ગુજરાત Archives - CIA Live

June 18, 2019
rain.jpeg
1min70

rain6

વાયુની ઇફેક્ટ કહો કે ચોમાસું બેસી ગયું એમ કહો પણ ગુજરાતમાં અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની હેલીથી લોકોમાં ઠંડકની લાગણી પ્રસરી છે. આજે તા.18મીએ સવારથી જ અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા હતા. અમદાવાદ શહેરના નવરંગપુરા, પાલડી, શ્યામલ, વેજલપુર, એસજી હાઈવે, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે.

વાયુ વાવાઝોડાંની અસરને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક રીતે આજે મંગળવાર સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી અત્યારસુધી બે ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. પાટણમાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે.

કચ્છ જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. વાયુની અસરને કારણે કચ્છમાં દસેક ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. વાયુ હવે પહેલા જેવું ઘાતક નથી રહ્યું, અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે, ત્યારે તેની અસર હેઠળ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.

 

June 18, 2019
rath2.png
1min50

નવી મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન બનેલા અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રામાં મંગળા આરતીના દર્શન કરવા માટે બે દિવસ એટલે કે, ૩ અને ૪ જૂલાઈ ગુજરાતની મુલાકાતે આવશે. ૪ જુલાઈના રોજ અમિત શાહ ૧૭મી વખત મંગળા આરતીના દર્શન કરશે. ગાંધીનગર લોકસભા બેઠકના કાર્યકરો દ્વારા અમિત શાહનો અભિવાદન સમારોહ યોજવામાં આવશે. માત્ર એટલું જ નહીં, શાહ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ અને રાજ્યસભાની બે બેઠકોની યોજાનારી ચૂંટણી અંગે પણ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજશે. તેમના હસ્તે ઈન્કમટૅક્સ ચાર રસ્તા પર ૬૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા પુલનું લોકાર્પણ પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે અમિત શાહનો આ પહેલો લોકાર્પણ કાર્યક્રમ હશે. તો સાથે જ ગાંધીનગર લોકસભા બેઠકના જનસંપર્ક કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે.

ભગવાન જગન્નાથની ૧૪૨મી જળયાત્રા મંદિરેથી સવારે જળયાત્રાની શોભાયાત્રા નીકળી હતી. શ્રૃંગાર કરેલા હાથીઓની સાથે બેન્ડવાજા ભજનમંડળી અને મોટીસંખ્યામાં ધજા પતાકા લઈને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન બાદ ૧૦૮ કળશમાં જળ ભરવામાં આવ્યા હતા. નિજ મંદિરે આવ્યા બાદ સવારે ૧૦ વાગ્યે વિધિવત મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો.ભગવાન તેમના મોસાળમાં આગામી ૧૪ દિવસ સુધી વિશ્રામ કરશે. હવે ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન જ થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી. સાંજે પાંચ વાગ્યે સરસપુરના આંબેડકર હોલથી શોભાયાત્રાનું પ્રયાણ થયું હતું અને સાંજે છ વાગ્યે વાજતે ગાજતે અને રંગેચંગે ભગવાન જગન્નાથજી સરસપુરના રણછોડરાયજી મંદિર સ્થિત પોતાના મોસાળમાં પધરામણી કરી હતી.

June 17, 2019
Vayu-kach-sandesh.txt.jpg
1min120

gujarat

ગુજરાત પરથી ફંટાઇને એક સમયે ઓમાન તરફ ફંટાયેલું વાયુ વાવાઝોડું મધદરિયાથી ફરીથી ગુજરાતની દિશામાં વળ્યું હતું અને હવે આજે રાત્રે કચ્છની ભૂમિ પર ત્રાટકી શકે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. કચ્છની દરીયાઇ સીમા પર એલર્ટ પોઝીશન જાહેર કરી દેવામાં આવી છે.

વાયુ વાવાઝોડું કચ્છના દરિયા કિનારાના લખપતથી માંડવી વચ્ચે વાયુ લેન્ડફોલ કરશે, જેના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવા ઉપરાંત તોફાની પવન ફુંકાઈ શકે છે. જોકે, વાયુ હાલ નબળું પડી ચૂક્યું છે, અને તેનાથી કોઈ તબાહી ફેલાય તેવી શક્યતા નથી.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, 18મી તારીખે પણ કચ્છમાં વાયુની અસર જોવા મળશે. તેના કારણે 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. આ ઉપરાંત, આ વાવાઝોડું કચ્છમાં ભારે વરસાદ પણ લાવી શકે છે. તેના લીધે સૂકા કચ્છમાં 8-10 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.

કચ્છ ઉપરાંત, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વાયુને કારણે સારો એવો વરસાદ થવાની શક્યતા છે. હાલ કચ્છમાં વાયુના ખતરાને ધ્યાનમાં લેતા બચાવકાર્ય માટે એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. કચ્છ સિવાયના ગુજરાતના બાકીના કોઈ વિસ્તારને આ વાવાઝોડાંની ખાસ અસર નથી થવાની.

વાવાઝોડાં દરમિયાન દરિયો તોફાની બનવાની પૂરી શક્યતા હોવાના કારણે માંડવી બીચ પર પ્રવાસીઓની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. માછીમારોને પણ હાલ દરિયામાં ન જવા માટે કહી દેવામાં આવ્યું છે, અને ફિશિંગની બોટ્સ કિનારા પર લાંગરી દેવામાં આવી છે.

June 16, 2019
mevani.jpg
1min100

વાતે વાતે સનસનાટી મચાવવાનો પ્રયાસ કરીને લોકોમાં હાઇપ ઉભી કરવાના પ્રયાસમાં અપરિપક્વ યુવા નેતાઓ કેટલો મોટો દાટ વાળે છ તેની પ્રતીતિ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરાવી છે. કોઇ શિક્ષક એક વિદ્યાર્થિની સાથે મારઝૂડ કરી રહ્યાના વિડીયોને વલસાડની સ્કુલના નામ સાથે જોડીને તેને સોશ્યલ મિડીયામાં વાઇરલ કરવાની કોશિસ કરનાર જિજ્ઞેશ મેવાણીની સામે આખરે પોલીસ ફરીયાદ થતાં તેની શાન ઠેકાણે આવી છે.

વડગામથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતાની ટ્વીટર વોલ પર વલસાડની એક સ્કૂલને બદનામ થાય એ રીતનો વિદ્યાર્થિનીની મારઝૂડનો વીડિયો શેર કર્યો હતો.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ટ્વીટર પર 20 મેએ એક વીડિયો શેર કરાયો હતો. વીડિયોમાં વલસાડની એક સ્કૂલના નામે શિક્ષક વિદ્યાર્થીને નિર્દયતા પૂર્વક લાકડીથી મારતા દેખાય છે. જે બાદ વસલાડ પોલીસ દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસને શંકા છે કે મેવાણીએ વાઈરલ વીડિયોને ક્રોસ ચેક કર્યા વિના તેને પોસ્ટ કરી દીધો.

મેવાણી વિરુદ્ધ આઈપીસીના સેક્શન હેઠળ બદનક્ષીનો દાવો કરાયો છે.

પોલીસે વિધાનસભાના સ્પીકરને માહિતી આપી હતી કે વલસાડની દેસાઈ સાર્વજનિક વિદ્યાલયના પ્રિન્સિપાલ બિજલ પટેલે મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોતાની ફરિયાદમાં બિજલ પટેલે જણાવ્યું કે મેવાણીએ વીડિયોનું સત્ય જાણ્યા વિના તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો, જેના કારણે શિક્ષકો તથા શાળાની શાખને નુકસાન થયું છે.

પોલીસ દ્વારા સ્કૂલની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.

મેવાણીએ વીડિયો શેર કરીને સ્કૂલના નામે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સને મેસેજ શેર કરવા કહ્યું હતું ‘તે શિક્ષકનું બરતરફ ન કરાય ત્યાં સુધી સ્કૂલ બંધ રહેશે.’

આ મામલે જીગ્નેશ મેવાણીએ પોતે અધિકારીઓ સમક્ષ ઘટના લાવવા માટે વીડિયો શેર કર્યો હોવાનું કારણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘ટ્વીટમાં મેં PMOને પૂછ્યું હતું કે આ વીડિયો સાચો છે કે શું? મારો સ્કૂલની શાખને બદનામ કરવાનો કોઈ ઈરાદો નહોતો. હું દુઃખ પહોંચેલા લોકોની હજાર વખતે માફી માગવા તૈયાર છું. પોલીસે કેસ નોંધતા પહેલા મારો ખુલાસો લેવો જોઈતો હતો. પોલીસ દ્વારા મહિલાને જાહેરમાં લાત મારનારા વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધવામાં આવતી નથી. પરંતુ ટ્વીટ કરવા પર ફરિયાદ નોંધાય છે.

ઉલ્લેખનીય છે કે મેવાણીએ 21મેએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું અને સ્પષ્ટીકરણ આપ્યું હતું કે તેમણે લાગણીમાં આવીને વીડિયો શેર કર્યો હતો.

June 16, 2019
surandranagar.jpg
1min80
સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક જ દિવસમાં પપ લાખથી વધુના દારૂ સાથેના બે ટ્રક ઝડપાયા હતા. રાજસ્થાનથી આવેલા બન્ને ટ્રકના ચાલકની ધરપકડ કરાઈ હતી.’ સાયલા-બોટાદ હાઈવે પરથી રાજસ્થાન પાસીંગની દારૂ ભરેલી ટ્રક પસાર થવાની હોવાની બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે વોચ ગોઠવી હતી અને સાયલા-બોટાદ હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રકને ઝડપી લીધી હતી. પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી રૂ. ર7.93 લાખની કિમતની 9303 બોટલ દારૂનો જથ્થો મળી આવતા દારૂ-ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પરથી તરબુચની આડમાં દારૂ ભરેલો ટ્રક આવતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબીના સ્ટાફે હરીપર ગામના પાટિયા પાસેથી ટ્રક ઝડપી લીધો હતો. અને રૂ.ર7.66 લાખના દારૂનો જથ્થો-ટ્રક કબજે કર્યો હતો. જ્યારે નાસી છૂટેલા કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી.
ધ્રાંગધા-માલવણ હાઈવે પરના હરીપર ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે વોચ ગોઠવી હતી. અને રાજસ્થાન પાસીંગની ટ્રક નીકળતા ઝડપી લીધી હતી. અને ટ્રકની તલાસી લેતા તેમાથી તરબુચની આડમાંથી રૂ.ર7.66 લાખની કિંમતની 6916 બોટલદારૂનો જથ્થો મળી આવતા ટ્રક-દારૂ મળી કુલ રૂ.37.પ0 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે લુધીયાણાના ટ્રકચાલક રાજેશકુમાર પુથ્વીસીગ જાટને ઝડપી લીધો હતો. જ્યારે કારચાલક નાસી છૂટતા શોધખોળ શરૂ કરી હતી.
લીંબડીમાંથી દારૂ-બીયરનો જથ્થો પકડાયો: મકાન માલિક ફરાર
લીંબડીમાં કબીર આશ્રમ પાછળ રહેતા ઘોઘા બેચર સોડલા નામના ભરવાડ શખસના મકાનમાં દારૂ-બીયરનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો અને 71 બોટલ દારૂ અને ર8 ટીન બીયરનો જથ્થો ઝડપી લીધો હતો જ્યારે ઘોઘા ભરવાડ નાસી છૂટતા શોધખોળ શરૂ કરી હતી.
June 16, 2019
dr_strike.jpg
2min1130

પશ્ર્ચિમ બંગાળના કોલકાતામાં એક તબીબ ઉપર જીવલેણ હુમલો થયો તેના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત શાખાના સેક્રેટરીએ 17મી જૂનના સોમવારે ગુજરાતના ડૉક્ટરો હડતાળ ઉપર ઊતરવાનું એલાન અપાયું હતું.

સુરતનું ચિત્ર

સુરતની વાત કરીએ તો સુરતના તબીબ અગ્રણી ડો. વિનોદ સી. શાહે સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું હતું કો કોલકાત્તામાં તબીબ થયેલા જીવલેણ હુમલાનો અમે સૌ સુરતના તબીબ આલમ વખોડી કાઢીએ છીએ. આ ઘટનાને અનુસંધાને તાજેતરમાં સુરત કલેક્ટરશ્રીને મેમોરેન્ડમ આપી દેવામાં આવ્યું હતું.

ગુજરાતમાં તબીબોની સ્ટ્રાઇકના ભાગરૂપે સોમવાર, તા.17મી જુને સુરત શહેરના લગભગ 99 ટકા તબીબો અને હોસ્પિટલ્સ કામકાજથી અળગા રહેશે. 500થી વધુ હોસ્પિટલ્સ પણ કાર્યરત નહીં રહીને પોતાનો વિરોધ દર્શાવશે.

ડો.વિનોદ શાહે કહ્યું હતું કે સુરતના તબીબોની માગણી છે કે એસોલ્ટ ઓન ડોક્ટર્સના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે આવા સંજોગોમાં રાજ્યવાર નહીં બલ્કે દેશમાં તબીબોના રક્ષણ માટે એક સમાન કોમન કાયદો બને અને તેનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવે.

(Symbolic Photo)

ગુજરાતનું ચિત્ર

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના સેક્રેટરીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સોમવારે સવારે છ વાગ્યાથી બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી આ હડતાળ ચાલશે. પણ આ હડતાળમાં ઈમરજન્સી સેવાને કોઈ અસર નહીં થાય, માત્ર નોન-ઈમર્જન્સી સેવાને હડતાળ લાગુ પડે તે રીતે હશે.

17મી જૂને એસોસિયેશન સાથે સંકળાયેલા 28 હજાર ડોક્ટરો હડતાળ પાડશે. તમામ મેમ્બર્સને આ સંદર્ભે જાણ કરાઈ હતી. ઘટનાના વિરોધમાં અમદાવાદમાં ડોક્ટરોની મિટિંગ યોજવામાં આવી હતી. ડૉક્ટરોએ વડા પ્રધાન અને દેશના ગૃહપ્રધાનને ઈ-મેઈલ કરી ડોક્ટરો ઉપર થતાં હુમલા રોકવા માટે રાષ્ટ્રીય સ્તરે કાયદામાં હૉસ્પિટલ હુમલા માટે ઓછામાં ઓછા સાત વર્ષની સજાની જોગવાઈ હોવી જોઈએ તેવી માગણી કરાઈ હતી.

Guidance by IMA Gujarat

Date: 16-6-2019 To, All Local branches Presidents & Secretaries, All State Working Committee members. Dear Doctor,

1. The withdrawal of services on Monday, June 17th, 2019 for 24 Hours between 06:00 AM to 06:00 AM (next day) is hereby reconfirmed and reiterated. Everyone is requested to strengthen the agitation.

2. All health care institutions across the sectors are requested to participate.

3. All doctors in all sectors are requested to participate.

4. Emergency and casualties should function normally.

5. Already admitted inpatients should be cared for as usual.

6. All the local branches are directed to give a press statement regarding withdrawal of all non-essential services (especially O.P.D.). Model press statement will follow.

7. All local branches shall report in realtime with photographs at imagsb@gmail.com

8. Associated activities like Protest Marches, Public Meetings etc. can be held as per local exigency.

9. Posters and social media postings can be customised to local needs and prepared at local branches level.

10. Students of all medical colleges should be involved through IMA MSN and respective local branches.

11. IMA JDN and the state branches should coordinate will all Resident Doctors Associations and Junior Doctors.

12. Local Branches should request and involve all Government Doctors organisations.

13. Local branches should request and involve Local chapters of all speciality organisations.

14. Local branches and IMA HBI should involve all Hospital and Nursing Home Organisations.

 

Thanking You Yours sincerely, Dr. S.S. Vaishya Dr. Kamlesh Saini President Hon. State Secretary G.S.B. I.M.A. G.S.B. I.M.A.

June 15, 2019
medical.jpg
1min2030

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે જરૂરી પીન નંબર અને બુકલેટનું વિતરણ આગામી તા.17મી જુન ને સોમવારથી રાજ્યભરમાં આવેલી એક્સિસ બેંકમાંથી કરવામાં આવશે.

એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, નેચરોપેથી કે જ્યાં નીટના સ્કોરના આધારે પ્રવેશ મળશે. જ્યારે ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, ઓર્થેટિક્સ વગેરે કોર્સમાં નીટ સિવાય એડમિશન મળશે. આ તમામ અભ્યાસક્રમોમના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 પીસીબી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની સઘળી વિગતો નીચે મુજબની અખબારી યાદીમાં સામેલ કરવામાં આવી છે.

In English

 

એક્સીસ બેંકની આ બ્રાન્ચ પરથી મળશે મેડીકલ એડમિશનના પીન અને બુકલેટ

June 15, 2019
Untitled-1-1280x497.jpg
1min130

વડોદરા નજીક ડભાઈ તાલુકાના ફરતીકુઈ પાસે આવેલી હોટલ દર્શનના ખાળકૂવાની સફાઇ કરવા ઉતરેલા સાત મજૂરોના એક પછી એક કૂવામાં જ ગૂંગળાઇ જતા મોત નિપજ્યાની કમકમાટી ભરેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં એરેરાટી ફેલાવી દીધી છે.

ખાળકૂવો સાફ કરવા માટે પહેલા પિતા-પુત્ર ઉતર્યા હતા અને તેમને જોવા માટે અન્ય મજૂરો એક પછી એક ઉતર્યા હતા. ખાળકૂવામાં અત્યંત ઝેરી ગેસ ધરબાયેલો હતો જેનાથી અજાણ મજૂરો અંદર ઉતરતા જ ગૂંગળામણનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં થુવાવી ગામમાં રહેતા પિતા-પુત્ર અશોકભાઇ હરીજન અને હિતેષ હરીજન સહિત ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા.

મૃતકોના નામ

1. અશોક બેચરભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
2. હિતેષ અશોકભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
3. મહેશ મણીલાલ હરીજન (રહે. વસાવા ફળિયું, થુવાવી)
4. મહેશ રમણલાલ પાટણવાડીયા (રહે. દત્તનગર, થુવાવી)
5. અજય વસાવા (મૂળ રહે. કાદવાલી, ભરૂચ, હાલ હોટલ)
6. શહદેવ રમણભાઇ વસાવા (રહે. વેલાવી, તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)

7. વિજય અરવિંદભાઇ ચૌધરી (રહે. વેલાવી તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)

ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. વડોદરા અને ડભોઇ ફાયર બ્રિગેડે છ કલાકની ભારે જહેમત બાદ દોરડાથી ખેંચીને મૃતદેહ બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઝેરી ગેસની અસર થતા એક મજૂર ખાળકૂવામાં ઢળી પડ્યો હતો અને તેને બચાવવા માટે અન્ય છ મજૂર ખાળકૂવામાં ઉતર્યા હતા. પરંતુ તેઓ પણ એક બાદ એક મોતને ભેટ્યા હતા.

ફરતીકુઈ પાસેની દર્શન હોટલના માલિક હસન અબ્બાસ છે. રાતે હોટલનો ખાળકૂવો સાફ કરવા માટે થુવાવી ગામના વસાવા ફળિયામાં રહેતા પિતા-પુત્ર સહિત ચાર અને હોટલના ત્રણ કર્મચારીઓ ઉતર્યા હતા. ખાળકૂવામાં ઉતરતા સાથે જ તમામને ઝેરી ગેસની અસર થતાં તેઓ ખાળકૂવામાં ડૂબી ગયા હતા અને મોતને ભેટ્યા હતા. ડૂબેલા મજૂરોને બચાવવાને બદલે ગભરાયેલા હોટલ માલિક હસન અબ્બાસે હોટલ બંધ કરીને દીધી હતી.

 

June 15, 2019
mbbs.jpg
1min120

ગુજરાતમાં એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયામાં સરળતા કરવામાં આવી છે. ડોમિસાઈલમાં ગુજરાત ગુજરાતમાં જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલ સર્ટિ.ની વિનાજ મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે.

બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 10 ટકા આર્થિક અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેનો ગુજરાતે સૌ પ્રથમ અમલ કર્યો છે. ચાલુ વર્ષથી જ ગુજરાતના બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણમાં પ્રવેશ અપાશે. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતમાં હોય અને જે વિદ્યાર્થીઓને 10મું ધોરણ અને 12મું ધોરણ ગુજરાતમાં પાસ કર્યું હોય. અને ગુજરાતના પાંચ માન્ય બોર્ડ હોય તેને આ વર્ષથી ડોમિસાઈલ સર્ટિફિકેટ રજુ નહીં કરવાની છૂટ આપવામાં આવે છે. આમ દસ હજાર વિદ્યાર્થીઓને ડોમિસાઈલ લેવામાં સરળતા કરી આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને જન્મ ગુજરાત બહાર જન્મ થયો હોય અને ગુજરાતમાં ધોરણ 10 અને 12માં પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને એડમિશન ફાર્મ દરમિયાન ડોમિસાઇલ સર્ટી આપવું પડશે. દીવ દાદરા નગર હવેલી તે વિદ્યાર્થીઓ ગુજરાતની બોર્ડની પરીક્ષા આપતા હતા. અને તે વિદ્યાર્થીઓને ગુજરાતની મેડિકલ કૉલેજમાં પ્રવેશ આપતા હતા. આ વખતે સિલવાસા ખાતે 150 વિદ્યાર્થીઓની મંજૂરી આપવામાં આવી છે. દાદરા નગર હવેલીની નવી મેડિકલ કોલેજ કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 10 સીટનો કોટા રિઝર્વ કરવામાં આવ્યો છે. મેડિકલની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન થશે. આરોગ્ય કમિશનરના વડપણ હેઠળની કમિટી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે અને મેરિટના આધારે પ્રવેશ મળશે. 4650 બેઠક ઉપર મેડિકલમાં પ્રવેશ અપાશે. તથા ધોરણ 12 સાયન્સમાં બોર્ડની પરીક્ષામાં ગ્રેસિંગ માર્ક સાથે 50 ટકા મેળવ્યા હશે. તેવા વિદ્યાર્થીઓ પણ નીટની ટકાવારીને આધારે મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે, એવું તેમણે ઉમેર્યું હતું.

June 15, 2019
1min60

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુએ દિશા બદલી પણ તેની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં ગુરુવારની બપોરથી શરૂ થયેલા વરસાદને પગલે શુક્રવાર સુવાર સુધીમાં સરેરાશ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા તેમ જ તાલાલા હાઇવે પણ પાણી ભરાઇ જતા તે નદીમં ફેરાવાયો હતો. ગુરુવારની રાત્રિએ તાલાલા અને સૂત્રાપાડામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ખાબક્યો હતો, જ્યારે વેરાવળમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ભારે વરસાદને કારણે સોમનાથ મંદિર નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાનોમાં ગોઠણ સુધી પાણી ભરાયા હતા. બીજી તરફ દીવ, ઉના અને ગીરગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં સવાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સૂત્રાપાડામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમ જ વેરાવળમાં બે, કોડિનારમાં બે, ઊનામાં એક અને ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.ગીરસોમનાથ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. દરમિયાન રાજકોટમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 10 મિનિટ ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે.