CIA ALERT
29. March 2024
November 15, 20191min12430

Related Articles



મુંબઇ મહાનગરપાલિકામાં ‘ખાડો બતાવો, 500નું ઈનામ મેળવો’: 1 સપ્તાહની ચેલેન્જ રંગ લાવી, સેંકડો માર્ગોનું સમારકામ થઇ ગયું

Share On :
Print Friendly, PDF & Email

મુંબઇ Pothole Challenge : ખાડા નહીં પૂરનાર અધિકારીના પગારમાંથી ઇનામ અપાય છે

Jayesh Brahmbhatt 98253 44944

પાલિકાને રસ્તાના ખાડા અંગેની ફરિયાદ કર્યા બાદ તેનું ૨૪ કલાકની અંદર સમારકામ ન થાય તો ફરિયાદીને ૫૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત બાદ મુંબઈગરાને ૫૦૦ રૂપિયા ઈનામની રકમ મળવાની શરૂઆત થઇ ચૂકી છે.

બૃહદ મુંબઇ મહાનગરપાલિકામાં આ વખતે વરસાદની સીઝન અને એ પછીના દિવસોમાં માર્ગો પર પડેલા ખાડાઓને કારણે અનેક રાહદારીઓ, વાહનચાલકોના મોત નિપજ્યા હતા. લોકોમાં ભારે આક્રોશ હતો. માર્ગો પર ખાડાના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઇ હતી. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પાલિકાએ પોથોલ ચેલેન્જ એક સપ્તાહની યોજના અમલમાં મૂકી હતી. જેમાં મુંબઇ મહાનગરપાલિકા વિસ્તારના કોઈપણ માર્ગ પર કોઇપણ વ્યક્તિ ખાડો જુએ તો તેણે મુંબઇ પાલિકાની પોથોલ ફિક્સીટ નામની એપ્લિકેશન પર તેનો ફોટો અપલોડ કરવાનો રહે છે અને એ ખાડો 24 કલાકમાં ન પૂરાય તો ફોટો અપલોડ કરનાર વ્યક્તિને રૂ.500નું ઇનામ આપવામાં આવે છે. એક સપ્તાહની ચેલેન્જ પૂરી થતા હવે ફોટો અપલોડ કરીને વિજેતા બનેલાઓને રૂ.500નું ઇનામ આપવાનું શરૂ કરાયું છે. ઇનામની રકમ મુંબઇ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીના ખીસ્સામાંથી એટલેકે પગારમાંથી કાપી લેવામાં આવી રહી છે.

પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર હજુ ૧૦૦ જેટલા ફરિયાદીને ઈનામ આપવાની પ્રક્રિયા શરૂ છે, જે આ અઠવાડિયાના અંત સુધીમાં ચૂકવી દેવામાં આવશે.

પાલિકા પાસેથી ઇનામની રકમ મેળવનાર અંધેરીના રહેવાસીએ ટ્વિટ કર્યું હતું કે ‘પોથોલ ચેલેન્જ દરમિયાન સમયસર ખાડા ભરવામાં નિષ્ફળ રહેતા પાલિકા પાસેથી ૫૦૦ રૂપિયા મળ્યા છે. આશા રાખું છું કે શહેરના રસ્તાઓને જાળવવામાં તેઓ વધુ સક્રિય બને. આગામી ચોમાસામાં ડિજિટલ માધ્યમથી ઈનામની રકમ ચૂકવામાં આવે તો સારું રહેશે’.

આ ટ્વિટર યુઝરે બીકેસી કામે જતી વખતે સહાર રોડ પર આવેલા ખાડા અંગે ફરિયાદ કરી હતી. તેણે કાર રોકીને ખાડાનો ફોટો લીધો અને તેને પાલિકાના ફિક્સઇટ ઍપ પર અપલોડ કર્યો. આ ખાડાને પૂરવાનું કામ પાલિકાએ કર્યું હતું, પરંતુ તે ૨૪ કલાકની અંદર થયું ન હોવાથી ૫૦૦ રૂપિયાનું ઇનામ અપાયું હતું.

નોંધનીય છે કે પાલિકા દ્વારા પહેલી નવેમ્બરથી સાતમી નવેમ્બર સુધી એક અઠવાડિયાની પોથોલ ચેલેન્જ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ મુંબઈગરાને મોબાઇલ ઍપ હેઠળ ખાડા અંગેની ફરિયાદ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ફરિયાદ કર્યાના ૨૪ કલાકમાં આ ખાડાને પૂરવામાં ન આવે તો સંબંધિત ફરિયાદીને ૫૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરાઇ હતી. આ ઈનામની રકમ સંબંધિત પાલિકા અધિકારીને તેના ખિસ્સામાંથી ચૂકવવાની હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :