ઇન્ટરનેશનલ Archives - CIA Live

June 14, 2019
adani_aus.jpg
1min80

ક્વિન્સલૅન્ડ રાજ્યના વહીવટકર્તાઆએે દ્વારા ગ્રુપની ભૂમિગત પાણીની વ્યવસ્થાની યોજનાને મંજૂરી આપી દેતાં ભારતના ઊર્જા ક્ષેત્રના માંધાતા અદાણી જૂથે વિવાદમાં સપડાયેલા ઑસ્ટ્રેલિયાસ્થિત ગ્રૅટર બૅરિયર રિફ નજીક આવેલી કાર્મિકલ કોલસાની ખાણમાં કામ શરૂ કરવા આડે આવતા અંતિમ અવરોધને પણ ગુરુવારે દૂર કર્યો હતો.

વડા પ્રધાન સ્કૉટ મૉરિસનના વડપણ હેઠળની ઑસ્ટ્રેલિયાના કોલસા તરફી ગઠબંધનને ચૂંટણીમાં આશ્ર્ચર્યજનક રીતે વિજય મેળવ્યાના ગણતરીના અઠવાડિયાઓ બાદ લાંબા સમયથી વિલંબમાં પડેલા ગ્રુપની અબજો ડૉલરની કોલસા ખાણકામ યોજનાને અંતિમ મંજૂરી મળી ગઈ હતી. આ મામલે પ્રતિક્રિયા આપતા અમદાવાદ અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં આજે અમારો દૃઢ, સ્થિતિસ્થાપક અને પ્રતિબદ્ધ પ્રવાસ નવા તબક્કામાં પ્રવેશ્યો છે.

June 12, 2019
india_UN.jpg
1min150

પોતાના અગાઉના વલણથી વિપરીત જઈ એક અસાધારણ કદમમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની આર્થિક અને સામાજિક પરિષદ (ઈસીઓએસઓસી)માં ઈઝરાયલના સમર્થનમાં મતદાન કર્યું હતું. આ મતદાન સંયુક્ત રાષ્ટ્રમાં ફિલિસ્તીનના માનવાધિકાર સંગઠન ‘શહીદ’ને’ નિરીક્ષકનો દરજ્જો આપવા માટે કરવામાં આવ્યું હતું.

ગત છઠ્ઠી જૂનના થયેલા મતદાન દરમ્યાન ઈઝરાયલના પક્ષમાં ભારત ઉપરાંત અમેરિકા,’ ફ્રાન્સ, જર્મની, જાપાન, બ્રિટન, દક્ષિણ કોરિયા અને કેનેડાએ મત આપ્યો હતો. જ્યારે ચીન, રશિયા, સાઉદી અરબ, પાકિસ્તાન સહિતના અમુક દેશોએ ફિલિસ્તીની સંસ્થાની તરફેણમાં મતદાન કર્યું હતું. શહીદને સંયુક્ત રાષ્ટ્રમાં નિરીક્ષકનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ 28-14ના અંતરથી રદ્ થયો હતો.

દરમ્યાન આ પહેલી વખત છે કે જ્યારે ભારતે બે દશક જૂના પોતાના સિદ્ધાંતથી કદમ પાછા ખેંચ્યા છે. અત્યાર સુધી ભારત ઈઝરાયલ અને ફિલિસ્તીન બંનેને અલગ અન સ્વતંત્ર દેશના રૂપમાં જોતું રહ્યું છે. ભારતનું પહેલાંનું વલણ પશ્ચિમ એશિયામાં શાંતિ લાવવાના પ્રયાસ હેઠળ કાયમ હતું પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં બદલાયેલી પરિસ્થિતિમાં ભારતે ઈઝરાયલની તરફેણમાં મત આપવાનો નિર્ણય કર્યો હતો.

સમર્થન અંગે ઈઝરાયલે ભારતનો આભાર માન્યો હતો. ભારતમાં ઈઝરાયલના રાજદૂત માયા કદોષે ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે યુએનમાં ઈઝરાયલની સાથે રહેવા અને નિરીક્ષકનો દરજ્જો હાંસલ કરવાના આતંકવાદી સંગઠનના પ્રયાસને ફટકો આપવા બદલ ભારતનો આભાર.

June 7, 2019
brasil.png
1min100

2017માં બ્રાઝિલમાં 65602 હત્યા થઈ હતી. આરોહ્ય મંત્રાલયે આપેલી વિગત પ્રમાણે 65602 એટલે કે પ્રતિ કલાક સાતથી વધુ વ્યક્તિની હત્યા થઈ હતી. યુવાન, અશ્ર્વેત પુરુષોની મોટા પ્રમાણમાં હત્યા થઈ હતી. 4936 મહિલાઓની હત્યા થઈ હતી જેમાં બે તૃતીયાંશથી વધુ અશ્ર્વેત મહિલા હતી.

બોલિવિયા અને પેરુથી થતા ડ્રગ સ્મગલિંગના નિયંત્રણ માટે હરીફ ગેંગ વચ્ચેના સંઘર્ષમાં મોટા ભાગના યુવાનો માર્યા ગયા હતા. નિષ્ણાતો માને છે કે બ્રાઝિલના પ્રમુખ જૈર બોલ્સીનારે ગન કાયદા હળવા કર્યા છે. તે જોતા પરિસ્થિતિ હજુ વધુ વણસે તેવી સંભાવના છે.

ટ્રક ડ્રાઈવરો, રાજકારણીઓ, શિકારીઓ અને પત્રકારોને ગન ધરાવવાની પરમિટ મળશે. પ્રમુખ બોલસોનારેના ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડાકરવામાં આવ્યો છે. એક સંસ્થાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એક દશક અગાઉ એક વર્ષમાં જેટલી હત્યા થઈ હતી તેની સરખામણીમાં હત્યાનો આંકડો 36.1 ટકા વધ્યો છે.

June 5, 2019
china.png
1min90

ચીને પોતાના નાગરિકોને અમેરિકાનો પ્રવાસ કરવા સામે મંગળવારે ચેતવણી આપી હતી.

ચીન અને અમેરિકા વચ્ચે વ્યાપારયુદ્ધ ઉગ્ર બન્યું છે ત્યારે બીજિંગે પોતાના નાગરિકોને અમેરિકામાં સતામણી થવાની અને તેઓની જાહેરમાં સલામતીને લગતી સમસ્યા ઊભી થવાની ચેતવણી આપી હતી. ચીને પોતાના વિદ્યાર્થીઓને અમેરિકા ભણવા જવા સામે પણ ચેતવણી આપી હતી.

ચીનના સાંસ્કૃતિક અને પર્યટન મંત્રાલયે પોતાના પર્યટકોને અમેરિકાના પ્રવાસે નહિ જવાની સલાહ આપી હોવાથી તેની માઠી અસર અમેરિકાના પર્યટન ઉદ્યોગ પર થઇ શકે છે.

અમેરિકાની મુલાકાત લેનારા ચીની પર્યટકોની સંખ્યા ગયા વર્ષે ઘટીને છેલ્લાં 15 વર્ષમાંની સૌથી ઓછી થઇ હતી. ચીનના અંદાજે 45.8 લાખ વિદ્યાર્થી 1998 પછી વિદેશમાં ભણવા ગયા હતા અને તેમાંના 32.2 લાખ વિદ્યાર્થી સ્વદેશ પાછા ફર્યા હતા. ચીન અને અમેરિકા વચ્ચે હાલમાં મોટા પાયે વ્યાપારયુદ્ધ ચાલી રહ્યું છે અને એકબીજાના માલસામાનની આયાત પરની જકાતમાં વધારો કરી રહ્યા છે.

અમેરિકા ચીનને દ્વિપક્ષી વ્યાપારમાંની મોટી ખાધ ઘટાડવા કહી રહ્યું છે અને જો તેમ નહિ થાય તો ચીનથી આયાત કરાતા માલસામાન પરની જકાત વધારવા ચીમકી આપે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેના હાલના સંબંધ અને સંજોગને ધ્યાનમાં રાખીને આ પગલું ભરાયું છે.

June 1, 2019
verginia.jpg
1min160

અમેરિકામાં ફરી એક વખત ગોળીબારની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. વર્જીનિયા બીચમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો જેમાં 12 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યના વર્જીનિયા બીચ શહેરમાં મ્યૂનિસિપલ સેન્ટરની બિલ્ડિંગમાં જ્યારે છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગોળીબાર કરનાર આરોપી ઘણા લાંબા સમયથી વર્જીનિયા બીચમાં જ સરકારી કર્મચારી હતો.

virginia firing માટે છબી પરિણામ

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ‘કર્મચારી કોઈ કારણસર અસંતુષ્ટ હતો જેના કારણે તેણે આ કરતૂત કરી હોવી જોઈએ. હુમલાખોરને પોલીસે ઠાર કરી દીધો છે. ઈજાગ્રસ્તોમાં એક પોલીસનો સમાવેશ પણ થાય છે પરંતુ તેની પાસે બુલેટપ્રૂફ જેકેટ હોવાના કારણે તેનો જીવ બચી ગયો હતો.’

virginia firing માટે છબી પરિણામ

May 30, 2019
aust_pm.jpg
1min190

દેશની સામાન્ય ચૂંટણીમાં સ્કોટ મોરિસનના નેતૃત્વમાં સત્તાધારી ક્ધઝર્વેટિવ ગઠબંધનના આશ્ર્ચર્યજનક વિજય બાદ તેમણે બુધવારે તેમના પ્રધાનો સાથે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન તરીકેના શપથ લીધા હતા.

કેનબરાના ગવર્નમેન્ટ હાઉસ ખાતે 46મી ઑસ્ટ્રેલિયન સંસદ અસ્તિત્વમાં આવી હતી જેમાં વડા પ્રધાન સ્કોટ મોરિસન અને ડૅપ્યુટી વડા પ્રધાન મિશેલ મેકકોરમાર્કે શપથ લીધા હતા. નવી કેબિનેટમાં સાત મહિલા પ્રધાનનો પણ સમાવેશ થતો હતો, જેમાં બ્રિગેટ મેકેન્ઝી ઑસ્ટ્રેલિયાના પ્રથમ મહિલા કૃષિ પ્રધાન બન્યા હતા. પશ્ર્ચિમ ઑસ્ટ્રેલિયાના સાંસદ અને નવનિયુક્ત સ્વદેશી બાબતોના પ્રધાન કેન વેઇટ જ્યારે શપથ ગ્રહણ માટે ઊભા થયા ત્યારે ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે પરંપરાગત કાંગારુ સ્કીન જેને ‘બુકા’ કહેવામાં આવે છે તે પહેરી હતી. વેઇટ અહીંની મૂળ જાતિના પ્રથમ પ્રધાન છે. ગવર્નર જનરલ પીટર કોસ્ગોવે મોરિસન અને ડૅપ્યુટી વડા પ્રધાન મેકકોરમાર્કને સૌથી પહેલા શપથ ગ્રહણ કરાવ્યા હતા.

May 26, 2019
venezuela.jpg
1min190

વેનેઝુએલાની એક જેેલમાં શુક્રવારે ફાટી નીકળેલી હિંસામાં 29 કેદીનાં મોત થયાં હતાં અને 19 પોલીસ ઘાયલ થયા હતા.

અકારીગુઆ ટાઉનના પોલીસ સ્ટેશનની જેલના કેદીઓએ મોટે પાયે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એમને પોલીસ સ્પેશિયલ ફોર્સિસે રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે 29 કેદીનાં મોત થયાં હતાં

કેદીઓએ પોલીસ અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો અને ત્રણ ગ્રેનેડ ફેંક્યા હતા. આ દરમિયાન 19 પોલીસ ઘાયલ થયા હતા.

કેદીઓના હક માટે લડતી એનજીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે કેદીઓએ કેટલાક વિઝિટર્સનું અપહરણ કર્યું હતું અને પોલીસે જ્યારે એને છોડાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે જેલમાં હિંસા ફાટી નીકળી હતી.

અપહરણ કરાયેલ વ્યક્તિઓનું શું થયું, એ જાણવા નહોતું મળ્યું. આવા અટક કેન્દ્રોમાં અવારનવાર હિંસા થતી જ રહે છે. અહીં કેદીને વધુમાં વધુ 48 કલાક સુધી જ રાખવાનો હોય છે. આ જેલની ક્ષમતા ફકત 60 કેદીની છે, પણ અહીં 500 કેદીને રાખવામાં આવ્યાં હતાં. દેશમાં આવી 8000 કેદીને રાખી શકાય એટલી ક્ષમતાવાળી 500 જેલ છે, પણ એમાં 55,000 કેદીને પૂરવામાં આવ્યાં છે.

May 18, 2019
Taiwan-becomes-first-Asian-nation-to-legalize-same-sex-marriage.jpg
1min250

તાઇવાને શુક્રવારે સજાતીય લગ્નને કાયદેસર ગણવાનું નક્કી કર્યું હતું અને તે આવો નિર્ણય લેનારો એશિયાનો સૌપ્રથમ દેશ બન્યો હતો.

તાઇવાનના સાંસદોએ ઠરાવો પસાર કરીને સજાતીય લોકોને લગ્ન માટે પરવાનગી આપી હતી અને તેઓને લગ્નની નોંધણી સરકારી એજન્સીઓમાં કરાવવા મંજૂરી આપી હતી. તાઇવાનના સજાતીય સંબંધ ધરાવતા લોકોનો આ મોટો વિજય ગણાય છે અને તેની સીધી કે આડકતરી અસર એશિયાના અન્ય દેશો પર પણ પડી શકે છે. તાઇપેઇમાં ભારે વરસાદ પડતો હોવા છતાં સજાતીય સંબંધ ધરાવતા લોકો મોટી સંખ્યામાં તાઇવાનની સંસદની બહાર ભેગા થયા હતા. તાઇવાન એલાયન્સ ટૂ પ્રમૉટ સિવિલ પાર્ટનરશિપ રાઇટ્સે જણાવ્યું હતું કે દેશની સંસદમાં સંબંધિત ઠરાવો પસાર થતાં સજાતીય સંબંધ ધરાવતા લોકો પોતાના લગ્નની ૨૪મી મેથી સરકાર પાસે નોંધણી કરાવી શકશે.

અગાઉ, તાઇવાનની સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિઓને લગ્ન કરવા નહિ દઇને તેઓના બંધારણીય અધિકારનો ભંગ કરાય છે. અમે સરકારને આવા લગ્નને માન્યતા આપવા ૨૦૧૯ની ૨૪મી મે સુધીનો સમય આપીએ છીએ.

સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિઓના અધિકાર માટે ઝુંબેશ ચલાવી રહેલા સંગઠનોએ જણાવ્યું હતું કે અમારા સજાતીય લગ્નને મળેલી માન્યતા મહત્ત્વની છે અને અમે હવે આવા દંપતીઓના બાળકો દત્તક લેવાના હક અને સરોગસીના મુદ્દે કાયદેસર લડતને આગળ વધારીશું.

તાઇવાનમાં એશિયાની સૌથી મોટી ગૅ પ્રાઇડ પરેડ યોજાય છે અને તે સામાજિક પ્રગતિવાળો દેશ ગણાય છે.

May 17, 2019
trump-vs-china.png
1min330

ચીને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનની દૂરસંચાર ક્ષેત્રની અગ્રણી કંપની હુઆવેઇ પર મુકાયેલા પ્રતિબંધથી ગુસ્સે થઇને અમેરિકાને વળતાં પગલાં લેવાની ચીમકી આપી હતી. ચીને જણાવ્યું હતું કે અમે અમારા દેશના વ્યાપારી હિતાર્થે જરૂરી પગલાં લઇશું.

અમેરિકાના પ્રમુખે અમેરિકાની કંપનીઓને વિદેશી બનાવટના દૂરસંચાર ક્ષેત્રનાં સાધનો બેસાડતા રોકતો આદેશ આપ્યો હતો. ટ્રમ્પે મૂકેલા આ પ્રતિબંધથી ચીનની હુઆવેઇ કંપનીના અમેરિકામાંના નેટવર્કસને માઠી અસર થવાની શક્યતા છે.

અમેરિકાના પ્રમુખના આ નિર્ણયથી બન્ને મહાસત્તા વચ્ચે ફરી વ્યાપાર-યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા ઊભી થઇ છે. અગાઉ, બન્ને દેશે એકબીજાને ત્યાંથી આયાત કરાતા માલસામાન પરની જકાતમાં વધારો કરતા વ્યાપાર-યુદ્ધ શરૂ થયું હતું અને વૈશ્ર્વિક અર્થતંત્ર પર તેની સીધી કે આડકતરી રીતે માઠી અસર થવાનો ભય ઊભો થયો હતો.

દૂરસંચાર ક્ષેત્રનાં સાધનો બનાવતી વિશ્ર્વની સૌથી મોટી કંપનીઓમાંની એક હુઆવેઇ અમેરિકામાં પોતાનાં સાધનો બેસાડીને જાસૂસી કરાવતી હોવાની શંકા વ્યક્ત કરાઇ હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે ટ્રમ્પના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે ચીનની કંપનીઓના હિતને ધ્યાનમાં રાખીને વળતાં પગલાં લઇશું.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના વાણિજ્ય મંત્રાલયનો સંબંધિત નિર્ણય ચિંતાજનક છે. ચીન હંમેશાં નિકાસના નિયંત્રણને લગતા કાયદાને અને આંતરરાષ્ટ્રીય જવાબદારીનું પાલન કરે છે.

May 16, 2019
us_iran.jpg
1min310

સાઉદી અરેબિયાના બે ઓઈલ ટેન્કર પર અને મુખ્ય ઓઈલ પાઈપલાઈન પર હુમલો થયા પછી ગલ્ફ ક્ષેત્રમાં તણાવ ક્રમશ: વધી રહ્યો છે. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે અમેરિકાએ ઈરાકની રાજધાની બગદાદ અને એર્બિલના દૂતાવાસ આંશિક રીતે બંધ કર્યા છે. બંને દૂતાવાસમાં ફકત ‘ઈર્મજન્સી સ્ટાફ’ને જ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઈરાન હુમલો કરી શકે છે તેવી સંભાવના ધ્યાનમાં રાખીને દૂતાવાસ ખાલી કરાવ્યા છે. ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકાએ સૈન્યતાકાત પણ વધારી છે. અમેરિકાએ ‘એરક્રાફટ સ્ટ્રાઈક ગ્રુપ’ તૈનાત કરશે તેવું કહ્યું છે.

દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખેમેનીએ મંગળવારે ગર્ભિત ચેતવણી આપી હતી કે ‘યુરેનિયમ એનરિચમેન્ટ’ (શુદ્ધિકરણ) કરીને ૨૦ ટકા યુરેનિયમ એનરિચમેન્ટ કરવું ઈરાન માટે મુશ્કેલ નથી. ખેમેનીએ કહ્યું હતું કે ‘અમે અથવા તેઓ લડાઈ કરવા ઈચ્છુક નથી. તેમને જાણ છે કે તેમને લાભ નહીં થશે.’

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે મહાસત્તાઓએ કરેલા અણુકરારમાંથી એક વર્ષ અગાઉ બહાર નીકળી ગયા હતા. ઈરાને મંગળવારે પ્રથમ વાર અણુકરારથી પીછેહઠ કરવાના સંકેત આપ્યા હતા. ઈરાન કહે છે કે જો નવા અણુકરાર નહીં કરવામાં આવે તો યુરેનિયમ એનરિચમેન્ટ સાઠ દિવસ પછી શરૂ કરવામાં આવશે. હાલના અણુકરાર પ્રમાણે ઈરાન ફકત ૩.૬૭ ટકા યુરેનિયમ એનરિચમેન્ટ કરી શકે છે.

ઈરાકમાં ઈરાનનો પ્રભાવ હોવાથી અમેરિકાએ દૂતાવાસો આંશિક રીતે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઈરાકમાં અમેરિકાના નાગરિકો અને કંપનીઓ સામે ઈરાકમાં સક્રિય સંખ્યાબંધ ત્રાસવાદી જૂથો જોખમ ઊભું કરી શકે છે તેવું અમેરિકા માને છે. અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ ગત સપ્તાહમાં બગદાદની મુલાકાત લીધી હતી. પોમ્પિયોએ પત્રકારોને કહ્યું કે ઈરાનના દળો તેમની તાકાત વધારી રહ્યા હોવાથી અને હુમલો થઈ શકે છે તેવી સંભાવનાને ધ્યાનમાં લેવામાં આવી છે.

ઈરાન સાથેના અણુસોદામાંથી પીછેહઠ કર્યા પછી અમેરિકાએ ઈરાન પરના આર્થિક પ્રતિબંધો વધુ કડક કર્યા છે.