CIA ALERT
29. March 2024
July 5, 20191min2400

Related Articles



આજે Modi Government 2.0 Budget : દેશભરમાં ચર્ચાસ્પદ રહેશે

Share On :
Print Friendly, PDF & Email
આર્થિક મંદી સાથે જોડાયેલી ચર્ચા 2.0 સરકાર આજે ગૃહમાં પોતાનું પહેલું બજેટ નિર્મલા સીતારમણની આગેવાનીમાં રજૂ કરાશે. બજેટ પહેલા સામે આવેલા આર્થિક સર્વેમાં સંકેત મળ્યો છે કે નવા બજેટમાં પ્રાઈવેટ રોકાણની મદદથી રોજગાર પેદા કરવાની સાથે જ શ્રમ સંબંધી કાયદામાં જરુરી ફેરફાર, સારી ટેક્સ વ્યવસ્થા અને ઓછા વ્યાજ જેવા મુદ્દા પર ફોકસ કરીને સરકાર દેશની અર્થવ્યવસ્થાને ઉપરના સ્તરે લઈ જવા માગે છે. નાણામંત્રી આ બજેટ એવા સમયે રજૂ કરી રહ્યા છે જ્યારે ઓછો વિકાસ દર, રોજગારીમાં ઘટાડો, ખરાબ ચોમાસાની શરુઆત, વૈશ્વિક સુસ્તી અને ટ્રેડ વોર જેવા પડકારો સામે છે.
હાલના નાણાંકીય વર્ષ માટે સર્વેમાં આર્થિક વિકાસ દરનું લક્ષ્ય 7 ટકા રાખવામાં આવ્યું છે, જે પાંચ વર્ષમાં સૌથી ઓછા રહેલા વિકાસ દર (6.8%)થી વધારે છે. સુબ્રમણ્યને હાલના નાણાંકીય વર્ષમાં વિકાસ દરમાં વધારાને લઈને કોઈ ખાસ ક્યાસ નથી લગાવ્યો, પણ એટલું જરુર કહ્યું છે કે આવનારા સમયમાં આર્થિક બદલાવો માટે ચાલતા વિકાસ દરમાં બદલાવ જોવા મળતો રહેશે. હમણાં જોવા મળ્યું છે કે આર્થિક મંદીને જોતા કેટલાક મુદ્દા પર ખાસ ધ્યાન આપીને આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. નિકાસમાં વધારો કરીને, નાની અને સીમિત સંસાધનોવાળી કંપનીઓને રોજગાર તૈયાર કરવા, નિયમોને સ્પષ્ટ કરવા અને રોકાણ વધારવા જેવા પગલા આ દિશામાં સફળ સાબિત થઈ શકે છે.
પાછલા આર્થિક સલાહકારોની જેમ જ સુબ્રમણ્યને પણ વ્યવહારિક સ્તર પર અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા બદલાવોના સમર્થનમાં છે અને તેમનું માનવું છે કે તેની મદદથી સામાજિક બદલાવ કરી શકાય છે. ટેક્સ વ્યવસ્થાને સારી બનાવવા માટે સર્વેમાં ઈમિગ્રેશન કાઉન્ટર પર અલગ ડિપ્લોમેટિક ટાઈપ લેનથી લઈને વધારે ટેક્સ ચૂકવતા લોકોને બોર્ડિંગમાં વિશેષ સુવિધા આપવા જેવા પગલા ઉઠાવવામાં આવી શકે છે. એટલું જ નહીં, ઘણી મહત્વપૂર્ણ ઈમારતો, ઐતિહાસિક સ્થળો, રસ્તાઓ, ટ્રેન્સ, અભિયાનો, સ્કૂલ-કૉલેજો અને યુનિવર્સિટીના નામે પણ આવા મહત્વપૂર્ણ ચહેરાના નામ રાખવામાં આવી શકે છે. સુબ્રમણ્યનનું કહેવું છે કે તેની અસર સામાન્ય જનતાને એ સંદેશ આપવામાં થશે કે “પ્રામાણિક રીતે ટેક્સ ચૂકવવો ગર્વની વાત છે.”
nirmala sitharaman budget માટે છબી પરિણામ

પાડોશી દેશ ચીનની અર્થવ્યવસ્થાના કેટલાક ઉદાહરણલઈને મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને કહ્યું કે સરકારને રોકાણ વધારવાની સાથે, રોજગાર પેદા કરવાની કોશિશ કરવી જોઈએ. તેમણે ચીનની શહેરી અને ગ્રામીણ કંપનીઓ વચ્ચે બેલેન્સને છડપથી થતા વિકાસનો આધાર ગણાવીને આશા કરી કે નાના રોકાણકારો ભારતના ગ્રામીણ વિસ્તારોમાં જ જલદી રોજગાર આપવાવાળી સ્થિતિમાં આવી જશે. તેના માટે નક્કી કરવું પડશે કે રોકાને પ્રેરિત કરી શકાય. ચીનના ઉદાહરણ સાથે જ સુબ્રમણ્યને એ પણ કહ્યું કે હંમેશા વધારે રોકાણનો અર્થ રોજગાર નથી હોતો.

બજેટમાં નોકરી કરતા લોકો માટે ટેક્સના સ્લેબમાં બદલાવની આશા રખાઈ રહી છે. 2019-20 અંતર્ગત બજેટમાં 5 લાખ રુપિયા સુધીની આવક પર છૂટ આપવાની જાહેરાત કરાઈ હતી. સાથે જ તેમાં અંગત ક્ષેત્રમાં રોકાણ, માંગ અને નિકાસ વધારવા પર ખાસ ભાર હશે. ઉદ્યોગ જગતની કંપનીઓ માટે કોર્પોરેટ કરનો દર 25 ટકા પર લાવવાની માંગ છે. અત્યારે 250 કરોડ રુપિયાથી વધારે ઉદ્યોગોએ 30 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડે છે. સાથે જ બજેટમાં અનુસૂચિત જાતિ/જનજાતિ, અન્ય પછાત વર્ગો કે આર્થિક રીતે નબળા વર્ગો દ્વારા શરુ કરાયેલા સ્ટાર્ટઅપના સાહસને સહાય આપવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :