CIA ALERT
25. April 2024
August 26, 20191min628

B.P. : બ્લડ પ્રેશર અંગે આ વાંચ્યા પછી ગેરમાન્યતાઓ દૂર થશે

Share On :
Print Friendly, PDF & Email

વિશાળપાયે વપરાતી ધી ઑક્સફર્ડ હેન્ડબુક ઓફ ક્લિનિકલ મેડિસીનમાં કહ્યું છે કે આપણે બ્લડપ્રેશરનો એકે એવો આંકડો નક્કી ન કરી શકીએ કે જેનાથી વધુ બ્લડપ્રેશર હોય તો તેનો ઉપચાર નક્કી કરવો જોઈએ અને એનાથી ઓછા બ્લડપ્રેશરના આંકડાવાળી વ્યક્તિઓ સલામત છે એમ કહી શકાય. માટે જ આપણે જો આંકડાથી જ નક્કી કરવાનું હોય તો આંકડાને આંકડા તરીકે જ રહેવા દઈએ અને એને ઊંચું, નીચું, બરાબર એવા લેબલ લગાડવાનું બાજુએ રાખીએ, આપણે જો એકવાર રોગીનો છાપો મારી દેશું તો પછી તો એનો ઉપચાર અને આખા જીવનભર તકેદારી, વારંવાર મપાવ્યા કરવાનું વિગેરે તબીબી પ્રક્રિયાની માયાજાળમાં સપડાઈ જઈએ છીએ. આખા જીવનભરના ઉપચાર, તકેદારી અને ફોલોઅપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન કદાચ માનેલા ઊંચા બ્લડપ્રેશરના આંકડાથી જ થાય છે.

ડૉક્ટર દર્દીને તપાસીને કહી શકે છે તમારા બ્લડપ્રેશરનો આંકડો અમુક/અમુક છે. તેનો તમને કોઈ ચિહ્નો નથી. તેનાથી તમને કોઈ તકલીફ નથી અને તેને કંઈ જ કરીએ તો અથવા સામાન્ય પરેજી પાળીને આંકડા નીચે લાવી શકાય અથવા દવા આપીને આંકડો ઓછો કરી શકાય. એને વધુ ભારપૂર્વક કહેવાની જરૂર નથી કે ૯૫% લોકોમાં બ્લડપ્રેશરનો આંકડો નોર્મલ વહેંચણીમાં ટપ્પામાં આવી જાય છે. એને બીજી રીતે કહીએ એમ જેમ ચશ્માંના નંબર, ઊંચાઈ કે બુદ્ધિમત્તાનો આંક (ઈંચ) જે આંકડો હોય તે તેમના માટે નોર્મલ કે ઊચિત કહી શકાય. એ બધા સાથે પડતી તકલીફને રોગ ન કહી શકાય.

પિકરિંગ બહુ જ કષ્ટપૂર્વક કહે છે કે બ્લડપ્રેશરના ઊંચા આંકડાને શરીરમાં જોવા મળતા વિવિધ ચિહ્નોનું કારણ માનવું એ ખોટું છે. ભલે આ બહુ પ્રાથમિક શિખામણ છે, પરંતુ દાક્તરી તપાસ અને વિજ્ઞાન વચ્ચે જોડાણ રહ્યું નથી એટલે મારે એ વાક્ય ફરી ફરીને કહેવું પડે છે. પિકરિંગ કહે છે કે વૈજ્ઞાનિકોની એ અણસમજ છે કે શરીરમાં અસરોને કોઈપણ તકલીફ બ્લડપ્રેશર વધી જવાને કારણે છે.

અમે માનીએ છીએ કે સૌના ગળે અમે ઉતારી શક્યા છીએ કે બ્લડપ્રેશરનો ઊંચો આંકડો માની લીધેલા ધોરણને કારણે, રોગ બની જતો નથી. નીચેના મુદ્દાઓ બ્લડપ્રેશર શું, શા માટે, કોને, કેટલું, ક્યારે વગેરેની સમજ આપે છે.

સરવૈયું

૧. આજ સુધી દાક્તરી વિજ્ઞાનમાં કયા આંકડાને બરાબર/નોર્મલ તરીકે લેવું અને કયા આંકડા પર એને વધુ અને કયા આંકડા પર એને ઓછું લેવું એ ખબર નથી. અત્યાર સુધી બ્લડપ્રેશર માપવા માટે યોગ્ય સાધન શોધાયું નથી.

૨. ઉચિત મનાતો બ્લડપ્રેશરનો ૧૨૦/૮૦નો આંકડો કોઈ સંશોધનને આધારે નથી. આ તો માણસ પર વીમા કંપની દ્વારા લાદી દેવામાં આવેલો આંકડો છે જેને કારણે વીમા કંપની વધુ માણસોને ઊંચા બ્લડપ્રેશર હોવામાં મૂકીને વધુ પ્રીમિયમ લઈ શકે.

૩. ૯૫% લોકોને વધુ બ્લડપ્રેશર એમ છાપો માર્યા પછી એનું કોઈ પણ કારણ ન મળવાથી એને મૂળભૂત કે જરૂરી બ્લડપ્રેશરEssential Hypertention કહેવામાં આવે છે અને આજીવન ચિંતાનો બોજો મન પર લાદી દે છે.

૪. ઊંચાઈ, કોલેસ્ટ્રોલનું પ્રમાણ, ચશ્માંના નંબર, iq વગેરેની જેમ આખા માનવજૂથમાં બ્લડપ્રેશર વહેંચાયેલું રહે છે. જેમ કોઈ ઊંચું હોય તો કોઈ કોઈ નીચું હોય અને મોટા ભાગની ઊંચાઈ સામાન્ય હોય. એજ જીવશાસ્ત્રના નિયમ પ્રમાણે બ્લડપ્રેશરના આંકનું છે. કોઈનું ઊંચું, કોઈનું નીચું અને મોટાભાગના લોકોનું વચ્ચે સરેરાશની આસપાસ રહે છે.

૫. માટે જો તમને શરીરમાં સુખ હોય, કોઈ તકલીફ કે પીડા ન હોય તો માપવા ખાતર બ્લડપ્રેશર મપાવવાની ચેષ્ટા કરવી નહીં. માપવાની ક્રિયાને કારણે જ ઘણીવાર બ્લડપ્રેશરનો આંકડો ઊંચો જોવા મળે છે. આને ડૉક્ટર જનિત કેWhite Coat બ્લડપ્રેશર કહેવામાં આવે છે.

૬. એક સંશોધનના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ઘણા ખરા લોકોને જ્યારે કહેવામાં આવે કે તમારું બ્લડપ્રેશર વધી ગયું છે ત્યારથી તેમને એક પછી એક તકલીફ ઊભી થાય છે. આને અંગ્રેજીમાંiatrogenic- તબીબી પ્રક્રિયા – તપાસ, નિદાન, ઉપચાર, દવા વિગેરે વિગેરેને કારણે ઊપજેલી નવી માંદગી કહેવામાં આવે છે.

૭. તબીબી વિજ્ઞાનને કહેવાતા વધુ રક્તદબાણનું કારણ, ક્રમ અને ઉપચારની સમજ નથી. માટે જે કંઈ દવા કરવામાં આવે છે એ અંધારામાં તીર છોડવા સમાન છે. સામાન્ય રીતે સૌપ્રથમ જીવનશૈલી બદલવાની સલાહ આપવામાં આવે છે. જેમ કે વજન ઓછું કરવાનું, કસરત કરવાની, યોગ અને પ્રાણાયામ કરવાના, મીઠું ઘટાડી નાખવાનું કે ન ખાવું વગેરે સૂચનોની પરેજી પાળવાથી કંઈ નુકસાન થતું નથી. એ તો કોઈ સાજાસમા માણસને પણ એટલું જ મદદરૂપ થઈ શકે, પણ બ્લડપ્રેશર ઘટાડવા જે દવાઓ આપે છે તે બ્લડપ્રેશરનો આંકડો નીચે લાવે છે જેનો સંતોષ ડૉક્ટર અને દર્દીને મળે છે પણ શરીરમાં ઘણી બધી આડઅસર થાય છે.

૮. સાધારણ રીતે માણસોને ખ્યાલ નથી હોતો કે પુરુષ અને સ્ત્રી બંનેના જાતીય અંગોમાં ૧૧૦૦ મીમી સુધી બ્લડપ્રેશરનો આંકડો પહોંચે છે એ એક કુદરતની અનોખી કામગીરી છે જેની સમજ તબીબી વિજ્ઞાનથી પર છે, જ્યારે બ્લડપ્રેશર દવાથી નીચે લાવવામાં આવે છે ત્યારે પુરુષ અને સ્ત્રીનો સંભોગ બંનેથી પૂરેપૂરો માણી શકાતો નથી.

૯. જો માથાનો દુખાવો, બેચેની જેવાં ચિહ્નો ફરી ફરીને વધેલા બ્લડપ્રેશરની સાથે જોવા મળે તો તમારે દવા લેવી અને એનાથી થતી આડઅસર સહન કરવાની તૈયારી રાખવી.

૧૦. એવા કોઈ ખાસ પુરાવા મળ્યા નથી કે જે સાબિત કરે છે કે રક્તદબાણ ઘટાડતા હૃદયરોગને થતો અટકાવી શકાય. જેને તમારા બ્લડપ્રેશરનો આંકડો નીચે કરવો હોય તેઓને હૃદયરોગ અને બ્લડપ્રેશર બંને વચ્ચે સંબંધ દેખાશે. જેમને તમારા શરીરમાં રહેલ ડહાપણ પર વધુ વિશ્ર્વાસ હશે એ આ બંનેને જોડતી કડી જોઈ શકશે નહીં અને તમારા બ્લડપ્રેશરના આંકને નીચો કરવા દવા આપવાનું ઉચિત સમજશે નહીં.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :