CIA ALERT

ટેક્નો ન્યુઝ Archives - CIA Live

October 10, 2019
nobel.jpg
1min70

લિથિયમ-આયન બેટરી તૈયાર કરીને સ્માર્ટફૉન્સ, લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ અમેરિકાના ૯૭ વર્ષીય વિજ્ઞાની જૉન ગુડઇનફ, બ્રિટનના સ્ટેન્લી વિટીંગહેમ અને જાપાનના અકિરા યોશીનોને રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત કરાઇ હતી.

નોબેલ પુરસ્કાર આપતી સંસ્થા રોયલ સ્વિડિશ એકેડેમી ઑફ સાયન્સીસે જણાવ્યું હતું કે આ ત્રણ વિજ્ઞાનીની વચ્ચે પુરસ્કારના ૯૦ લાખ સ્વિડિશ ક્રોનોર (અંદાજે ૯,૧૪,૦૦૦ અમેરિકી ડૉલર અથવા ૮,૩૩,૦૦૦ યુરો) વહેંચી દેવાશે. જ્યુરીએ જણાવ્યું હતું કે વજનમાં હલકી, ફરી ચાર્જ કરી શકાતી, શક્તિશાળી બેટરીઓ હવે મોબાઇલ ફૉન્સ, લેપટોપ્સ, ઇલેક્ટ્રિક વાહનો વગેરેમાં વપરાય છે અને તેની મદદથી સૌરઊર્જા તેમ જ પવનઊર્જાનો પણ સંગ્રહ કરી શકાય છે.

આ શોધને લીધે પ્રદૂષણ પેદા કરતા ઈંધણનો વિકલ્પ મળ્યો છે. તેણે જણાવ્યું હતું કે લિથિયમ બેટરીઓ ૧૯૯૧માં વેચાણ માટે બજારમાં આવી ત્યારથી આપણા જીવનમાં ક્રાંતિ આવી છે. લિથિયમ ઘણી હલકી ધાતુ હોવાથી પાણી પર તરે છે. ૧૯૭૦ના દાયકામાં ખનિજ તેલની કટોકટી ઊભી થઇ હતી ત્યારે ઊર્જાના વૈકલ્પિક સ્રોત તરીકે અમેરિકાના વિજ્ઞાની જૉન ગુડઇનફે લિથિયમ બેટરી તૈયાર કરી હતી.

October 8, 2019
income_tax-1280x853.jpg
1min210

આવકવેરા વિભાગે સોમવારે ઇ-એસેસમેન્ટ સ્કીમ લોન્ચ કરી હતી જેમાં કરદાતા અને તેના એસેસિંગ ઑફિસર વચ્ચે કોઇ કડી રહેશે નહીં. રેવેન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ નેશનલ ઇ-એસેસમેન્ટ સેન્ટર (એનઇએસઇ) લોન્ચ કર્યું હતું અને શરૂઆતમાં નવી સ્કીમ હેઠળ ૫૮,૩૨૨ કેસની પસંદગી કરવામાં આવી હતી.

આ યોજનાના અમલ માટે આઇટી વિભાગના ૨,૬૮૬ અધિકારીઓને નિમવામાં આવ્યા છે. એસેસમેન્ટ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇ-નોટિસો મોકલી આપવામાં આવી છે. કરદાતાઓને તેમના નોંધાયેલા ઇ-ફાઇલિંગ એકાઉન્ટ અને ઇમેઇલ ચેક કરવાની સૂચના આપવામાં આવી છે અને ૧૫ દિવસમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. પાંડેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, સ્ક્રુટિની માટે જેમનો પણ કેસ પસંદ કરવામાં આવ્યો હોય તેઓ બધા ડૉક્યુમેન્ટ્સ ઓનલાઇન ફાઇલ કરી શકશે જે તે કેસના એસેસમેન્ટ અધિકારી પણ ડ્રો કરીને પસંદ કરવામાં આવશે. આમાં એસેસમેન્ટ અધિકારી અને કરદાતા વચ્ચે કોઇ સંપર્ક ન હોવાથી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ કહેવામાં આવે છે અને નાણાં પ્રધાન સીતારામને જુલાઇમાં પોતાના બજેટ પ્રવચનમાં આ અંગેની જાહેરાત કરી હતી.તેમણે તે વખતે કહ્યું હતું કે વર્તમાન પ્રણાલિમાં કરદાતા અને આવકવેરા અધિકારી વચ્ચે સંપર્ક થતો હોવાથી કેટલીક અનિચ્છનીય પ્રવૃત્તિ થવાની સંભાવના છે. આવી પ્રવૃત્તિ નિવારવા ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ તબક્કાવાર દાખલ કરવામાં આવશે.

October 1, 2019
lata.jpg
1min5350

ભારતના વિશ્વ પ્રસિદ્ધ કોકિલકંઠી ગાયક ગણાતા લતા મંગેશકર સોશ્યલ મિડીયા પર છાશવારે ધૂમ મચાવે છે.

ટ્વીટર ઉપર લતા મંગેશકરના ટ્વીટ ગણતરીના સમયમાં લોકો માટે ચર્ચાનો વિષય બને છે. હવે લતા મંગેશકરે 90 વર્ષની ઉંમરે સોશ્યલ મિડીયામાં એક મહત્વના માધ્યમ ગણાતા ઈન્સ્ટાગ્રામ પર આગમન ( ડેબ્યૂ ) કર્યું છે.

લતા મંગેશકરે 28મી સપ્ટેમ્બરે 90મો જન્મદિવસ મનાવ્યો હતો. જન્મદિનના બે દિવસ બાદ હવે લતા મંગેશકર’ ઈન્સ્ટાગ્રામ ઉપર આવ્યા છે. આ સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર લતા મંગેશકરે તસવીરો પણ પોસ્ટ કરી હતી.

તસવીરના કેપ્શનમાં લતા મંગેશકરે લખ્યું હતું કે નમસ્કાર, આજે પહેલી વખત લોકો સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે જોડાઈ છું. ઈન્સ્ટાગ્રામમાં લતા મંગેશકર જોડાયાના બે કલાકની અંદર 48 હજાર ચાહકો ફોલો કરી ચૂક્યા હતા. સોશિયલ મીડિયા ઉપર લતા મંગેશકરનું લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું અને શુભકામનાઓ પણ આપી હતી.

September 21, 2019
trai.jpg
1min720

ટૂંક સમયમાં તમારો 10 આંકડાનો મોબાઇલ નંબર 11 આંકડાનો થઇ જશે

ટ્રાઇ (ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિ.) એ દેશમાં વધતી જતી મોબાઇલ યુઝર્સની સંખ્યા અને મોબાઇલ નંબરોની વધુ માગને ધ્યાને લેતા વિકલ્પો ચકાસવા માંડ્યા છે કે ભારતમાં મોબાઇલ નંબરોની વધતી માગને પહોંચી વળવા માટે લાંબાગાળાનો કયો શ્રેષ્ઠ વિકલ્પ અપનાવી શકાય. ટ્રાઇના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં હાલમાં 10 આંકડાના મોબાઇલ નંબરની સ્કીમ ચાલી રહી છે. જે રીતે મોબાઇલ કનેકશન્સની માગ ઉઠી છે એ જોતા હવે 10 આંકડાની સ્કીમ્સમાં લિમિટેડ નંબરો બાકી રહ્યા છે જે ભવિષ્યની માગને પહોંચી વળે તેમ નથી. આથી ટ્રાઇ દ્વારા 10ને બદલે 11 આંકડાનો મોબાઇલ નંબરવાળી યોજના અમલમાં મૂકવા બાબતે વિચારણા શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મોબાઇલ નંબર 10માંથી 11 આંકડાનો થશે ત્યારે વર્તમાન ગ્રાહકોના નંબરમાં ફક્ત એક નવો આંક ઉમેરાશે બાકીના 10 આંકડા યથાવત રહેશે.

અગાઉ ભારતમાં ટ્રાઇ દ્વારા આ પ્રકારે નંબરીંગ સ્કીમ બદલવાની કાર્યવાહી બે વખત હાથ ધરવામાં આવી હતી. 1993માં સમગ્ર દેશમાં નંબરો બદલાયા હતા અને એ પછી 2003માં નંબરિંગ સ્કીમ્સ ભારતમાં બદલવામાં આવી હતી. એ સમયે ભારતમાં મોબાઇલ યુઝર્સની સંખ્યા કરતા ડોમેસ્ટીક, લેન્ડલાઇન ફોન્સની સંખ્યા વધુ હતી. આજે પરિસ્થિતિ ઉલ્ટી છે.

હાલમાં 9, 8 અને 7થી શરૂ થતી મોબાઇલ નંબરોની સ્કીમ્સ હેઠળ કુલ 2.1 બિલિયન (210 કરોડ) મોબાઇલ જોડાણો (નંબર) આપી શકવાની કેપેસિટી છે.

જાણકારોનું કહેવું છે કે એવું નથી કે ભારતમાં મોબાઇલ ફોન યુઝર્સ અને કનેકશન્સની વધેલી સંખ્યાને કારણે મોબાઇલ ફોનના નંબરો 10 આંકડાથી વધીને 11 આંકડાના થશે પણ સાથેસાથે લેન્ડલાઇન ફોન્સ કે જે 2, 3, 5 અને 6 થી શરૂ થાય છે એની પણ હાલની સંખ્યા 7થી વધીને 10 આંકડા સુધી પહોંચે તેમ છે.

September 20, 2019
aadhar.png
1min330

 બેન્ક ખાતાથી માંડીને પાસપોર્ટ માટે જરૂરી દસ્તાવેજ એવા આધારકાર્ડમાં નામ કે જન્મની તારીખ ખોટી હશે તો એને સુધારવા માટે ઘણી મહેનત-માથાકૂટ કરવી પડશે. અત્યાર સુધી એવું જોવાયું કે લોકો પોતાની સગવડ પ્રમાણે નામ-ઠામમાં ફેરફારો કરાવ્યે રાખતા હતા. પરંતુ, હવે આધાર ઓથોરિટીએ છટકબારીઓ બંધ કરી દીધી છે. બેથી વધુ વખત નામ સુધારવાના કેસમાં આખો આધારકાર્ડ જ નવો બનાવવો પડશે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈંડિયા (યુઆઈડીએઆઈ) એ નામ તેમજ જન્મ તારીખ બદલાવવા માટે કેટલીક શરતો નક્કી કરી છે.
જો કે મોબાઈલ નંબર કે અન્ય બદલાવો માટે કોઈ દસ્તાવેજની જરૂર નહીં રહે, પરંતુ જન્મ તારીખમાં બદલાવની સ્થિતિમાં ત્રણ વર્ષથી ઓછું અંતર હશે તો’ સંબંધિત દસ્તાવેજ સાથે સુવિધા કેન્દ્રમાં જઈને સુધારો કરાવી શકાશે.
ત્રણ વર્ષથી વધુનું અંતર હશે તો પ્રાદેશિક આધાર કેન્દ્રમાં જવું પડશે. આધારમાં’ લિંગ સુધારવાની સુવિધા હવે એક જ વાર મળશે. વધુમાં નામ ખોટું છપાયું હશે તો તેમાં સુધારો કરાવવા માટે હવેથી માત્ર બે તક મળશે. ત્યારપછી પણ ખોટું નામ હશે, તો ઈનવેલિડ કરાવીને નવા કાર્ડ માટે અરજી કરવી પડશે.
નામ સુધારવા પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર ડ્રાઈવિંગ માટે જન્મનો દાખલો,’ પાનકાર્ડ લેટરહેડ પર ગેઝેટેડ અધિકારીનું પ્રમાણપત્ર પાસપોર્ટ, જેવા દસ્તાવેજ જરૂરી રહેશે.

September 19, 2019
rahjnath-tejas-bhanu.jpg
1min230

દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ ભારતમાં જ બનેલા, મેક ઇન ઇન્ડિયા યુદ્ધ વિમાન તેજસને ઉડાડીને ઇતિહાસ સર્જ્યો છે.

ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજનાથ સિંહ તેજસમાં ઉડાન ભરનાર સૌપ્રથમ રક્ષા મંત્રી બન્યા છે.

તેજસનું વજન પ્રમાણમાં ઘણું ઓછું છે અને હવામાં ઝડપથી ઉડાન ભરવામાં સક્ષમ છે. આવા યુદ્ધ વિમાન ખૂબજ સફળ ગણાય છે. ભારતનું તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (એસલીએ) એક એવું વિમાન છે, તે પોતાની શ્રેણીમાં પાકિસ્તાન અને ચીનના યુદ્ધ વિમાનોને પણ ટક્કર આપી રહ્યું છે.


September 17, 2019
plane_crash.jpg
1min430
ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાએ કરેલું ટ્વીટ
Unmanned Aerial Vehicle (UAV) being developed by DRDO on experimental flight trial in new configuration has crash landed in fields near ATR Chitradurga. Data is being analysed.

ભારતના સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલી સંસ્થા ડી.આર.ડી.ઓ. (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલમપેન્ટ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વિકસિત એક Rustam Drone એરીયલ વ્હીકલ જેને દેશીભાષામાં પ્લેન કહી શકાય, એ આજે ટ્રાયલ રન દરમિયાન કર્ણાટકના ચિત્રદુર્ગા નામના બિનરહેઠાણી વિસ્તારમાં ક્રેશ થઇ ગયુ હતું.

ડીઆરડીઓના સત્તાવાર ટ્વીટર પર જણાવાયું છેકે સદનસીબે દુર્ઘટનામાં કોઇની જાનહાની થયાના અહેવાલો નથી. ઘટના અંગે ડીઆરડીઓએ તપાસ કમિટી રચીને તપાસ શરૂ કરાવી દીધી છે.

September 14, 2019
vikram_lander.jpg
1min360

ચંદ્રયાન-ટૂના લેન્ડર ‘વિક્રમ’ની સાથે ફરી સંપર્ક કરવાની આશા હવે ધૂંધળી બની રહી છે અને તેની સાથે ફરી સંપર્ક કરવા હવે અંદાજે અઠવાડિયું જ બચ્યું છે.

ચંદ્રયાન-ટૂના ૨૭ કિલોગ્રામના ‘પ્રજ્ઞાન’ નામના રૉવરની સાથેના લેન્ડર ‘વિક્રમ’ ચંદ્રની સપાટીથી ૨.૧ કિલોમીટર દૂર હતું ત્યારે સંપર્ક ગુમાવ્યો હતો. આ લેન્ડર ચંદ્રની ધરતી પર નિર્ધારિત સ્થળે ઊતરવાને બદલે તેની નજીક અન્ય સ્થળે ઊતર્યું હતું. આ લેન્ડર પોતાના ચાર પાયા પર ઊભું હોવાનો અને હેમખેમ હોવાનો દાવો કરાયો છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ ૧,૪૭૧ કિલોગ્રામના ‘વિક્રમ’ને ચંદ્રની સપાટી પર ઉતરાણના બીજા દિવસે જ શોધી કાઢ્યું હતું, પરંતુ તેની કામગીરી ચંદ્રના એક દિવસ એટલે પૃથ્વીના ૧૪ દિવસની છે અને તેમાંથી સાત દિવસ તો નીકળી ગયા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચંદ્રની ધરતી પર ઉતરાણ વખતે લાગેલા આચકાને લીધે આ સમસ્યા ઊભી થઇ હોવાની શંકા છે. સંસ્કૃતમાં હોશિયારી અને આવડતને ‘પ્રજ્ઞાન’ કહેવાતું હોવાથી છ પૈડાંવાળા રૉવરનું નામ તે રખાયું છે.

લેન્ડરની સાથે ત્રણ વૈજ્ઞાનિક સાધન છે અને તે ચંદ્રની ધરતી પર પ્રયોગ અને સંશોધન કરનાર હતા.

August 24, 2019
amazon_logo.png
1min220

એમેઝોને તેનો ઓનલાઇન ગ્રોસરી સ્ટોર ‘એમેઝોન ફ્રેશ’ ભારતમાં શરૂ કર્યો છે, જેની હેઠળ કંપની તાજાં ફળ, શાકભાજી, ડેરી અને મીટ આઇટમ તેમજ અન્ય પેકેજ્ડ ફૂડ આઇટમનું વેચાણ કરશે. 

ઓનલાઇન ફૂડ અને ગ્રોસરી માર્કેટમાં સ્પર્ધા વધી રહી છે અને હરીફ કંપની ફ્લિપકાર્ટ પણ આ માર્કેટમાં પ્રવેશવા માટે નજર દોડાવી રહી છે તેવા સમયે એમેઝોન તરફથી આ હિલચાલ જોવા મળી છે. ભારતના ઓનલાઇન ફૂડ અને ગ્રોસરી માર્કેટમાં અત્યારે બિગબાસ્કેટ સૌથી મોટું નામ છે, ત્યાર બાદ ગ્રોફર્સનો ક્રમ આવે છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. 

એમેઝોન ફ્રેશ સૌ પ્રથમ 2007માં સીટલમાં લોન્ચ થઈ હતી. એમેઝોને ભારતમાં તેનું લોન્ચિંગ નહોતું કર્યું અને તેના સ્થાને પ્રાઇમ નાઉ એપ્લિકેશન દ્વારા ફૂડ આઇટમની એક્સપ્રેસ ડિલિવરી શરૂ કરી હતી. 

એમેઝોને જણાવ્યું છે કે, તેની મુખ્ય વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા એમેઝોન ફ્રેશનો ઉપયોગ થઈ શકશે. કંપની તેની પ્રાઇમ નાઉ સર્વિસ 23 ઓગસ્ટે બેંગલુરુમાં લોન્ચ કર્યા બાદ મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ જેવાં શહેરોમાં પણ લોન્ચ કરશે. એમેઝોન ફ્રેશ પરથી ગ્રાહકો 5,000 ફળ, શાકભાજી, ડેરી, મીટ, આઇસક્રીમ, ડ્રાય ગ્રોસરી જેવી વસ્તુઓ ખરીદી શકશે. 

August 13, 2019
CHandrayaan2.jpg
1min600

ભારતનું બીજું ચંદ્ર અભિયાન ‘ચંદ્રયાન-ટૂ’ ૨૦ ઑગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે અને ૭ સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરે તેવી શક્યતા છે, એમ ઈન્યિન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન-ઈસરોના અધ્યક્ષ ડૉ. કે. સિવને સોમવારે કહ્યું હતું. 

પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-ટૂ બે દિવસ બાદ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દેવા તૈયાર થઈ ગયું છે. ભારતના અવકાશ કાર્યક્રમના પિતા લેખાતા ડૉ. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દીની ઉજવણી કરવા અમદાવાદ આવેલા સિવને કહ્યું હતું કે ૨૨ જુલાઈએ છોડવામાં આવેલું ૩૮૫૦ કિલો વજન અને ઑબ્રિટર, લૅન્ડર તેમ જ રૉવર એમ ત્રણ મૉડ્યુલનું બનેલું ચંદ્રયાન-ટૂ અવકાશયાન ૭ સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણ કરશે. 

તેમણે કહ્યું હતું કે બાવીસ જુલાઈએ ચંદ્રયાન-ટૂને લૉન્ચ કર્યા બાદ અમે જુદા જુદા પાંચ વ્યૂહ બનાવ્યા હતા. 

ચંદ્રયાન-ટૂ હાલ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. બુધવારે સવારે હવે પછીનો મહત્ત્વના વ્યૂહની જાણ થશે. 

૧૪મી ઑગસ્ટે વહેલી સવારે ૩:૩૦ વાગ્યે ચંદ્રયાન-ટૂ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ આગળ વધશે અને ૨૦મી ઑગસ્ટે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ૭ સપ્ટેમ્બરે ચંદ્રયાન-ટૂ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઉતરાણ કરશે. 

હાલ, ચંદ્રયાન-ટૂ અને તેની તમામ યંત્રણા યોગ્ય કામગીરી બજાવી રહી છે, એમ તેમણે કહ્યું હતું