My World Archives - CIA Live

January 18, 2020
hindi-1280x707.png
1min130

અમેરિકા ખાતેની ભારતીય ઍમ્બેસી હિંદીના ક્લાસ ચલાવતી હોવાને કારણે અમેરિકામાં નવ લાખથી વધુ લોકો હિંદી બોલે છે, એવી માહિતી ટોચના ભારતીય રાજદૂતે આપી હતી.

ભારતીય દૂતાવાસમાં વિશ્ર્વ હિંદી દિવસની ઉજવણી દરમિયાન અમિત કુમારે કહ્યું હતું કે એ જાણીને ખુશી થાય છે કે અમેરિકામાં હિંદી ભાષા મોટા પાયે બોલવામાં અને શીખવવામાં આવે છે.

અમેરિકાની ઘણી સ્કૂલમાં હિંદી શીખવવામાં આવે છે. અમેરિકન કમ્યુનિટી સર્વેના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના નવ લાખથી વધુ લોકો હિંદી બોલે છે

ભારત વિશ્ર્વનો એક મહત્ત્વનો દેશ બનીને ઊભર્યો છે, તેથી દુનિયાભરના લોકોને હિંદી ભાષા શીખવામાં રસ જાગ્યો છે.

જે લોકો ભારતમાં ફરવા માટે કે વેપારધંધા માટે આવે છે, તે લોકોને હિંદી શીખવાથી ભારતના લોકોના દિલ અને દિમાગ જીતવાનો મોકો મળે છે, એમ અમિતકુમારે જણાવ્યું હતું.

એમણે પોતાનો જ ચીની ભાષા શીખવાનો અનુભવ ટાંકીને કહ્યું હતું કે સ્થાનિક ભાષા શીખવાથી ઘણાં દ્વાર ખૂલી જાય છે.

વિવિધ દેશના લોકોને છેલ્લા બે વર્ષથી ભારતીય રાજદૂતાલય નિ:શુલ્ક હિંદી શીખવી રહ્યું છે.

January 2, 2020
patidar.jpg
2min3950

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020’ 3 જાન્યુઆરીથી અમદાવાદમાં

ગુજરાતમાં પાટીદારો પ્રભાવશાળી રહ્યા છે અને રહેશે. ગુજરાતમાં સામાજિક, રાજકીય દ્રષ્ટીએ પાટીદાર પાવર જબરદસ્ત રીતે કાર્ય કરે છે. પણ જો પાટીદારોને બિઝનેસ પાવર કેટલો, એ બાબતની અનૂભુતિ કરવી હોય તો તા.3થી 5 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ ખાતે યોજાઇ રહેલા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020ની મુલાકાત લેવી પડે. અહીં અનેક જાણ્યા અજાણ્યા પાટીદાર બિઝનેસ મેન, ધંધા રોજગાર્થીઓનો મેળાવડો જામશે.

સમસ્ત પાટીદારની એકતાના ધામ એવા ‘સરદાર ધામ’ના ઉપક્રમે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) તા.૩થી ૫ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ હેલિપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે.

પાટીદારોની મેગા બિઝનસ ઇવેન્ટ : 10,000થી વધુ પાટીદાર ઉદ્યોગપતિ : 1000થી વધુ સ્ટોલ્સ

સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’(GPBS-2020)માં દેશ-દુનિયાના પ્રથમ હરોળના ૧૦,૦૦૦થી વધુ પાટીદાર ઉદ્યોગપતિઓ, ૧,૦૦૦થી વધુ સ્ટોલ્સ, સર્વ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર સમિટ દરમિયાન સાત લાખથી વધુ વિકાસપ્રેમ, રાષ્ટ્રવાદી ભાઈ-બહેનો મુલાકાત લેશે. આ સમિટનો હેતુ સમાજનાં નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે. સમાજમાં નવા ઉદ્યોગપતિ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું તથા સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી અપાવવાનો છે. 

સૂરતથી હજારો પાટીદારો જોડાશે

અમદાવાદ ખાતે યોજાઇ રહેલી પાટીદારોની સૌથી મોટી બિઝનેસ મીટમાં સૂરતથી ખાસ કરીને સૂરતના સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવકો આ સમીટમાં જોડાઇ રહ્યા છે. અનેક ઉદ્યોગપતિઓ, રોજગારોના સ્ટોલ્સ પણ અહીં જોવા મળશે. સૂરતના અનેક ઉદ્યોગપતિઓ આ સેશનમાં પોતાનું વક્તવ્ય પણ આપવાના છે.

ઉદ્ઘાટન મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) ઉદ્‌ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે સવારે ૧૦ વાગ્યે કન્વેન્શન હોલ નં.૫ ખાતે થશે. સાથે જ દીકરી સ્વાવલંબન યોજનાનો શુભારંભ થશે. ઉદ્‌ઘાટનના સમારોહમાં અંદાજે ૧૦,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહેશે.

સેશન વાઇઝ

ઉદઘાટનના સાથે જ કન્વેન્શન હોલ નં.૫ ખાતે સેશન-૧માં ઉદ્‌ઘાટન સમારોહ અને દીકરી સ્વાવલંબન યોજનાનો પ્રારંભ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સર્સ તથા દેશ-વિદેશના બિઝનેસમેન ઉપસ્થિત રહેશે.

સેશન-૨માં વિવેક બિન્દ્રા (બિઝનેસ કોસચ)નું વ્યાખ્યાન બપોરે ૧.૩૦થી ૨.૩૦ દરમિયાન થશે. ત્યારબાદ સફળતાના સૂત્રો જયંતીભાઈ પટેલ(મેઘમણી ગ્રૂપ) અને ગોવિંદભાઈ ધોળકિયા(રામકૃષ્ણ એક્સપોર્ટ) દ્વારા રજૂ થશે.

સેશન-૪માં પ્રખર વક્તા કુમાર વિશ્વાસ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૫માં સાંજે ૪.૩૦ વાગ્યાથી ‘પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ’ અપાશે. સવજીભાઈ ધોળકિયા, પ્રખર વક્તા જય વસાવડા ઉપસ્થિત રહેશે.

જ્યારે સેશન-૬માં સ્ત્રી-સશક્તિકરણ અંગે કાઝલ ઓઝા-વૈદ્ય પોતાના વિચારો  રજૂ કરશે.

બીજા દિવસની ઇવેન્ટ્સ

સમિટના બીજા દિવસે તા.૪ જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે સેશન-૭ બિઝનેસમાં ચેતન ભગત પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૮માં ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અંગે જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશભાઈ પટેલ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૯ બિઝનેસમાં ડિસિપ્લિન અંગે પેનલ ડિસ્ક્શન થશે.

સેશન-૧૦માં અસરકારક બ્રાન્ડ બિલ્ડિંગ અંગે ડિસ્કશન થશે. જ્યારે સેશન-૧૧માં એગ્રિકલ્ચરમાં ઇનોવેશન અંગે તજજ્ઞો ગોપાલ સુતરિયા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૧૨ અંતર્ગત સાંજે ૫.૩૦ વાગ્યાથી સમાપન સમારોહ યોજાશે.જ્યારે એક્ઝિબિશન તા.૫મી જાન્યુઆરીના રોજ ખુલ્લું રહેશે. 

400 કરોડ ફંડ એકઠું કરવાનું ધ્યેય

GPBS 2020 અંતર્ગત પ્રથમ દિવસે, તા.૩ જાન્યુઆરીએ એક વિશેષ રિબિન-કટિંગ સમારોહનું આયોજન થશે. જેનો હેતુ “એકતાથી સમૃદ્ધિ તરફ”ના અનુસંધાનમાં રહેશે. જે અંતર્ગત 1000 પ્રદર્શકો એક સાથે 1000 ફૂટ લાંબી રિબિન કાપીને સમિટની શરૂઆત કરશે. આ સમિટની અન્ય વિશેષતા ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ હશે.  જે યુવા ઉદ્યોગસાહસિકોને રોકાણકારો સાથે જોડાવા એક અદ્વિતીય તક પુરી પાડશે. ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ દ્વારા પસંદ પામેલ 50 બિઝનેસ મોડેલ્સનું ~ 400 કરોડ ફંડ એકઠું કરવાના ધ્યેય સાથે પ્રદર્શન કરાશે. 


સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે નવનિર્મિત સરદારધામ, વૈષ્ણોદેવી સર્કલ, એસ.જી.હાઈવે ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૫૦ ફૂટની ૧૭,૦૦૦ કિલોગ્રામ વજન ધરાવતી કાંસ્ય પ્રતિમાનું અનાવરણવિધિ 
તા.૩ જાન્યુઆરીના રોજ સવારે ૮.૩૦ વાગ્યે થશે. અનાવરણ વિધિ પ્રતિમાના દાતા રણછોડભાઈ જોઇતારામ પટેલ પરિવાર(રણજિત બિલ્ડકોન) તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સરર્સની ઉપસ્થિતિમાં યોજાશે.  

December 31, 2019
shivnadar.jpg
1min250

શિવ નાડર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નકલી ચલણી નોટ ઓળખી શકે એવી ઈન્ક (શાહી) વિકસાવી છે.

symbolic photo

શિવ નાડર યુનિવર્સિટીના એક પ્રોફેસર દેબદાસ રેએ કહ્યું કે ‘અમારી સફેદ શાહી સસ્તા પદાર્થોથી બનેલી છે અને દિવસના તડકામાં અને અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ પારખી શકાય છે.’

હાલમાં ઉપયોગમાં લેવાતી સિક્યોરિટી ઈન્કમાં વધુ પદાર્થોનો ઉપયોગ થતો હોવાથી તે મોંઘી પડે છે તેવું સંશોધનકારોએ કહ્યું હતું. સિક્યોરિટી સાઈનેજ, ઈમર્જન્સી રૂટ સાઈલેજ, ટ્રાફિક સાઈનેજ, મેડિકલ ડાયેગ્નોસિસ વગેરે માટે પણ વ્હાઈટ સિક્યોરિટી ઈન્ક ઉપયોગી નીવડી શકે છે. ફ્ક્ત ૪૫ મિનિટમાં ઈન્ક તૈયાર થઈ જતી હોય છે, તેવું તેમણે કહ્યું હતું. એક ગ્રામ ઈન્કની કિંમત પ્રતિ ગ્રામ એક હજાર રૂપિયા છે.

છેલ્લા કેટલાક દશકાથી સિક્યોરિટી ઈન્કનું મહત્ત્વ વધ્યું છે. દિવસના પ્રકાશમાં નોટ અથવા દસ્તાવેજ પર લખેલું વાંચી શકાતું નથી અને અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ જ વાંચી શકાય છે.

જોકે, આ પ્રકારની ઈન્ક મોંઘી પડે છે અને તે ઝેરી હોય છે. નવી ઈન્ક પોલિવિનાઈલ આલ્કોહોલ નામના કેમિકલથી બનેલી હોય છે.

અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ અને તે ન હોય તો પણ આ વ્હાઈટ ઈન્કથી લખાયેલું વાંચી શકાય છે. અત્યારે વપરાતી શાહીથી લખેલું અલ્ટ્રાવાયોલેટ લાઈટ ન હોય તો વાંચી શકાતું નથી. વ્હાઈટ ઈન્કમાં ફોલોરોસેન્સ (નેનો સેક્ધડમાં ચમકે) અને ફોસ્ફોરેસન્સ (માઈક્રો સેક્ધડથી સેક્ધડ – વધુ સમય સુધી ચમકે) એમ બંને ગુડ્સ છે. આથી તેનો ઉપયોગ વિવિધ કાર્ય માટે થઈ શકે છે.

December 31, 2019
lostphone.jpg
1min160

દિલ્હી એનસીઆર વિસ્તારના ફોનધારકોનો ફોન ખોવાઈ જાય તો શોધી આપે અથવા તેને બ્લોક કરે તેવું પોર્ટલ કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં આવું પોર્ટલ મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું તે પછી હવે દિલ્હી-એનસીઆરમાં શરૂ કરવામાં આવ્યું છે.

CEIR
https://ceir.gov.in

કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે પોર્ટલનું લોન્ચિંગ કરતાં કહ્યું હતું કે દેશ મોટા પાયા પર ડિજિટલ થઈ રહ્યો છે તેવા સમયે ફોનની સુરક્ષા આગવું મહત્ત્વ ધરાવે છે. ‘આપણે ટૅક્નોલોજીનો ઉપયોગ વિકાસ માટે કરીએ છીએ ત્યારે નિષ્ણાત ગુનેગારો પોતાના ફાયદા માટે ટૅક્નોલૉજીનો દુરુપયોગ કરતાં હોય છે, તેવું રવિશંકર પ્રસાદે કહ્યું હતું. આ પોર્ટલથી પાંચ કરોડ મોબાઈલ ગ્રાહકોને ફાયદો થશે.

ટેલિકોમ સચિવ અંશુપ્રકાશે પત્રકારોને કહ્યું કે “જેમના ફોન ખોવાયા હોય તેઓ વેબપોર્ટલમાં લોગઈન કરી ફરિયાદ નોંધાવી શકે છે. પોલીસ ફરિયાદ અને તેમના આઈડી પ્રૂફ પણ ‘અપલોડ’ કરવાના રહેશે. તે પછી ખોવાયેલો ફોન બ્લોક કરવામાં આવશે. મુંબઈમાં વેબપોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું તે પછી ૫૦૦-૬૦૦ ફરિયાદ પોર્ટલમાં નોંધવામાં આવી હતી. ૫૦ ટકા કિસ્સાઓમાં ફોન ટ્રેસ કરવામાં આવ્યો હતો અને પોલીસને માહિતી આપવામાં આવી છે. આ વેબપોર્ટલ ૨૦૨૦માં દેશના અન્ય વિસ્તારોમાં પણ લોન્ચ કરવામાં આવશે.

December 26, 2019
run_utsav.jpg
1min220

લોકોનો ઉત્સાહ જોઈને કચ્છમાં યોજાતા રણોત્સવની તારીખ લંબાવવામાં આવી છે. સફેદ રણમાં યોજાતા ઉત્સવની મજા હવે 12મી માર્ચની સુધી પ્રવાસીઓ માણી શકશે. આ ઉત્સવની મજા ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીની રાત્રે પણ ચંદ્રમાની ચાંદનીમાં માણી શકાશે.

અગાઉ રણોત્સવની તારીખ 28મી ઓક્ટોબર 2019 થી 23મી ફેબ્રુઆરી 2020 રાખવામાં આવી હતી, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હવે તે 12મી માર્ચ સુધી યોજાશે એટલે કે તેમાં 15 દિવસ કરતા વધુ સમય માટે ઉત્સવને લંબાવવામાં આવ્યો છે. એટલે કે હવે જે લોકો શિયાળાની ઠંડી ઓછી થાય તેવા સમયે રણોત્સવ જવા માગતા હોય તેમને પણ ફાયદો થશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી માટે અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચશે તેવું આયોજકો માની રહ્યા છે. આ સાથે તેના માટે બુકિંગ પણ ચાલી રહ્યા છે. આ વખતે ચોમાસું લાબું ચાલ્યું હોવાના કારણે જ્યાં સફેદ રણ છે ત્યાં પાણી ડિસેમ્બર સુધી રહ્યું હતું, જોકે હવે પાણી સુકાઈ જવાથી સફેદ રણનો અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે.

પૂનમની ચાંદનીમાં અહીંનો નજારો સામાન્ય દિવસો કરતા એકદમ અલગ હોય છે, આ નજારો માણવા માગતા પ્રવાસીઓ હવે સફેદ રણને પૂનમના ચંદ્રની ચાંદનીમાં માણી શકશે.

December 26, 2019
modi_temple.jpg
1min200

તમિળનાડુના તિરુચિરાપલ્લી શહેરની નજીકના એરાકુડી ગામમાં ૫૦ વર્ષની ઉંમરના પી. સંકર નામના ખેડૂતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના સહિતની કલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત થઈને પોતાના ખેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે.

સંકરે તિરુચિરાપલ્લીથી ૬૩ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં પોતાના ખેતરમાં ગયા અઠવાડિયે આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનું આ શાંતિમય ગામ બહુ નાનું છે. સંકર એમાં દરરોજ આરતી કરે છે.

મંદિરની દીવાલ ૮ ફૂટ ઊંચી છે. મંદિરના પ્રવેશદ્વારમાં સુંદર રંગોળી બનાવવામાં આવી છે અને મંદિરમાં વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચશ્માંવાળા અને સ્મિત સાથેના ચહેરાવાળી મૂર્તિ છે. એમાં મોદીના કપાળ પર તિલક કરવામાં આવ્યો છે. મૂર્તિમાં મોદીને પિન્ક કુર્તા તથા બ્લુ શાલથી સજ્જ કરાયા છે તેમ જ તેમને ફૂલ-હાર પણ અર્પણ કરવામાં આવ્યા છે. મૂર્તિની બન્ને બાજુએ દીવા રાખવામાં આવ્યા છે.

મોદીની આ મંદિર બનાવવા પાછળ સંકરે ૧.૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

મંદિર બનાવવાની શરૂઆત આઠ મહિના પહેલાં કરવામાં આવી હતી. સંકરે મુલાકાતમાં કહ્યું હતું કે ‘અમુક અડચણોને કારણે હું જલદીથી આ મંદિર નહોતો બનાવી શક્યો.’

આ મંદિર બનાવવા માટેની પ્રેરણા કેવી રીતે મળી? એવું પૂછાતાં સંકરે પીટીઆઇને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના કલ્યાણકારી પગલાંઓથી મને ફાયદો થયો છે અને આ પગલાં લેવા બદલ મને વડા પ્રધાન મોદી ખૂબ પ્રિય છે.

મને ખેડૂતો માટેની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૨,૦૦૦ રૂપિયા મળ્યા છે તેમ જ મને પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ ગૅસ તથા ઇન્ડિવિજ્યૂઅલ હાઉસહૉલ્ડ લૅટ્રિન સ્કિમ હેઠળ ટૉઇલેટની સવલતનો લાભ પણ મળ્યો છે. મને મોદીજીનું વ્યક્તિત્વ બેહદ પ્રિય છે. હું ઘણા સમયથી તેમનો ચાહક છું.’

સંકર તેના ગામનો જાણીતો ખેડૂત છે અને ભાજપ સહિતના કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી.

ભાજપના તિરુચિરાપલ્લી ઝોનના પક્ષ-કાર્યકર એલ. કાન્નને પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સંકર અમારા પક્ષનો મેમ્બર નથી. મેં મારા પક્ષના અહીંના હોદ્દેદારોને આ મંદિર જોવા મોકલ્યા હતા. અમે સંકરને ભાજપમાં જોડાઈને લોકોના કલ્યાણ માટે કાર્ય કરવાની વિનંતી કરી છે. સંકરને અમારી ઑફર ગમી છે અને અય્યા (અંગ્રેજીમાં જેમ ‘સર’ની પદવી અપાય એમ તમિળ ભાષામાં ‘અય્યા’ નામનો માનાર્થી શબ્દ વપરાય છે) તેને ખૂબ પ્રિય છે એટલે તે અમારી ઑફર સ્વીકારવા રાજી છે.’

મોદીને રૂબરૂ મળવાની સંકરની ઇચ્છા છે.

સંકરના આ મંદિરમાં મહાત્મા ગાંધી તેમ જ કૉંગ્રેસના ભૂતપૂર્વ અગ્રણી નેતા કે. કામરાજ, એઆઇએડીએમકેના સ્વ. એમ. જી. રામચંદ્રન અને જે. જયલલિતા તેમ જ ગૃહ પ્રધાન અમિત શાહ અને તમિળનાડુના મુખ્ય પ્રધાન કે. પાલાનીસ્વામીની છબીઓ ગોઠવવામાં આવી છે.

December 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min2350

અડાજણ-પાલ-રાંદેરના ધો.10ના વિદ્યાર્થીઓ માટે દાળીયા સ્કુલ યોજી રહી છે માર્ગદર્શક સંવાદ

આજે ઇન્ટરનેટના જમાનામાં બધી માહિતી હાથવગી છે પણ એના અર્થઘટન અને વર્ગીકરણમાં મોટાભાગના મુશ્કેલીઓ અનુભવે છે. પરીક્ષા પદ્ધતિ બદલાય છે, આર્ટ્સ ,કોમર્સ ,સાયન્સ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ વગેરે ટ્રેન્ડ પણ બદલાય છે! ત્યારે દસમા ધોરણ પછી પોતાના રસ-રુચિ મુજબનું કયું ફિલ્ડ પસંદ કરવું? કયા ક્ષેત્રે પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકાય જેવા ઘણા પ્રશ્નોથી વિદ્યાર્થી અને વાલીઓને ખૂબ જ મૂંઝવણ થાય છે.

વાલી અને વિદ્યાર્થીઓની આ અકળામણ અમે અનુભવી છે અને એટલે જ ધોરણ 10 પછી બાળકોને પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ વિકલ્પ મળી રહે, એમને યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી સાર્વજનિક કેળવણી મંડળ, અડાજણ સંચાલિત શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલમાં આગામી ૧૪ ડિસેમ્બર શનિવારે સાંજે 6:30 કલાકે “ધોરણ 10 પછી પ્રગતિનો રાજમાર્ગ ” વિષય પર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્ય વક્તા તરીકે ખૂબ જ જાણીતા કારકિર્દી માર્ગદર્શક શ્રી જયેશભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિ:શૂલ્ક રહેશે. સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શનની પુસ્તિકા પણ ભેટ રૂપે આપવામાં આવશે તો આસપાસની શાળાના તથા ક્લાસીસોના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને સેમિનારમાં ઉપસ્થિત રહી આ નિ:શૂલ્ક સેમિનારનો લાભ લેવા માટે વિનંતી.

December 9, 2019
harsh.jpg
1min590

વર્ષ 2019માં લખનૌ મુકામે 22th International Convention on students’ Quality circle Convention  27 થી 30 નવેમ્બર સુધી યોજાયેલ હતો. જેમાં કેસ સ્ટડી પ્રેઝન્ટેશન, ડીબેટ, નુક્કડ નાટક, પેપર પ્રેઝન્ટેશન, ક્વિઝ, પોસ્ટર એન્ડ સ્લોગન મેકીંગ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિશ્વના અન્ય દેશોમાંથી આવેલ 106 ટીમ તથા ભારતની 52 ટીમોએ ભાગ લીધો હતો.

જેમાં સૂરત નજીક હજીરા વિસ્તારમાં આવેલી સંજીવની હાઇસ્કૂલના નવોદય ક્વોલિટી સર્કલે કેસ સ્ટડી પ્રેઝન્ટેશનમાં સ્ટ્રીમ A6 વિભાગમાં “શિક્ષણમાં ટેક્નોલોજીનો અભાવ” વિષય પર ઉત્કૃષ્ટ રજૂઆત કરી હતી. જેના નિર્ણાયક તરીકે ઓસ્ટ્રેલિયાના જે. એમ. રૂપારી શાહ, QCFIના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ડી. કે. શ્રીવાસ્તવ અને અંકલેશ્વર ચેપ્ટરના ચેરમેન સુધાબેન મઝુમદાર પધાર્યા હતા. તેમણે ગામડાની ગુજરાતી માધ્યમની શાળાની વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ રજૂઆત, સંશોધન અને નવતર પ્રયોગના અને ક્વોલિટી સર્કલમાં ઉપયોગ કરેલ વિવિધ ટૂલ્સની પદ્ધતિસરની ગોઠવણીના ભારોભાર વખાણ કર્યા હતા. સમગ્ર 158 ટીમોમાંથી સંજીવની શાળાના નવોદય ક્વોલિટી સર્કલે પ્રથમ ક્રમ મેળવી ઇશિકાવા એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.

QCFI ના વાઇસ ચેરમેને 27 થી 30 ડિસેમ્બર સુધી વારાણસીમાં યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં ભાગ લેવા આમંત્રિત કર્યા હતા.

સંજીવની શાળાના નવોદય ક્વોલિટી સર્કલે 2013, 2015 અને 2019માં આંતરરાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં ભાગ લઈ સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમ મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી સંજીવની શાળાનું નામ રોશન કર્યું છે, તે બદલ સંજીવની શાળા પરિવારે નવોદય ક્લોલિટી સર્કલના સભ્યો કુ. માનસી પટેલ, કુ. કરીના પટેલ, કુ. વિધિ પટેલ, કુ. ઇશિકા પટેલ, કુ. ઐશા પટેલ અને કુ. અપેક્ષા પટેલ તથા શિક્ષકશ્રી સંદીપભાઈ પટેલને અભિનંદન આપી ભવિષ્યમાં પણ આવી સફળતા મેળવતા રહે એવી શુભેચ્છા પાઠવી હતી.

વર્ષ 2007થી રાજય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી ક્વોલિટી સર્કલની ચળવળમાં એક અનેરી છાપ ઊભી કરવામાં સંજીવની શાળા સફળ બની છે, ક્વોલિટી સર્કલ એ સંજીવની શાળાની એક આગવી વિશિષ્ટતા છે.

November 25, 2019
visa_porwad_CIALive_surat2-1280x960.jpg
1min4780

પોતાના જ્ઞાતિજનો માટે ડો. વિનેશ શાહની મેડીકલ કાર્ડ યોજના : દરેક સમાજને રાહ ચિંધનારી

જ્ઞાતિ સમાજોના બનેલા ભારત દેશમાં જ્ઞાતિ-સમાજના વહીવટકર્તાઓ ઇચ્છે તો સોલિડ અનુકરણીય યોજનાઓથી સામાજિક કલ્યાણનું કાર્ય અન્યો માટે અનુકરણીય રીતે કરી શકે છે. જેમકે સૂરત જ નહીં બલ્કે ગુજરાતમાં મેડીકો-લિગલ એક્સપર્ટ તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડો. વિનેશ શાહે પોતાના સમાજ (સાત ગામ વિશા પોરવાડ સમાજ)ના પ્રમુખ બનતાની સાથે જ એક એવી અફલાતૂન મેડીકલ કાર્ડની યોજના લોંચ કરી છે જેમાં સમાજના દરેકે દરેક મેમ્બરને એક મેડીકલ કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે. મેડીકલ કાર્ડ ધરાવતી સમાજની કોઇપણ વ્યક્તિને મેડીકલ ટ્રીટમેન્ટ મોંઘવારીના જમાનામાં સસ્તા દરે ઉપલબ્ધ બનશે.

સાત ગામ વિશા પોરવાડ બનાસકાંઠા જૈન સમાજના નવનિયુક્ત પ્રમુખ ડો. વિનેશ શાહે સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજના લોકોને ઇશ્યુ કરવામાં આવનાર મેડીકલ કાર્ડ પર મળનારી મેડીકલ ટ્રીટમેન્ટ સાથે પ્રથમ તબક્કામાં સૂરત શહેરની જાણિતી મિશન હોસ્પિટલ સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે. અહીં ઓપીડી તેમજ અન્ય સુવિધાઓમાં સમાજના લોકોને રાહત દરે સેવાઓ મળશે. આ સમાજના અંદાજે 2 હજારથી વધુ લોકોને મેડીકલ કાર્ડ મળશે.

સાત ગામ વિશા પોરવાડ બનાસકાંઠા જૈન સમાજ સુરત ની ઍવેન્તિસ ફાર્મ  ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં સર્વાનુમતે ડો.વિનેશ શાહ ની પ્રમુખ પદે નિમણૂક કરવામાં હતી.

ડો. વિનેશ શાહ ગુજરાતના જાણીતા મેડીકો લીગલ એક્સપર્ટ છે તેઓ જૈન ડૉક્ટર ફેડરેશનના પણ પ્રમુખ છે. તેઓએ જૈન ધર્મના જીવ વિચાર સુધી ધાર્મિક અભ્યાસ કર્યો છે. ડો. વિનેશ શાહે માત્ર બાર વર્ષની ઉંમરે જૈન ધર્મના પાંચ પ્રતિક્રમણના સૌથી મહત્વનું સૂત્ર અતિચાર કે જે લગભગ ૨૨ પાનાં નું હોય છે તે કંઠસ્થ કરી લીધું હતું અને જ્ઞાતિજનો વચ્ચે તેઓ બોલી ગયા હતા.

શૈક્ષણિક તથા ધાર્મિક રીતે સુસજ્જ ડો.વિનેશ શાહની પ્રમુખ તરીકેની નિમણૂંકને જૈન તથા અન્ય સમાજે પણ બિરદાવે છે. ઉપરોક્ત કમિટીના અન્ય પદો માં ઉપપ્રમુખ પદે જિગર શાહ , મંત્રી પદે સંકેત શાહ, સહમંત્રી ચિરાગ શાહ, ખજાનચી બિરેન લાખાણી તથા કમિટીમાં પીન્કેશ ધામી, ધવલ વજાણી, શ્રેયસ શાહ, અમિત શાહ ,સૌરીન શાહ, નીરવ લાખાણી, વિરલ શાહ, કિરણ શાહ તથા સલાહકાર દિલીપ શાહ અશોક શાહ તથા નયન લાખાણી નિમાયા હતા.

આ ઉપરાંત સ્નેહ મિલન સમારોહમાં સમાજના તબીબો ડો. આદેશ શાહ ,ડો. રશ્મિ શાહ ,ડો. સુજલ શાહ, ડો.તેજપાલ ધામી, ડો.ઉત્કર્ષ શાહ વિગેરે તબીબોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે જ સમાજ ના બધા જ લોકો  માટે મેડિકલ કાર્ડ ની ઘોષણા કરાઈ  હતી. જેના થકી સમાજના લોકો ને રાહત દરે મેડિકલ સેવા મળી રહે. સમારોહ બાદ પ્રીતિ ભોજન તથા હાઉસી ગેમનું આયોજન કરાયું હતું.

November 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min2780

सूरत एयरपोर्ट के ५० साल के इतिहास में पहली बार एक महिला ने एयरपोर्ट डायरेक्टर के तौर पे 30 अक्टूबर 2019 के दिन चार्ज लिया है । मिस अमन सेनी #AMANSENI जो कि इंटरनेशनल एयरपोर्ट प्रोफ़ेशनल है और मुम्बई ,चेन्नई ,न्यू दिल्ली इंटरनेशनल एयरपोर्ट पर फ़र्ज़ अदा कर चुकी है । इंडियन एविएशन इंडस्ट्री में ३१ साल का व्यापक अनुभव जिनके पास है वे मिस अमन सैनी बहूप्रतिभा मुखी महिला है । सूरत एयरपोर्ट डायरेक्टर अमन सैनी एक नेचर लवर होने के नाते ट्रैकिंग और साइक्लिंग में भी रुचि दर्शाती है । सूरत एयरपोर्ट का चार्ज लेते ही उन्होंने टर्मिनल विस्तरण का भूमि पूजन कर दिया और अब १ से १४ नवंबर “स्वच्छ भारत पखवाड़ा “ भी सेलिब्रेट करवा रही है ।

ऐसी बाहोस महिला को सूरत शहर में वेलकम करने के लिए नारी सेना की नेशनल सेक्रेटरी #GEETASHROFF ने सूरत की नारी सेना के साथ एयरपोर्ट की मुलाक़ात ली । सूरत नारी सेना प्रमुख #LEENADESAI ने पुष्पगुच्छ से उनका सम्मान किया । उपप्रमुख #PURVIPACHCHIGAR एवं #DHRUVIKAPADIA सेक्रेटरी #HARSHASOLANKY, गुजरात वाइस प्रेसिडेंट वैट्रन #AJAYJISINGH, युवा वैट्रन #ARMENDRASINGH ने एयरपोर्ट के जनरल मैनेजर #CHANDRAKANT और HR मैनेजर #VRUNDANAYAK एवं एयरपोर्ट टीम के द्वारा आयोजित “स्वच्छ भारत पखवाडा “के अंतरगत वृक्षारोपण कार्यक्रम में भाग लिया ।आज की ये मुलाक़ात नारी सेना के लिए बहोत ही प्रेरक रही । मिस अमन सैनी जी ने भी वैट्रन इंडिया नारी सेना में जुड़ने के लिए तैयारी बतायी और साथ मिलकर नए कार्य करने की योजना भी बनायी ।