CIA ALERT
19. April 2024
February 19, 20201min12640

Guidance : કેનેડા ભણવા જવું કે PR મેળવીને કામ કરવા ?

Share On :
Print Friendly, PDF & Email

હાલ ભારતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ્સ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જઈ રહ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ કેનેડા ભણવા જવા માટેનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઘણાં વિદ્યાર્થી ધોરણ 12 બાદ જ્યારે ઘણાં વિદ્યાર્થી ગ્રેજ્યુએશન બાદ માસ્ટર્સનો કોર્સ કરવા માટે કેનેડા તરફ ભણી રહ્યા છે. કેનેડા વિકસતો દેશ છે, ત્યાં હાલ માણસોની ખૂબ જ જરૂર છે. કેનેડા ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ વિશાળ દેશ છે અને ત્યાં ભારતીયો (તેમાં પણ ખાસ કરીને પંજાબી અને ગુજરાતી)ની સંખ્યા સારી એવી છે. કેનેડામાં હાલ એવા વિદ્યાર્થીઓની વધારે જરૂરિયાત છે કે જેમની પાસે ટેક્નિકલ આવડત હોય. જે વિદ્યાર્થીએ સાયન્સ સાથે જોડાયેલ એન્જિનિયરિંગ, ડૉક્ટરનો અભ્યાસ કર્યો હશે તેમના માટે કેનેડામાં ઉજ્જવળ તક છે. પણ, માતા-પિતાને સૌથી સતાવતો પ્રશ્ન એ છે કે કેનેડા ભણવા જવા માટેનો બેસ્ટ ટાઈમ કયો? ધોરણ 12 કે ગ્રેજ્યુએશન પછી?

વિદેશ અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ કેનેડાને પસંદ કરી રહ્યા છે કારણકે ત્યાં એક વર્ષીય ડિપ્લોમાનો અભ્યાસ કરો કે પછી 2 વર્ષના માસ્ટર્સનો કોર્સ, વર્ક પરમિટ ચોક્કસ મળે છે. એટલે કે કેનેડા ભણવા જતો વિદ્યાર્થી તેના અભ્યાસ બાદ વર્ક પરમિટ મળતા કમાતો થઈ જાય છે, ત્યારબાદ તે PR (Permanent residents) માટે પણ એપ્લાય કરી શકે છે. કેનેડામાં PR મેળવવા માટે ચોક્કસ પોઈન્ટ મેળવવાના હોય છે. આ પોઈન્ટમાં વિદ્યાર્થીનો અભ્યાસ, તેની નોકરી, તે કયા પ્રદેશ (રાજ્ય)માં રહે છે તેનો આધાર ગણવામાં આવે છે. PR માટેના પોઈન્ટ હાલ મુજબ 470ની આસપાસ ચાલી રહ્યા છે, તે સતત બદલાતા રહે છે. જો કેનેડા જઈ રહેલો વિદ્યાર્થી અભ્યાસ માટે 1 વર્ષના કોર્સની પસંદગી કરે છે તો તેને 1 વર્ષની વર્ક પરમિટ (1 વર્ષ નોકરી કરવાની પરવાનગી) મળે છે. જો આ વિદ્યાર્થી 2 વર્ષના કોર્સની પસંદગી કરે છે તો તેને 3 વર્ષની વર્ક પરમિટ મળે છે. મોટાભાગના વિદ્યાર્થી 2 વર્ષના કોર્સની પસંદગી કરે છે. બાદમાં ત્યાં નોકરી કરતા-કરતા PR માટે એપ્લાય કરે છે.

જો કોઈ વિદ્યાર્થી ધોરણ 12 પછી કેનેડા જાય છે તો ત્યાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેના આગળના રસ્તા ખુલશે. જો વિદ્યાર્થી ભારતમાં ગ્રેજ્યુએશન કરીને માસ્ટર્સની ડિગ્રી માટે કેનેડા જાય છે તો ત્યાં તે માસ્ટર્સ ડિગ્રી કરીને વર્ક પરમિટ મેળવીને PR માટે સરળતાથી એપ્લાય કરી શકે છે. ધોરણ 12 કરતા ગ્રેજ્યુએશન બાદ કેનેડા જવા માટેનો વિકલ્પ યોગ્ય છે. જો વિદ્યાર્થી એન્જિનિયર હશે (મિકેનિકલ, સિવિલ, ઈલેક્ટ્રિક વગેરે…) તો નોકરી મેળવવામાં વધારે ફાયદો થશે કારણકે કેનેડામાં હાલ ટેક્નિકલ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની ખૂબ જરૂર છે. કોમર્સના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થી પણ પોતપોતાની આવડત મુજબ સારી નોકરી મેળવી શકે છે. આ સિવાય ડૉક્ટર માટે પણ કેનેડા સારો વિકલ્પ છે.

કેનેડા જવા માટે IELTS (International English Language Testing System)ની પરીક્ષા આપવી પડે છે. આ માટે ઓછામાં ઓછા 6.5 બેન્ડ સ્કોર કરવો જરૂરી છે. સમગ્ર પરીક્ષામાં 6.5નો સ્કોર સહિત તેના ચારેય મોડ્યુલ Listening (સાંભળવુ), Reading (વાંચન), Writing (લેખન), Speaking (બોલવું)માં 6 બેન્ડનો સ્કોર કરવો જરૂરી છે. IELTSમાં જેટલો સારો સ્કોર હશે તેટલો વધારે ફાયદો થશે. કેનેડામાં બીજા દેશની સરખામણીમાં ખૂબ જલદી PR મળી રહ્યા છે. જેટલા જલદી કેનેડા જશો તેટલો વધુ ફાયદો થશે. કેનેડા જવા માટે કયો કોર્સ કરવો અને તેની કેટલી ફી અથવા ખર્ચો થશે તે વિવિધ કોલેજ અથવા યુનિવર્સિટી પર આધારિત છે. આ માટેની જાણકારી તમે ઓનલાઈન મેળવી શકો છો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :