CIA ALERT

લોકસભા ચૂૂંટણી 2019 Archives - CIA Live

July 10, 2019
bjp_logo.png
1min211

લોકસભા ચૂંટણી 2019માં ઐતિહાસિક વિજય બાદ સતત ભાજપાનો વિજયરથ પેટા ચૂંટણીઓમાં પણ પ્રજાના આશીર્વાદ થકી રાજ્યમાં રાજ્યસભાની બે બેઠક, 10 નગરપાલિકાની 15 બેઠકોની પેટા ચૂંટણીઓમાંથી 11 બેઠકો પર ભાજપાના ઉમેદવારોએ જીતી લીધી હતી.

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્ર્વાસના મંત્રને પ્રજાએ સ્વીકાર્યો છે તેના પરિણામ સ્વરૂપે ભાજપ પાસે અગાઉ છ બેઠકો હતી. તેમાં વધારો થતાં ગુજરાતની આ પેટા ચૂંટણીઓમાં કુલ 11 બેઠકો પર કમળ ખીલ્યું છે. જ્યારે કૉંગ્રેસ પાસે સાત બેઠકો હતી જે પેટાચૂંટણીઓમાં ત્રણ ઉપર અટકી ગઇ હતી. આમ જનતાના આશીર્વાદ, જનમત અને જનસમર્થન ભાજપ સાથે છે. પ્રત્યેક નાની-મોટી ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ જે રીતે ભાજપમાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે.

July 6, 2019
bjp_candidates.jpg
1min240

રાજ્યસભામાં ગુજરાતમાંથી ખાલી પડેલી બે બેઠકો માટે વિધાનસભામાં આજે એટલે શુક્રવારે સવારે 9થી બપોરે 4 વાગ્યા દરમિયાન બંને બેઠકો માટે અલગ અલગ મતદાન પત્રથી મતદાન યોજાયું. ભાજપનાં ધારાસભ્યોમાં ચર્ચાતી વાત પ્રમાણએ સરકારનાં સિનિયર પ્રધાનનો મત રદ થયો હોવાનું કહેવાય છે.

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણીમાં આખરે ભાજપના બન્ને ઉમેદવારો વિદેશ પ્રધાન એસ. જયશંકરનો 104 અને જુગલજી ઠાકોર 105 મતથી વિજયી થયો હતો. ભાજપના એક ધારાસભ્યનો મત રદ થયો હતો, કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારની તરફેણમાં મત આપ્યો હતો.

એનસીપી અને બીટીપીના બે ધારાસભ્યએ પણ ભાજપને મત આપ્યો હતો. બીજી બાજુ અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસનું સમર્થન કર્યું હતું. બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારો ગૌરવ પંડ્યા અને ચંદ્રીકા બેન ચૂડાસમાને 70-70 મત મળ્યા હતા.

ગુજરાતની ખાલી પડેલી આ બન્ને બેઠકોનું આજે શુક્રવારે ગાંધીનગર ખાતે મતદાન થયું હતું. મતદાન દરમિયાન જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટીંગ કરતા કોંગ્રેસે આ બન્ને ધારાસભ્યોના મત રદ કરવાની માંગણી સાથે વાંધા અરજી કરતા મતદાનમાં પણ અવરોધ ઉભો થયો હતો, પરંતુ આખરે મતદાન શરૂ થયું હતું.

 

July 5, 2019
rajyasabha.jpg
1min260

રાજ્યસભા ગુજરાતની બે બેઠકો માટે આજે શુક્રવારે સવારે 10ના ટકોરે  પેટા ચૂંટણી અંતર્ગત મતદાન શરૂ થયું હતું. મતદાન સાંજે 4 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે.

કેન્દ્રીય ચૂંટણી પંચે અલગ અલગ મતદાનથી પેટા ચૂંટણીના અગાઉના નિર્ણય મુજબ કાર્યક્રમ જાહેર કર્યો હોવાથી ભાજપના જ બન્ને ઉમેદવારો વિજયી બનશે એ નિશ્ચિત છે.

ભાજપે કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર તેમજ એક બેઠક પર મહેસાણાના ઓબીસી આગેવાન જુગલ ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.

પાંચ વાગ્યા બાદ મતગણતરી થશે અને તુરત જ પરિણામ જાહેર કરી દેવાશે.

ગુજરાતની આ બન્ને બેઠકો પર અગાઉ હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાની રાજ્યસભાના સભ્ય બન્યા હતા, બન્નેના લોકસભામાં વિજય પછી ગુજરાતની રાજ્યસભાની આ બેઠકો ખાલી પડી હતી.

June 25, 2019
bjp_candidates.jpg
1min240

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટેની ચૂંટણી માટે ભાજપે પોતાના બંને ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં એક નામ છે વિદેશ મંત્રી એસ. જયશંકર અને બીજુ નામ છે જુગલજી ઠાકોરનું. આ બંને ઉમેદવારો મંગળવારે બપોરે ચૂંટણી ફોર્મ ભરશે. આ બન્ને ઉમેદવારો જોગાનુંજોગ એક જ રાશી, મકર રાશીના છે.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીનો લોકસભાની ચૂંટણીમાં વિજય થતા ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો પર 5 જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. આ બંને બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

ભાજપે જે બે ઉમેદવારો જાહેર કર્યા તેમાં એસ. જયશંકરને પીએમ મોદીએ કેબિનેટમાં સ્થાન આપી વિદેશ મંત્રી બનાવ્યા છે. જેમણે કોઈ ચૂંટણી લડી નહોવાથી તેમને ગુજરાતની બેઠક પરથી રાજ્યસભાની ચૂંટણી લડાવવામાં આવશે તેવી શક્યાતા હતી જે હવે સાચી ઠરી છે. બીજા ઉમેદવાર જુગલજી ઠાકોર બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં તેમની સારી પકડ છે. સાથે ઠાકોર સમાજના આગેવાન ગણવામાં આવે છે.

ગુજરાત કોંગ્રેસે આ બંને બેઠકો માટે ઉમેદવારોની પસંદગીનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો છે. જોકે એવી પણ બાબતો સામે આવી રહી છે કે કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર આ ચૂંટણી લડવા માટે તૈયાર નથી.

June 21, 2019
tdp.jpg
1min360

તેલુગુ દેસમ પક્ષ (ટીડીપી) ના છમાંથી ચાર સાંસદ સત્તાધારી ભાજપમાં ભળી ગયા બાદ રાજ્યસભામાં ટીડીપીના ટુકડા થયા હતા અને એમના સાંસદોની સંખ્યા ઘટીને બે થઇ હતી. જોકે, આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ટીડીપીના પ્રમુખ એન. ચન્દ્રાબાબુ નાયડુને આ વાતની કોઇ નવાઇ નથી લાગી કારણ કે આવું તો એમના પક્ષમાં અવારનવાર થતું રહે છે.

tdp 4 mps માટે છબી પરિણામ

સૂત્રોના જણાવ્યા અનુસાર નાયડુ હાલ યુરોપમાં ફરવા ગયા છે અને ત્યાંથી એમણે સ્થિતિની સમીક્ષા કરવા પક્ષના કેટલાક અગ્રણી નેતાઓ સાથે ફોન પર વાતચીત કર્યા બાદ જણાવ્યું હતું કે આવી બાબત એમના પક્ષ માટે નવી નથી.

સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) પાસે રાજ્યસભામાં બહુમતી નથી અને આ ચાર સાંસદના ટેકાથી ભાજપને નવું બળ મળ્યું છે. ટીડીપીના રાજ્યસભામાં છ સાંસદ હતા અને હવે એમાંથી ચાર છૂટા પડીને ભાજપમાં ભળી જવાથી 245 સભ્ય ધરાવતી રાજ્યસભામાં ભાજપના સાંસદની સંખ્યા વધીને 75 થઇ

ગઇ છે.

June 20, 2019
onenation.jpg
1min270

એક રાષ્ટ્ર, એક ચૂંટણી વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બુધવારે બોલાવી હતી તે સમયે કાનૂની પેનલની ભલામણ ઘણું મહત્ત્વ ધરાવે છે. જોકે આ પેનલે ગત વર્ષે ઑગસ્ટમાં ડ્રાફ્ટ ભલામણ તૈયાર કરી હતી.

રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ્સ ઍક્ટ અને બંધારણમાં અમુક સુધારા કરવા માટે લૉ પેનલે ભલામણ કરી છે. બીજું લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે પણ બે તબક્કામાં કરવા ભલામણ કરી છે તે માટે બંધારણની ઓછામાં ઓછી બે જોગવાઈમાં સુધારો કરવાની જરૂર છે. મોટાભાગના રાજ્યોની મંજૂરી પણ અનિવાર્ય છે.

કાનૂની પેનલના અભિપ્રાય – ભલામણ સાથે સહમત થતાં ભૂતપૂર્વ ચીફ ચૂંટણી કમિશનર ટી. એસ. કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે “એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિચાર આકર્ષક છે, પરંતુ બંધારણીય સુધારા વિના અમલ શક્ય નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે મોટાપાયે વહીવટી વ્યવસ્થા અર્ધસુરક્ષા દળોની વધારે પ્રમાણમાં જરૂરિયાત સહિતના અન્ય પગલાં લેવાની જરૂર પડશે. આ બધું થાય તો એકસાથે ચૂંટણી યોજવી શક્ય છે.

આ વિચાર હકીકત બનશે તો તેના ઘણા લાભ છે. જોકે મોટો પડકાર અમલમાં મૂકવાનો છે. બંધારણમાં સુધારા કઈ રીતે કરી શકાય તે પણ મહત્ત્વનું છે. બધા પક્ષોનો સહકાર કેટલો મળે છે તે પણ જોવું રહ્યું.

બુધવારની બેઠકમાં હાજર રહેવાનું ઘણા પક્ષે ટાળ્યું હતું. ટ્રાન્ઝિશનલ જોગવાઈ પણ કરવી જરૂરી પડશે. કારણ કે ગૃહની મુદત અલગ અલગ હોય છે. બધા રાજ્યની મુદત એકસાથે પૂર્ણ થતી નથી. તે એકરૂપ કરવી પડશે. આમ એકસાથે લોકસભા – વિધાનસભાની ચૂંટણી યોજવા સામે પડકાર ઘણા છે.

June 18, 2019
J.P.-Nadda.jpeg
1min480

ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જેપી નાડ્ડાની નિમણૂક કરવામાં આવી છે, જોકે, અમિત શાહ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રહેશે.

આ નિર્ણય સોમવારે યોજાયેલી ભાજપની નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા સંસદીય બૉર્ડની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણયની જાહેરાત ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બેઠક બાદ કરી હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે પણ ભાગ લીધો હતો. એમણે જણાવ્યું હતું કે બૉર્ડે નાડ્ડાને કાર્યકારી પ્રમુખ તરીકે પસંદ કર્યા હતા અને તેઓ ભાજપની સભ્યપદની ઝૂંબેશ તથા સંસ્થાકીય ચૂંટણી પૂરી થાય ત્યાર સુધી આ પદ પર કાર્યરત રહેશે. રાજનાથે અનેક ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે અમિતજીની આગેવાનીમાં ભાજપે અનેક ચૂંટણીઓ જીતી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાનનું પદ ગ્રહણ કર્યા બાદ એમણે અન્ય કોઇ નેતાને ભાજપ પ્રમુખનું પદ સોંપવાની વાત કહી હતી. ભાજપે પહેલી વખત આ રીતે કાર્યકારી પ્રમુખની નિમણૂક કરી હતી.

June 16, 2019
shivsena.jpg
1min220

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે પોતાના લાવલશ્કર સાથે રામજન્મભૂમિ અયોધ્યા પહોંચ્યા છે. તેમની સાથે તેમની પાર્ટીના 18 સાંસદોએ પણ અહીં રામલલાના દર્શન કર્યા હતા. પાર્ટીના મુખિયાની સાથે રામલલાના દર્શન કરવા માટે શિવસેનાના 10 સાંસદો પહેલા જ અયોધ્યા પહોંચી ગયા હતા.

શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે પત્ની અને દીકરો આદીત્ય સાથે અયોધ્યા પહોંચ્યા છે અને તેમણે રામમંદિર બનાવવા માટે શિવસેના ઝુંબેશ ચલાવશે એ વાત દોહરાવી હતી.

UDDHAV

શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે જ્યારે પહેલી વાર ઉદ્ધવ ઠાકરે અયોધ્યા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે અમારા માટે અયોધ્યા અને રામલલા રાજનીતિનો વિષય નથી. આ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. અમારો સંબંધ અયોધ્યા છે. રામના નામ પર અમે ક્યારેય વોટ નહીં માંગ્યો પરંતુ ચૂંટણી બાદ શિવસેનાના તમામ વિજયી સાંસદોની સાથે દર્શન કરવા અયોધ્યા આવીશ.

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતનું માનવું છે કે લોકો અયોધ્યામાં રામ મંદિર જોવા માંગે છે. મંદિર બનવાથી દેશમાં સુખ-સમૃદ્ધિનો નવો અધ્યાય લખવામાં આવશે. સાથે તેઓ મોદી લહેર માટે રામલલાનો ધન્યવાદ કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ સાથે સંબંધો સુધરી રહ્યા છે, અમે તેમની સાથે જ છે.

June 13, 2019
modi_rajnath.jpg
1min190

ભારતીય જનતા પક્ષે બુધવારે સંસદીય પાર્ટી કારોબારી કમિટીની રચના કરી હતી, જેમાં લોકસભાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ નાયબ નેતા નીમવામાં આવ્યા છે. રાજયસભામાં કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોટ ગૃહના નેતા અને પીયૂષ ગોયલની નાયબ નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીને પણ કારોબારીમાં સ્થાન મળ્યું છે.

ભાજપના વિરષ્ઠ નેતા એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી, અરુણ જેટલી અને સુષમા સ્વરાજ કારોબારી સમિતિમાં સભ્ય નથી.

ચીફ વ્હીપ તરીકે જયસ્વાલની નિમણૂક કરવામાં આવી છે. મહિલા સાંસદોને ધ્યાનમાં રાખી પ્રથમવાર ભાજપે ત્રણ મહિલા વ્હીપની નિમણૂક કરી છે. વિવિધ રાજયોના સંસદ સભ્યો માટે બીજા 15 વ્હીપની નિમણૂક કરવામાં આવી છે. લોકસભાના

નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, અર્જુન મુન્ડા, નરેન્દ્રસિંહ તોમર અને જુઆલ ઓરમને સંસદીય કારોબારી સમિતિમાં વિશેષ આમંત્રિત તરીકે લેવામાં આવ્યા છે. રાજયસભામાં જે. પી. નડ્ડા, ઓમપ્રકાશ માથુર, નિર્મલા સીતારામન, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રકાશ જાવડેકરને વિશેષ આમંત્રિત તરીકે સ્થાન આપવામાં આવશે.

ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ધીયની ભાજપ સંસદીય ઓફિસના ઈનચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જયારે બાલાસુબ્રમણિયમ કુમારસુને સચિવ નીમવામાં આવ્યા છે.

સંસદનું ચોમાસું સત્ર શરૂ થવા અગાઉ 16 જૂને 3.30 કલાકે કારોબારીની પ્રથમ બેઠક બોલાવવામાં આવશે.

June 6, 2019
electionbond.jpg
1min240
ચૂંટણીમાં 60 હજાર કરોડના અધધધ ખર્ચના અહેવાલ,
ભાજપ-કોંગ્રેસ સહિતના’ પક્ષોએ પંચને હજી સુધી ભંડોળની વિગત આપી નથી
ભારતમાં લોકસભાની ચૂંટણીમાં અધધધ રૂા. 60,000 કરોડના ખર્ચના હેવાલે દેશમાં એક ચર્ચા જગાવી દીધી છે. આ 60,000 કરોડ પૈકી 45 ટકા ખર્ચ તો એકલા ભાજપે કર્યો હોવાનો અંદાજ મીડિયા હેવાલોમાં દર્શાવાઇ રહ્યો છે. હવે એવી વાત પણ બહાર આવી છે કે, ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણી દરમ્યાન એકત્ર કરેલા ભંડોળની રકમની વિગત હજી સુધી ચૂંટણીપંચને આપી નથી.
ચૂંટણીપંચના સૂત્રોને ટાંકીને એક મીડિયા હેવાલમાં જણાવાયું હતું કે, કોઇપણ મુખ્ય રાજકીય પક્ષે મળેલા દાન અને ફંડની વિગત પૂરી પાડી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ રાજકીય પક્ષોએ’ 30 મે સુધી ચૂંટણીપંચને’ ભંડોળની રકમની વિગત આપી દેવાની હતી.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સુધારાને લઇને કાર્યરત બિનસરકારી સંગઠન એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા’ ચૂંટણી બોન્ડના વેચાણ પર રોક લગાવવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ છે. આ અરજીની સુનાવણી દરમ્યાન અદાલતે રાજકીય પક્ષોને 30 મે સુધી તમામ વિગતો ચૂંટણીપંચને આપી દેવા આદેશ કર્યો હતો પણ હજી સુધી કોઇ રાજકીય પક્ષે એ આદેશનું પાલન કર્યું નથી.
સરકાર ચૂંટણી બોન્ડ આપનારાઓના નામ ખાનગી રાખવાના પક્ષમાં છે, જ્યારે ચૂંટણીપંચ આ નામો જાહેર કરવાના પક્ષમાં છે. એપ્રિલમાં આ મામલાની સુનાવણી દરમ્યાન એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કહ્યું હતું કે, રાજકીય પક્ષોને નાણાં ક્યાંથી મળે છે એ જાણવાનો અધિકાર મતદારોને નથી.’