CIA ALERT
18. April 2024
August 5, 20192min41750

Related Articles



રશીયાની બોર્ડર પર સુરતની બેટી જીનલ શાહને સારીકા મહેતાએ એકલી છોડી દીધી, બેટી બચાવો અભિયાન નર્યો દંભ

Share On :
Print Friendly, PDF & Email
3 ખંડના 25 દેશોના બાઇક પ્રવાસે બેટી બચાવો બેટી પઢાવો જનજાગૃતિ માટે સુરતથી નીકળેલી ત્રણ બાઇકિંગ ક્વીન સારીકા મહેતા, જીનલ શાહ અને રુતાલી પટેલ

સુરતથી 25 દેશોના પ્રવાસે નીકળેલી 3 બાઇકિંગ ક્વીનમાંથી જીનલ શાહને રશીયા બોર્ડર પર એકલી તરછોડી દેવાઇ

બેટી બચાવો, બેટી પઢાવો જનજાગૃતિ માટે સુરતથી નીકળેલી ત્રણ મહિલા બાઇકર્સે એક મહિનામાં 10 હજારથી વધુ કિ.મી.નું અંતર કાપીને રશીયા પહોંચી હતી. રશીયા પહોંચેલા સુરતના આ ત્રણેય બાઇકર્સ સારીકા મહેતા, જીનલ શાહ અને રુતાલી પટેલએ રશીયાના મોસ્કોમાં રોકાણ કર્યું હતું એ સમયે તા.22મી જુન 2019ના રોજ જીનલ શાહનું એક પર્સ ચોરાઇ ગયું હતું. જ્યારે પર્સ ચોરાયું ત્યારે જીનલ શાહ કે અન્ય ક્રુ મેમ્બર્સને ખબર પણ નહોતી પડી.

બાઇકિંગ ક્વીન જીનલ શાહનું પર્સ ગઇ તા.22મી જુલાઇએ રશીયાના મોસ્કોમાં ચોરાઇ ગયું હતું જેમાં પાસપોર્ટ, આર.સી.બુક સમેતના ડોક્યુમેન્ટસ હતા

મોસ્કોથી 630 કિ.મી. દૂર જ્યારે રશીયા બોર્ડર પર પહોંચ્યા ત્યારે બાઇકિંગ ક્વીન જીનલ શાહને ખબર પડી કે તેનું એક પર્સ મિસિંગ છે અને તેમાં પાસપોર્ટ, લાઇસન્સ, બાઇકની આર.સી. બુક અને એ.ટી.એમ. કાર્ડ હતા.

જેવું પર્સ ચોારાયાની ભાળ થઇ એટલે તરત જ બાઇકિંગ ક્વીન તરીકે દેશ વિદેશમાં નામના મેળવી રહેલી સારીકા મહેતાએ રંગ બદલ્યો અને જીનલ શાહને રશીયા જેવા દેશમાં મોસ્કોથી 630 કિ.મી. દૂર અજાણ્યા પ્રદેશમાં, અજાણી ભાષાના લોકો વચ્ચે એકલી અટૂલી છોડીને આગળ વધવાનો નિર્ણય કર્યો અને તા.23મીએ સુરતની જીનલ શાહને છોડીને સારીકા મહેતા અને અન્ય ક્રુ મેમ્બર્સ ચાલી નીકળ્યા.

સારીકા મહેતાએ સુરત ખાતે જીનલ શાહના પરિવારજનો સાથે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે તે જીનલ માટે રોકાઇ શકે નહીં, નિર્ધારિત સમયે જર્ની પુરી કરવાની લ્હાયમાં બેટી બચાવો બેટી બચાવો અવેરનેસ માટે નીકળેલી સારીકા મહેતાએ જીનલ શાહને તરછોડી દેવામાં એક મિનિટનો પણ વિચાર કર્યો નહીં.

સારીકા મહેતા સાથે બાઇક સવાર રુતાલી પટેલ ઉપરાંત અન્ય ત્રણ બેકઅપ ટીમના સભ્યો જીનલ શાહને મોસ્કોથી 630 કિ.મી. દૂર વેરાન જગ્યા પર એકલી મૂકીને આગળ વધી ગયા. માનસિક રીતે હતાશ, શારીરીક રીતે થાકી ગયેલા જીનલ શાહે જ્યારે એમ કહ્યું કે તેનાથી એક કિ.મી. પણ બાઇક ચાલી શકે તેમ નથી ત્યારે એક ક્રુ મેમ્બર જીનલ શાહનું બાઇક મોસ્કો ડ્રોપ કરવા માટે સાથે ગયા હતા.

ઘટનાના એક અઠવાડીયા પછી આ અંગે સારીકા મહેતાએ તેની ફેસબુક વોલ પર આ સંદેશો લખ્યો હતો.

એક તરફ પોતાનો પાસપોર્ટ સમેત અગત્યના ડોક્યુમેન્ટસની ચોરી થઇ હોય અને મોસ્કોથી પણ 630 કિ.મી. દૂર જ્યારે પોતાના સાથીઓ જ છોડી જાય ત્યારે અજાણ્યા પ્રદેશમાં કોઇપણ માનવીની શું હાલત થાય, જીનલ શાહ એટલી માનસિક યાતનામાં હતી કે તે એક ડગલું પણ ભરી શકે તેમ ન હતી. જીનલના પરિવારજનોએ મૂળ સુરતના જ અને મોસ્કોમાં ડાયમંડનું કામકાજ કરતા જિજ્ઞેશભાઇ અને પ્રીતિબેનને ફોન કરીને તેમની દિકરી જીનલ શાહને હેલ્પ કરવા જણાવ્યું.

મોસ્કોમાં રહેતા જિજ્ઞેશભાઇ અને તેમના ધર્મપત્ની પ્રીતિબેનએ જીનલ શાહને સાથ આપ્યો, તેને મોસ્કો સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે મુલાકાત કરાવી, તેના ડોક્યુમેન્ટસ સબમિટ કરાવ્યા અને છેવટે પાસપોર્ટ મળતા જીનલ શાહ ઇન્ડિયા પરત ફરી રહી છે.

બાઇકિંગ ક્વીનના સૂત્રો શું કહે છે

બાઇકિંગ ક્વીનના સૂત્રો જણાવે છે કે જ્યારે એવું ખબર પડી કે જીનલ શાહનો પાસપોર્ટ ખોવાય ગયો છે ત્યારે બાઇકિંગ ક્વીન ક્રુ બે દિવસ સુધી જીનલ શાહ સાથે બોર્ડર પર રહ્યા હતા, અને તાત્કાલિક કાર્યવાહી થાય તેવું નહીં લાગતા તેમણે જીનલ શાહને છોડીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.
બાઇકિંગ ક્વીનના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે જીનલ શાહને મોસ્કોમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ તરફથી હેલ્પ મળી હતી. જીનલ શાહને એસ્કોર્ટ વીથ ડિપ્લોમેટ કાર પ્રોવાઇડ કરવામાં આવી હતી.

તા.23 જુલાઇ 2019 પછી સુરતની ત્રણ બાઇકિંગ ક્વીનની જગ્યાએ 2 જ બાઇકિંગ ક્વીનના ફોટા સ્પ્રેડ કરાયા

પોતાની ત્રીજી સાથી જીનલ શાહને રશીયાના મોસ્કોથી 630 કિ.મી. દૂર એકલી અટૂલી છોડીને ગઇ તા.23મી જુલાઇ 2019 પછી બધા જ અપડેટમાં આ રીતે સારીકા મહેતા અને રુતાલી પટેલે સોશ્યલ મિડીયા વાહવાહી મેળવી રહ્યા છે.

સારીકા મહેતાએ ધાર્યું હોત તો જીનલ શાહ આજે પણ જર્નીમાં હોત

ત્રણ ખંડોના 25 દેશોની 25 હજારથી વધુ કિ.મી.ના બાઇક પ્રવાસે નીકળેલી સુરતની ત્રણ યુવતિઓમાં સારીકા મહેતા પોતે જ લીડર બની બેઠી હતી. જ્યારે તેની સાથે બાઇક પ્રવાસે નીકળેલી જીનલ શાહનો પાસપોર્ટ તથા અન્ય ડોક્યુમેન્ટ્સ ચોરાય ગયા ત્યારે સારીકા મહેતાએ અત્યંત નિર્દયી રીતે જીનલ શાહને રશીયાના મોસ્કોથી દૂર એકલી અટૂલી મૂકી દીધી ત્યારે કુલ 5 ક્રુ મેમ્બર માંથી એકેય સારીકા મહેતાના નિર્ણયનો વિરોધ ન કર્યો. ત્રણ યુવતિઓ સાથે એક ફોટોગ્રાફર સમેત અન્ય ત્રણ ક્રુ મેમ્બર્સ પણ છે. જાણકારો કહે છે કે જો સારીકા મહેતા સમેત ક્રુ મેમ્બર્સ જીનલ શાહ માટે રોકાયા હોત તો તેમને સત્વરે જીનલ શાહનો પાસપોર્ટ સમેત અન્ય ચીજવસ્તુઓ પરત મળી શકી હોત અને જીનલ શાહ આજે પણ બાઇક રેલીનો એક ભાગ બની શકી હોત. પરંતુ, સારીકા મહેતાએ ફિક્સ શિડ્યુલ્ડના બહાને સુરતની એક યુવતિ જીનલ શાહને રશીયામાં તરછોડીને આગળ વધવાનો નિર્ણય લીધો હતો.

જીનલ શાહ મંગળવાર તા.5મી ઓગસ્ટે દિલ્હીથી સવારે 7ની ફ્લાઇટમાં સુરત આવી રહી છે

25 દેશોની 25 હજાર કિ.મી.ની યાત્રાએ નીકળેલી બાઇકિંગ ક્વીન જીનલ શાહએ કમનસીબે ક્રુ 23મી જૂન 2019 પછી છોડી દેવી પડી હતી.

રશીયાના મોસ્કોમાં પાસપોર્ટ ચોરાય જવાના કારણે 25 દેશની 25 હજાર કિ.મી.ની બાઇક યાત્રામાંથી બહાર કરી દેવામાં આવેલી સુરતની બેટી જીનલ શાહ તા.6 ઓગસ્ટ, મંગળવારે સવારે 7 વાગ્યે દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટમાં પોતાના ઘરે પરત ફરી રહી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :