયતા સમૂહમાં કામ કરી ચૂકેલાં શકુંતલાએ જણાવ્યું કે તેમનાં સમૂહની મહિલાઓ પ્રમિલાને મા સમાન માને છે.

દસ વર્ષ પહેલા પ્રમિલાનાં કહેવા પર જ શકુંતલા અને ગામની 14 મહિલાઓએ મળીને એક સ્વયં સહાયતા સમૂહની શરૂઆત કરી હતી.

સમૂહની મહિલાઓએ ચર્ચા કરીને મકાઈ, મગફળી અને શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યું અને તેનાથી આવકમાં પણ વધારો થયો.

પ્રમિલા સારી રીતે હિંદી બોલી શકતાં નથી. પરંતુ અંગ્રેજી સમાચારપત્ર ‘ધ હિંદુ’ સાથે વાતચીતમાં તેમણે એ દલીલને ફગાવી દીધી કે રાષ્ટ્રીય રાજકારણમાં માત્ર હિંદી કે અંગ્રેજી બોલતા લોકો જ સફળ થઈ શકે છે.

તેમણે કહ્યું, “હું ગર્વથી સંસદમાં મારી માતૃભાષા ઉડિયામાં જ બોલીશ.”

 

December 24, 2018
mainved.jpg
1min4680

સમગ્ર વિશ્વમાં હાલમાં એક ભારતીય સાહસિક સાયકલિસ્ટ યુવતિ વેદાંગી કુલકર્ણી સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ રહી છે. વેદાંગી કુલકર્ણીએ એ કહેવતને સાર્થક કરી દેખાડી છે કે, … મહેનત ઇતની ચૂપકે સે કરો કી સફલતા શોર મચા દે….પૂણેની સાહસિક યુવતિ વેદાંગીએ એવો રેકોર્ડ કર્યો છે કે ભલભલા અચંબામાં પડી ગયા છે. સમગ્ર વિશ્વનો સૌથી ઝડપી સાઇકલ પર રાઉન્ડ મારનાર જો કોઇ હોય તો એ વેદાંગી કુલકર્ણી છે.

  • જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિગંની શરૂઆત કરી
  • દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર સાઇકલ પર કાપે છે વેદાંગી
  • ૧૫૯ દિવસોમાં ૧૪ દેશોમાં સાઇકલ લઇને ફરી ચૂકી છે વેદાંગી

પુણેની ૨૦ વર્ષની વેદાંગી કુલકર્ણી નામની યુવતીએ સાઇકલ પર આખા વિશ્વનો ઝડપથી પ્રવાસ કરી એશિયાની સૌથી ઝડપી મહિલા બની હોવાનો અદ્ભુત અને અવિશ્વસનીય ખિતાબ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પુણેમાં રહેતી વેદાંગીએ કલકત્તામાં તા.23 ડિસેમ્બર 2018ને રવિવારે સવારથી સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. સમગ્ર વિશ્વમાં સાઇકલ ચલાવવા માટે લાયક બનવા ૨૯,૦૦૦ કિમી અંતરની જરૂર હતી. જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિંગની શરૂઆત કરી હતી અને હવે તે રેકોર્ડ પૂર્ણ કરવા માટે ઓસ્ટ્રેલિયાના શહેરમાં પાછી ફરશે. આ અંગે વેદાંગીએ જણાવ્યું હતું કે દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર કાપીને ૧૫૯ દિવસોમાં ૧૪ દેશો ફરી વળી છું. દરમિયાન મને સારા અને ખરાબ અનુભવો પણ થયાં હતાં.

બ્રિટિશ સાહસિક જૅની ગ્રહમ (૩૮) ૨૦૧૮માં ૧૨૪ દિવસોમાં આખી દુનિયામાં સાઇકલ ચલાવી શકનારી સૌથી ઝડપી મહિલા છે, જે અગાઉના રેકોર્ડ કરતાં ત્રણ અઠવાડિયા ઝડપી હતી.

August 13, 2018
arohi2.jpg
1min3610

વિશ્ર્વભ્રમણ માટે ભારતની બે યુવતીઓ ૨૨ વર્ષની આરોહી પંડિત અને ૨૪ વર્ષની કૈથર મિસ્ક્વિટ્ટા ટચૂકડાં વિમાનમાં ઉડાન ભરી દુનિયાની સફરે નીકળી પડી છે. પંજાબની પતિયાલા એવિએશન ક્લબની મેમ્બર ટચુકડાં મોટર ગ્લાઈડર ગણાતાં લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ સાથે ત્રણેક માસ લાંબી સફરે નીકળી પડી છે. જેમાં તે ૪૦ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને ત્રણ ખંડના એકવીસ દેશનું પરિભ્રમણ કરી ભારતમાં નવો જ વિક્રમ રચશે.

આ બંને દીકરી ભારતની સરહદ છોડીને પાકિસ્તાન જતાં પૂર્વે ત્રણેક દિવસ ભુજમાં રોકાઈ હતી અને ગત સાતમી ઑગસ્ટે ભુજથી પાકિસ્તાનના કરાચી તરફ નીકળી ગઈ હતી. ભુજ એરપોર્ટના મેનેજરના જણાવ્યા અનુસાર બને પાઇલટ્સ ટચુકડાં પ્લેન સાથે અમદાવાદથી ભુજ આવી પહોંચી હતી. જો કે, એક-બે દેશના પાસપોર્ટ-વિઝાની પ્રક્રિયામાં વિલંબ થયો હોઈ તે ત્રણેક દિવસ સુધી ભુજમાં રોકાઈ હતી. આરોહી અને કૈથરના આ મિશનને દેશના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને નેવી બ્લ્યૂ ફાઉન્ડેશને સંયુક્ત રીતે સ્પોન્સર કર્યું છે. આ મિશનને વીઇ એટલે કે વુમન એમ્પાવરમેન્ટ નામ અપાયું છે .

ભુજ એરપોર્ટ સ્ટાફે પાકિસ્તાનની ઉડાન માટે રવાના થતાં પૂર્વે વિદાયમાન આપ્યું હતું. તો, કરાચી એરપોર્ટ પર પણ ભારતના હાઈકમિશનર અને પાકિસ્તાની સ્ટાફે બંનેનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

આરોહી મરાઠીભાષી હોઈ ઍરપોર્ટ દ્વારા ખાસ તેની મદદ માટે મરાઠીભાષી સ્ટાફ તૈનાત રખાયો હતો. આરોહી અને કૈથરે જે નાનકડાં વિમાનમાં સાહસયાત્રા શરૂ કરી છે તે સિંગલ એન્જિન પ્લેનનું નામ છે માહી. સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે પૃથ્વીમાતા. આ વિમાન ૮૦ હોર્સપાવરનું છે. આ વિમાન કલાકના મહત્તમ ૨૧૫ કિલોમીટરની ઝડપે ઉડી શકે છે અને એક ટ્રીપ મહત્તમ ચાર કલાક સુધી ખેડી શકાય છે.

એવિએશન ઈન્ડસ્ટ્રીના તજજ્ઞોના જણાવ્યા મુજબ આવા પ્લેનમાં ઉડાન સંપૂર્ણપણે વાતાવરણ પર નિર્ભર રહેતી હોય છે. વિશ્ર્વભ્રમણે નીકળેલી આ સાહસવીર યુવતીઓ બર્ફિલા પહાડો, વિશાળ સમુદ્રો, બિહામણા કોતરો, બર્ફિલા ટુંડ્ર પ્રદેશ, અફાટ રણ અને ઘનઘોર જંગલોને પાર કરવાનાં આવશે. અનેક જગ્યાએ હવાનું ટર્બ્યુલન્સ નડવાની શક્યતા છે. તો માનવ વસતીવિહોણા વિસ્તારોમાં સફર ખેડતી વખતે અનેક બાબતો ધ્યાનમાં રાખવી પડશે.

ભુજથી કરાચી બાદ હાલ આ દીકરીઓ ઈરાન પહોંચી છે. અહીંથી તે તુર્કી, સ્લોવેનીયા, ઑસ્ટ્રીયા, એટલાન્ટિક રેન્જ પાર કરી કેનેડા પહોંચશે. ત્યાંથી અમેરિકા, રશિયા, ચાઈના, મ્યાનમાર વગેરે દેશોમાં થઈ ભારત પરત ફરશે. સિંગલ એન્જિન પ્લેન સાથે વિશ્ર્વભ્રમણના ઇતિહાસમાં નવી સિદ્ધિ અંકિત કરવા કૃતનિશ્ર્ચયી છે.

August 10, 2018
comando.jpg
1min3990

દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકની દેખરેખમાં મહિલા સ્વૉટ કમાન્ડો નામનું એક વિશેષ દળ બનાવવામાં આવ્યું છે જેમાં 36 વુમન કોન્સ્ટેબલને 15 મહિના ટ્રેનિંગ આપવામાં આવી છે. આ મહિલા કમાંડૉમાં તાજેતરમાં જ દિલ્હી પોલીસમાં ભરતી થયેલી દેશભરની મહિલા કોન્સ્ટેબલમાંથી અસમમાંથી 13, મણિપુરમાંથી 5, અરૂણાચલ પ્રદેશમાંથી 5, સિક્કીમમાંથી 5, મેઘાલયમાંથી 4, નાગાલેન્ડમાંથી 2 અને મિઝોરમ અને ત્રિપુરામાંથે 1-1 કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી છે. હાલમાં તેમને રાજપથ અને વિજય ચોક પર તૈનાત કરવામાં આવશે. તેમની ટ્ટ્રેનિંગ પીટીસી ઝડૌદા કલાં અને માનેસરમાં થઈ છે.

આગામી સ્વતંત્રતા પર્વ, 15મી ઓગસ્ટ 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લાની પરથી દેશને સંબોધી રહ્યાં હશે ત્યારે તેમની સુરક્ષામાં એસપીજી અને લોકલ પોલિસ સાથે દિલ્હી પોલીસની વુમન સ્વૉટ કમાંડો ટીમ પણ તૈનાત હશે. દિલ્હી પોલીસની આ કમાંડૉ ટીમ દેશના કોઈ પણ રાજ્ય પોલીસમાં આ પહેલી ટીમ છે.

દિલ્હી પોલીસે તૈયાર કરેલી આ મહિલા કમાન્ડોને કમાંડૉ ટ્રેનિંગ 12 મહિનાથી આપવામાં આવી હતી. આ દળ પુરૂષ કમાંડૉ કરતા પણ વધારે તાલિમબદ્ધ છે. ઉપરાંત તેમને એનએસજીની કમાંડૉ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આ મહિલા કમાંડૉ બુલેટપ્રૂફ ગાડીઓમાં તૈનાત હશે. આ ગાડીઓને પણ વુમન કમાંડૉ જ ચલાવશે. શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આ દળને દિલ્હીની જનતાને સમર્પિત કર્યું હતું.

દિલ્હી પોલીસનું કહેવું છે કે, વર્તમાનમાં દેશના કોઈ પણ રાજ્ય પોલીસ પાસે આ કક્ષાની મહિલા કમાંડૉ ટીમ નથી.

August 5, 2018
st.jpg
1min2650
સ્ટીવ જોબ્સની પુત્રીએ પુસ્તકમાં ખોલ્યા પિતા સાથેના સંબંધોના રહસ્યો

વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંથી એક એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પુત્રી સાથેના સંબધો ખૂબ જ ખરાબ રહ્યા હતા. ઘણા વર્ષો સુધી સ્ટીવે લીઝાને પોતાની પુત્રી તરીકે સ્વીકારી જ નહોતી. હવે સ્ટીવ જોબ્સની પુત્રીએ પિતા સાથેના સંબંધો પર પુસ્તક લખ્યું છે, જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે જીવનના અંતિમ દિવસોમાં સ્ટીવ જોબ્સે તેને કહ્યું હતું કે તેનામાંથી ટોઈલેટ જેવી દુર્ગંધ આવે છે.

લીઝા બ્રેનન-જોબ્સે પોતાના પુસ્તક ‘સ્મોલ ફ્રાય’ માં પિતા સાથેના સંબધો વિશે લખ્યું છે. લીઝા સ્ટીવની પ્રથમ પુત્રી છે. આ પુસ્તકનો એક ભાગ ‘વૈનિટી ફેરે’ છાપ્યો છે જેમાં લીઝાએ જણાવ્યું કે જ્યારે સ્ટીવ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને પથારીવશ હાલતમાં લીઝા તેમને મળવા ગઇ હતી, પોતે રોઝ સેંન્ટ છાંટીને ગઈ હતી પરંતુ સ્ટીવે કહ્યું હતું કે તેનામાંથી ટોઈલેટ જેવી દુર્ગંધ આવે છે. બ્રેનન માને છે કે તેમના જન્મ પર દુ:ખની લાગણી જ પિતા સાથેના ખરાબ સંબધોનું કારણ છે.

લીઝા બ્રેનના પુસ્તકનો એક ભાગ વેનિટી ફેરે છાપ્યો છે
લીઝા બ્રેનના પુસ્તકનો એક ભાગ વેનિટી ફેરે છાપ્યો છે

બ્રેનને જણાવ્યું કે તેમના પિતા પાસેથી તેમની જૂની પોર્શ કાર માંગતા સ્ટીવે કહ્યું હતું કે તને કંઇ જ નહી મળે. સમજી લે જે, કંઇ જ નહી મળે.

1978માં જન્મેલી લીઝા બ્રેનન-જોબ્સ, સ્ટીવ અને ક્રિસન બ્રેનનની પુત્રી છે. 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ ક્રિસન ગર્ભવતી થતા સ્ટીવે બાળકી પોતાની હોવાનો ઈન્કાર કરી અલગ થયા હતા, પરંતુ કોર્ટે પીતૃત્વ પરીક્ષણ કરાવ્યું જેમાં સાબિત થયું કે આ બાળકીના પિતા સ્ટીવ જોબ્સ જ છે.

સ્ટીવ જોબ્સ 2011માં મૃત્યું પામ્યા હતા અને પુત્રી 9 વર્ષની થઇ ત્યાં સુધી સ્ટીવ પોતાની વાત પર રહ્યા કે તેઓ ઈન્ફર્ટાઈલ હોવાથી પિતા નહી બની શકે. જો કે ત્યાર બાદ સ્ટીવ તેમની પત્ની લોરેન પોવેલ થકી ત્રણ સંતાનોના જન્મ્યા હતા.

નાનપણમણમાં લીઝા પિતા સ્ટીવ જોબ્સ સાથે
નાનપણમણમાં લીઝા પિતા સ્ટીવ જોબ્સ સાથે

બ્રેનને પુસ્તકમાં લખ્યું છે કે પાછળથી સ્ટીવે માફી માંગી હતી પરંતુ તેમના સંબધો હમેશાં તણાવપૂર્ણ રહ્યાં. તે કયારેક ક્યારેક પિતાના ઘરે જતી પરંતુ તેમની વાતચીતમાં સ્ટીવ લાંબા સમય મૌન રહેતા હતા. પિતા સ્ટીવ માટે બ્રેનન હમેશાં તેમની સફળતા પર એક ડાઘ સમાન હતી. કારણ કે તેની જીંદગી એ મહાનતા અને ગુણો સાથે બંધબેસતી નહોતી જે સ્ટીવ પોતાના માટે ઈચ્છતા હતા. મારા માટે આનાથી વિરૂધ્ધ હતું, હું જેટલી એમની નજીક જતી એટલી ઓછી શરમ અનુભવતી હતી.

June 27, 2018
saudi1.jpg
1min1960

સઉદી અરેબિયામાં મહિલાઓને ડ્રાઈવિંગની પરવાનગી આપવામાં આવતાં હવે એ રાજ્યની આવક સઉદી અરેબિયાની ઑઈલ કંપની અર્માકોના શેરના વેચાણ જેટલી થશે. ગઇ તા.24મી જુન 2018ના રોજ લેવામાં આવેલા પગલાથી દેશની આવકમાં 2030 સુધીમાં વધીને 90 અબજ ડૉલર જેટલી થશે, એવું દુનિયાભરના એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે. સઉદી અરેબિયન ઑઇલ કંપનીના લગભગ પાંચ ટકા શેરના વેચાણમાંથી લગભગ 100 અબજ ડૉલરની આવક ઊભી કરી શકાય.

આ રીતે ઇકોનોમીને વેગ મળશે

ડ્રાઇવિંગ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાતાં ઑફિસમાં કામ કરતી મહિલાઓની સંખ્યા વધશે, વર્કફોર્સના કદમાં વધારો થશે. એકંદર આવક અને આઉટપૂટમાં વધારો થશે, ઇકોનોમીક એક્સપર્ટે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નોકરિયાત મહિલાઓની વધતી સંખ્યાનો સમાવેશ કરવા અર્થતંત્ર સાનુકૂળ બન્યા પછી જ આ લાભ મેળવી શકાશે. સઉદી અરેબિયાની લેબર માર્કેટમાં મહિલાઓનો સહભાગ નબળો છે. આર્થિક દૃષ્ટિએ માત્ર 20 ટકા મહિલા સક્રિય છે. અખાતના બીજા પાડોશી દેશો કરતાં આ દેશ પાછળ છે.

2016માં બીજા દેશોમાં મહિલાઓનો સહભાગ સરેરાશ 42 ટકા જેટલો હોવાનું જણાયું હોવાથી સઉદી વહીવટીતંત્રે સઉદી અરેબિયાના સમાજને આધુનિક બનાવવા ઘડી કાઢેલા નેશનલ વિઝન 2030 પ્રોગ્રામના મુખ્ય લક્ષ્યાંક પૈકી એક મહિલાઓનો સહભાગ વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સઉદી અરેબિયામાં તેમના (મહિલાઓના) એક ટકા પોઇન્ટ ઉમેરવામાં આવે તો લેબર માર્કેટમાં કામ કરતી મહિલાઓની સંખ્યા વધીને 70,000 થાય.

તા.24મી જુન 2018નો દિવસ સઉદી અરેબિયામાં રહેતી મહિલાઓ માટે ઐતિહાસિક દિન બની રહેશે. મહિલાઓના ડ્રાઇવિંગ પરની પાબંદી ઉઠાવી લેવાતાં ઉજવણી કરવા મહિલાઓએ રિયાધના રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવાનો આનંદ માણ્યો હતો.

સઉદી અરેબિયાના ઊર્જા ખાતાના પ્રધાન ખાલિદ અલ-ફાલિહે જણાવ્યું હતું કે ડ્રાઈવિંગ પરની પાબંદી ઉઠાવી લેવાનો અર્થ મહિલાઓ વધુ શક્તિશાળી બનશે અને તેઓ વધુ સક્રિય બનશે.

 

May 24, 2018
womanpilot.jpg
1min1290

ફ્લાઇંગ-ઑફિસર અવનિ ચતુર્વેદી ફાઇટર પ્લેન ઉડાડનાર પહેલી મહિલા પાઇલટ બન્યા છે.

ફ્લાઇંગ-ઑફિસર અવનિ ચતુર્વેદીએ એ ગુજરાતના જામનગર ઍરબેઝથી ૩૦ મિનિટ માટે રશિયન બનાવટનું મિગ-૨૧ બિસન પ્લેન ઉડાડીને ઇતિહાસ રચી દીધો હતો. તે ફાઇટર પ્લેન ઉડાડનાર પહેલી મહિલા પાઇલટ બની છે. ઇન્ડિયન ઍરફોર્સના કાફલામાં સૌથી જૂનું મિગ-૨૧ બિસન ઉડાડવું ઘણું અઘરું કાર્ય મનાય છે. મધ્ય પ્રદેશમાં જન્મેલી અવનિ આગામી છ મહિનામાં ફાઇટર પ્લેનની જટિલતાઓનો અભ્યાસ કરીને એનો યુદ્ધમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એની તાલીમ મેળવશે.

 

May 23, 2018
women-gun.jpg
1min1320

રાજધાની નવી દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં વર્કિંગ વુમન્સે ગન-લાઇસન્સ માટે ઍપ્લિકેશન કરતાં પોલીસ ચોંકી ઊઠી છે. શહેરમાં રેપ, લૂંટ અને છેડતીની અનેક ઘટનાઓને પગલે મહિલાઓ સ્વરક્ષણ માટે હથિયારનું લાઇસન્સ મેળવવા માગે છે. છેલ્લાં બે વર્ષમાં દિલ્હી પોલીસને ગન-લાઇસન્સ માટે ૯૦૦થી વધુ મહિલાઓની અરજી મળી છે. ૨૦૧૦માં આવી કુલ ૩૨૦ ઍપ્લિકેશન મળી હતી, જ્યારે ૨૦૧૧માં ૫૦૦ અરજી મળી હતી. ટૂંકમાં અત્યારે હથિયારનું લાઇસન્સ મેળવવા માટે કરવામાં આવેલી અરજીઓમાં ૨૦-૨૨ ટકા અરજીઓ મહિલાઓએ કરી છે.

જોકે પોલીસના લાઇસન્સ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે અનેક મહિલાઓ તેમના પિતા કે પતિનું લાઇસન્સ વારસામાં મેળવવા માગે છે અને આ જ કારણોસર લાઇસન્સ મેળવવા ઇચ્છતી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. ૨૦૧૦માં પોલીસે ૧૭ મહિલાઓને લાઇસન્સ ઇશ્યુ કર્યા હતાં, જ્યારે ૨૦૧૧માં ૩૩ મહિલાઓને લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં. છેલ્લાં બે વર્ષમાં ૬૦૦થી વધુ અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી.

May 22, 2018
angelina1.jpg
1min1750

ઈરાનના તેહરાન શહેરમાં રહેતી બાવીસ વર્ષની સહર તબર નામની યુવતી ઍન્જેલિના જોલીની ડાઇ હાર્ડ ફૅન હોવાથી તેના જેવા જ સુંદર દેખાવાની તેની ખ્વાહિશ હતી.

 

જો તેનો મૂળ ચહેરો જુઓ તો તે પોતે કંઈ ઓછી સુંદર નહોતી, પણ અમેરિકન ઍક્ટ્રેસ ઍન્જેલિના જોલી જેવા દેખાવાનું ભૂત તેના મગજ પર એવું સવાર થયેલું કે તેણે એક પછી એક નાની-મોટી પ્લાસ્ટિક સર્જરીઓની હારમાળા પોતાના જ શરીર પર શરૂ કરાવી દીધી. ઍન્જલિનાની જેમ શાર્પ જડબાં, પાઉટ પોઝ આપી શકાય એવા ભરાવદાર હોઠ, સહેજ ઊંચું અને તીણું નાક બનાવવા માટે તેણે સર્જરીનો સહારો લીધો હતો. ‘અલ અરેબિયા’ વર્તમાનપત્રમાં છપાયેલા અહેવાલ મુજબ સહરે લગભગ પચાસ કૉસ્મેટિક સર્જરીઓ કરાવી છે. સહર ખૂબ સ્ટ્રિક્ટ ડાયટિંગ કરીને પોતાનું વજન ૪૫ કિલોથી વધવા નથી દેતી. નવાઈની વાત એ છે કે આવો ભદ્દો લુક ધરાવતી છોકરીના ઇન્સ્ટાગ્રામ પર ૩.૧૮ લાખથી વધુ ફૉલોઅર્સ છે. જોકે કેટલાય લોકો તેના આ લુકની ભારોભાર ટીકા કરે છે અને ઝોમ્બી અને ડાકણ જેવા નામે ચિડાવે છે. એમ છતાં આ બહેન પોતાના શરીરના પ્રેમમાં છે અને ઇન્સ્ટાગ્રામ પર નિયમિત પોતાની તસવીરો પોસ્ટ કર્યે જાય છે. તેના જ ફૉલોઅર્સમાંના કેટલાક લોકો માને છે કે તેની મેકઅપ ટ્રિકને કારણે તે આવી લાગે છે.