બોલીવુડ Archives - CIA Live

December 22, 2019
dada_amitabh.jpg
1min270

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સોમવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.

અહીંના વિજ્ઞાનભવનમાં યોજાનારા વાર્ષિક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરાશે.

માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સામાન્ય રીતે રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાય છે. આમ છતાં, આ વખતે રાષ્ટ્રપતિ

રામનાથ કોવિંદ માત્ર વિજેતાઓ માટે ‘ચા-નાસ્તા’નો કાર્યક્રમ યોજવાના છે.

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરાઇ છે.

વિકી કૌશલને ‘ઉરી’ અને આયુષ્માન ખુરાનાને ‘અંધાધુન’ માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાની ટ્રૉફી અપાશે.

કીર્તિ સુરેશને તેલુગુ મુવી ‘મહંતી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરાયા છે.

આદિત્ય ધારે ‘ઉરી’ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર જીત્યો છે.

December 17, 2019
tapsi.jpg
1min190

અનુભવસિંહાની તાપસી પન્નુને લીડ રોલમાં ચમકાવતી નવી ફિલ્મ ‘થપ્પડ’ 28 ફેબ્રુઆરી 2020ના રિલીઝ થશે તેવું આજે જાહેર થયું છે. અનુભવસિંહાની પાછલી ફિલ્મ’ ‘આર્ટિકલ-15’ આ વર્ષે જ રિલીઝ થઇ હતી અને હિટ રહી હતી. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના પોલીસ અધિકારીના પાત્રમાં હતો. વિવેચકોએ પણ આર્ટિકલ-15ની ભારોભાર પ્રશંસા કરી હતી. અનુભવસિંહા હવે ‘થપ્પડ’ લઇને આવી રહ્યાં છે. જેમાં તાપસી પન્નુ ઉપરાંત રત્ના પાઠક શાહ, માનવ કૌલ, દિયા મિર્ઝા, તન્વી આઝમી અને રામ કપૂર છે. ફિલ્મને ટી સિરીઝવાળા ભૂષણ કુમારે પ્રોડયુસ કરી છે.

December 10, 2019
panipat.jpg
1min250

ફિલ્મ પાનીપતને લઇને વિવાદ સતત વધી રહ્યો છે. રાજસ્થાનના જાટ સમુદાયે ફિલ્મના એક સીનને લઇને વાંધો ઉઠાવ્યો છે. ત્યારબાદ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ થઇ રહી છે. સ્થાનિક લોકોએ નિર્દેશક આશુતોષ ગોવારિકરના પુતળા ફૂંક્યા હતા. જયપુર અને અન્ય કેટલીક જગ્યાઓ ઉપર સિનેમા હોલમાં તોડફોડ કરવામાં આવી હતી.

રાજસ્થાનના પ્રવાસમંત્રી વિશ્વેદ્રાસિંહ દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતના જાટ સમુદાયના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમણે કહ્યું છે કે, આ ખુબ જ દુખદાયક બાબત છે કે, ઐતિહાસિક તથ્યો સાથે’ છેડછાડ કરીને ભરતપુરના મહારાજા સુરજમલ જાટ જેવા પુરુષના ચિત્રણને પાનીપત ફિલ્મમાં ખુબ ખરાબ રીતે ચિત્રિત કરવામાં આવ્યું છે.

November 16, 2019
sushant_singh.jpg
1min300

સાજીદ નડિયાદવાલાની છીછોરેમાં અભિનય કરીને પ્રશંસા મેળવી જનારો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ત્યાર બાદ બ્રેક લઇને યુરોપ ફરવા ગયો હતો. આ પ્રવાસમાં તેના બકેટલિસ્ટમાંની પચાસ બાબતો કરવાની ઇચ્છા પૂરી કરવાની હતી. તે પેરીસના ડિઝનીલેન્ડમાં પણ ગયો હતો. જોકે, ત્યાંથી આવ્યા બાદ સુશાંતની તબિયત થોડી બગડી હતી અને બધા ટેસ્ટ કરાવતા તેને ડેન્ગ્યુ હોવાની જાણ થઈ હતી.

શારીરિક નબળાઈ આવી જવાને કારણે ડૉકટરે સુશાંતને આરામ કરવાની સલાહ આપી છે. આથી તેણે આ સપ્તાહે અબુ ધાબી જવાના કાર્યક્રમને પણ રદ કરવો પડયો છે.’ નોંધનીય છે કે ગયા વર્ષે શ્રદ્ધા કપૂર પણ મચ્છરોથી થતી આ બીમારીનો ભોગ બની હતી. જ્યારે ગયે મહિને ધર્મેન્દ્રને ડેન્ગ્યુ થયો હતો. હવે સુશાંત દિલ બેચારા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ હૉલીવૂડની ફિલ્મ ધ પોલ્ટ ઇન અવર સ્ટાર પરથી બનશે જે જોન ગ્રીન્સની આ જ નામની બેસ્ટ સેલર પરથી બની હતી.’

October 31, 2019
jayeshbhai_jordar.jpg
1min1060

‘જયેશભાઇ જોરદાર’ મૂવીમાં રણવીર સિંહના ગુજ્જુ અવતારનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો

યશરાજ બેનર હેઠળ યુવા ગુજ્જુ ફિલ્મ ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કરની ગુજ્જુ વેપારી પર આધારિત ફિલ્મ જયેશભાઇ જોરદાર માટેની તૈયારીઓ ફિલ્મ સ્ટાર રણવીરસિંહે શરૂ કરી દીધી છે. આજરોજ તા.4 ડિસેમ્બર 2019ને બુધવારે સવારે રણવીર સિંહે પોતાની આ બોલીવુડની ગુજ્જુ ફિલ્મ જયેશભાઇ જોરદારનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો.

દિવ્યાંગ ઠક્કર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘કેવી રીતે જઇશ’,‘બે યાર’ અને ‘ચાસણી’ જેની હિટ ફિલ્મો આપી રહ્યો છે અને હવે પહેલીવાર ડિરેક્ટર તરીકે બોલીવુડની ફિલ્મ કરી રહ્યો છે અને તે પણ યશ રાજના બેનર હેઠળ. રણવીર સિંહ આ ફિલ્મમાં ગુજરાતી બિઝનસમેનની ભુમિકા ભજવી રહ્યો છે.

તા.4 ડિસેમ્બર 2019ના રોજ રણવીર સિંહએ પોતાની ફિલ્મ જયેશભાઇ જોરદારનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો.

બોલીવુડનો ચોકલેટી બોય રણવીર સિંહ કોઇને કોઇ કારણોથી ચર્ચામાં રહે છે. ત્યારે ફરી તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોટો શેર કરીને ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. રણવીર સિંહએ હાલમાં જ તાજેતરમાં જ 1983ના વર્લ્ડ કપ પર બનેલી એક ફિલ્મનું શુટીંગ પુરૂ કર્યું છે.

રણવીરસિંહના નજીકના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ હવે તે ગુજ્જુ વેપારી ભૂમિકા સાથે આવી રહ્યો છે. ગુજ્જુ વેપારી જેનું નામ જયેશભાઇ છે એના પરથી જયેશભાઇ જોરદાર ફિલ્મનું નામ છે અને આ ફિલ્મનું નિર્દેશન પણ ગુજ્જુ ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કર કરશે. અઢી વર્ષ અગાઉ એ વાત નિશ્ચિત કરી દેવામાં આવી હતી કે જયેશભાઇ જોરદાર મૂવીનું શૂટિંગ રણવીરસિંહે શરૂ કરી દીધું છે.

ખુદ રણવીરસિંહ પણ આ ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ ના શુટીંગ શરૂ કરી દીધું છે. હાલમાં તે ગુજ્જુ રહેણી-કહેણી, બોલી વગેરે પર ધ્યાન આપી રહ્યો છે. જયેશભાઇ જોરદાર એક કોમેડી મૂવી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે.

October 27, 2019
housefull.jpg
1min610

બોક્સ ઓફિસ ઉપર દિવાળીના તહેવારે ત્રણ મોટી ફિલ્મ હાઉસફૂલ 4, મેડ ઈન ચાઈના અને સાંડ કી આંખ રિલીઝ થઈ છે. ઘણા વર્ષો બાદ બોક્સ ઓફિસ ઉપર નોંધપાત્ર ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાં હાઉસફૂલ 4ની વાત કરવામાં આવે તો તેને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી છે. પરંતુ કમાણીના મામલે ફિલ્મ સારૂ પ્રદર્શન કરી રહી છે. હાઉસફૂલ 4એ પહેલા દિવસે લગભગ 20 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. ફિલ્મને શુક્રવારે ધનતેરસનો ફાયદો મળ્યો હતો. પહેલા દિવસની ઓપનિંગની વાત કરવામાં આવે તો હાઉસફૂલ સિરિઝની તમામ ફિલ્મમાંથી હાઉસફૂલ 4નું ઓપનિંગ સૌથી સારૂ છે. અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મમાં રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, પૂજા હેગડે, ચંકી પાંડે અને જોની લિવર છે.’

October 26, 2019
salman_akshay.jpg
1min290

અભિનેતા સલમાન ખાન અને ફિલ્મમેકર સાજીદ નડિયાદવાલાની જોડીએ છ હિટ ફિલ્મો આપી છે અને ફરી તે કિકની સિકવલ માટે સાથે કામ કરી રહ્યા છે. કિક-2નું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. જોકે, તે અગાઉ પણ આ બંને જોડાયા છે. સાજીદની ફિલ્મ હાઉસફૂલ-4 રજૂ થઈ રહી છે અને તેમાં સલમાનની ડિસેમ્બર મહિનામાં રજૂ થનારી ફિલ્મ દબંગ-3નું ટ્રેલર દેખાડવામાં આવશે. હાઉસફૂલ-4માં અક્ષય કુમાર સાથે બોબી દેઓલ, રિતેશ દેશમુખ જેવા કલાકારો છે.’

નોંધનયી છે કે સાજીદ સલમાન અને અક્ષય બંને સાથે સારી મિત્રતા ધરાવે છે. અક્ષય અને તે એક જ સ્કૂલમાં ભણ્યા હતા તથા એક જ બસમાં સાથે જતા હતા. જયારે 1990ના દાયકામાં સાજીદ અને સલમાનના લગ્ન એક જ તારીખે નક્કી થયા હતા.’ બાદમાં સલમાનના લગ્ન રદ્ થયા હતા અને તે સાજીદના લગ્નમાં હાજર રહ્યો હતો. સલમાન અને અક્ષયે અત્યાર સુધી બે ફિલ્મો મુજ સે શાદી કરોગી અને જાને મનમાં સાથે અભિનય કર્યો છે. સાજીદે કહ્યું કે, આ બંનેને સાથે જોવા એક લહાવો છે. અત્યારે તો બંને પોતપોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે. પરંતુ જો મારી પાસે એવી પટકથા આવી તો હું સલમાન અને અક્ષયને સાથે લઇશ.

October 20, 2019
shera_shivsena.jpg
1min1070

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના 36 કલાક અગાઉ તા.19મીની રાત્રે મુંબઇ ખાતે સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ શિવસેનામાં સત્તાવાર રીતે જોઇન થવાની વિધી પૂરી કરી હતી. શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ ઔપચારિક રીતે શેરા ને શિવસેનામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે શેરાને તલવાર અને ભગવા રંગની શાલ ઓઢાડીને શિવસેનામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

સલમાન ખાનનો બોડી ગાર્ડ હોવા છતાં શેરા એક સેલિબ્રીટી મનાય છે અને શેરાએ શિવસેના જોઇન કર્યાના સમાચારો વિશ્વભરમાં ચમક્યા હતા.

એક ફાઇલ તસ્વીરમાં શિવસેનાના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે સાથે શેરા દ્રશ્યમાન છે. અત્યાર સુધી શેરા શિવસેનાના શુભેચ્છક હતા હવે સત્તાવાર રીતે કાર્યકર અને નેતા બન્યા છે.

October 20, 2019
modimetfilmstar.jpg
1min360

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કળા અન સિનેમા જગતની દિગ્ગજ હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ આવાસ પર યોજાયેલા આ કાર્યક્રમમાં અભિનેતા આમીર ખાન, શાહરુખ ખાન સહિત બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઇ હતી. 


પીએમ મોદીના ઘરે આમિર, શાહરુખ, કંગના સહિત ફિલ્મી હસ્તીઓનો જમાવડો, ગાંધી વિચારો પર ચર્ચા

આ કાર્યક્રમમાં ખાસ મહેમાનોને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, ગાંધીના વિચાર સાદગીના પર્યાય છે. તેમના વિચાર વ્યાપક છે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ફિલ્મ જગતની હસ્તીઓને દાંડીમાં નિર્માણ પામેલા ગાંધી મ્યૂઝિયમની મૂલાકાત લેવા અપીલ કરી હતી. આ સાથે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમ સાથે જોડાયેલી તમામ માહિતી પીએમઓના ટ્વિટર પર શેર કરવામાં આવી હતી.  

કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીના વિચારોનો પ્રચાર કરવા માટે ફિલ્મ અને ટેલિવિઝન જગતના તમામ શાનદાર કામ કરી રહ્યા છે. 


પીએમ મોદીના ઘરે આમિર, શાહરુખ, કંગના સહિત ફિલ્મી હસ્તીઓનો જમાવડો, ગાંધી વિચારો પર ચર્ચા

ફિલ્મ એક્ટર આમિર ખાને જણાવ્યું કે બાપુના વિચોરોનો પ્રચાર કરવા માટે પીએમ મોદીના પ્રયત્નોની હું કદર કરું છું. ક્રિએટીવ લોકો તરીકે આપણ ઘણુ બધુ કરી શકીએ છીએ. હું પીએમ મોદીને ભરોસો અપાવું છું કે, અમે આ દિશામાં પ્રયત્ન કરીશું.

શાહરુખ ખાને આ ખાસ કાર્યક્રમ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મહાત્મા ગાંધીના વિચારોને લઇને અમને બધાને એક મંચ પર લાવવા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરું છું. મારુ માનવું છે કે આપણે ગાંધીના વિચારોને ફરી એકવાર વિશ્વ અને દેશને પરિચિત કરાવવા જોઇએ.

આ સિવાય પીએમઓએ તેના ટ્વિટર એકાઉન્ટ પર બંને દિગ્ગજ અભિનેતાઓનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં બંને અભિનેતાઓ પીએમ મોદીની પહેલની પ્રશંસા કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાના પરદાની દિગ્ગજ હસ્તી એક્તા કપૂર અને અભિનેત્રી કંગના રનૌતે પણ વિડીયો દ્વારા પીએમ મોદીની પહેલની પ્રશંસા કરી હતી. કંગનાએ જણાવ્યું કે આવા પહેલા પીએમ છે, જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ પ્રકારનું મહત્વ આપ્યું છે. 

આ કાર્યક્રમમાં દિગ્ગજ ડિરેક્ટર આનંદ એલ રાય, રાજકુમાર હિરાણી સહિત વિખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો.

October 10, 2019
warmovie.jpg
1min520

રિતિક રોશન અને ટાઇગર શ્રોફ અભિનિત ફિલ્મ વોર બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ સર્જી રહી છે. ફિલ્મે દશેરાના દિવસે સફળતાના નવા રેકોર્ડ સર્જી દીધા હતા. આ ફિલ્મે દશેરાના દિવસે 27 કરોડની કમાણી કરી લીધી હતી. જો કે મંગળવારના દિવસે આટલી જંગી કમાણીનો આ એક રેકોર્ડ છે. દરેક દિવસની કમાણીના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ફિલ્મે હજુ સુધી 20 કરોડની કમાણી કરી દીધી છે. જે પહેલા સોમવારના દિવસે પણ રહી હતી.

બોક્સ ઓફિસ પર રીપોર્ટની વાત કરવામાં આવે તો ફિલ્મે પ્રથમ મંગળવારના દિવસે આશરે 27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મની કમાણી 200 કરોડથી ઉપર પહોંચી ચૂકી છે. આવી રીતે ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ 206 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી લીધી છે. આ રીતે પ્રથમ સપ્તાહમાં 200 કરોડથી વધુની કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં તે સૌથી ઉપર રહી છે. તે પહેલા બાહુબલી, સુલ્તાન ફિલ્મે 200 કરોડની કમાણી કરી હતી. એક સપ્તાહમાં 200 કરોડની કમાણી રણબીર કપૂરની સંજુ પણ કરી ગઈ હતી.

વર્ષ 2019માં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની વાત કરવામાં આવે તો આ ફિલ્મ સૌથી વધારે કમાણી કરી ગઈ છે. વર્ષ 2019માં કબીર સિંહ અને ઉરી સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે રહી છે. એવી આશા છે કે બાકીની ફિલ્મોના આંકડાને આ ફિલ્મ પાર કરીને તમામ રેકોર્ડ તોડી નાંખશે.

એક્શનથી ભરપૂર ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રિતિક રોશન અને ટાઇગરે હજુ સુધીનો સૌથી જોરદાર દેખાવ એક્શનના મામલે કર્યો છે. વાર્તા એક સિક્રેટ સોલ્જરની છે. જે રિતિક રોશન છે. જે દેશભક્તિના માર્ગે ટાઇગર શ્રોફની મદદ કરે છે. એક્શન ફિલ્મોના રસિયા લોકો માટે આ એક ધમાકેદાર ફિલ્મ છે. ફિલ્મમાં વાણી કપૂર પણ કામ કરી રહી છે. ફિલ્મ રજૂ કરવામાં આવી ત્યારથી લઇને હજુ સુધી આ ફિલ્મને લઇને ભારે ચર્ચા છે, કારણ કે ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સર્જી નાંખશે તેમ તો પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું.

હજુ ફિલ્મની કમાણી 300 કરોડના આંકડાને પાર કરી શકે છે. રિતિક રોશનની હાલમાં એક પછી એક ફિલ્મ સફળતા હાંસલ કરી રહી છે. તે પહેલા તેની સુપર 30 પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઈ હતી. હવે વોર ફિલ્મ રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. રિતિક ફરી એકવાર એક્શન ફિલ્મના મામલે તમામને ચોંકાવે તેવી સ્થિતિમાં આવી ગયો છે. વિતેલાં વર્ષોમાં પણ તે સુપરહિટ’ ફિલ્મો આપતો રહ્યો છે. વોર ફિલ્મમાં ગ્લેમર સ્ટાર તરીકે વાણી કપૂરને લેવામાં આવી છે. તેમની કેમિસ્ટ્રી જોરદાર રીતે જોવા મળી રહી છે. રિતિક રોશન સુપરસ્ટાર પૈકી એક તરીકે છે. હાલમાં અક્ષય કુમાર અને અજય દેવગનને પણ મોટા સ્ટાર તરીકે એક્શનમાં ગણવામાં આવે છે.’