CIA ALERT
29. March 2024
August 1, 20192min3140

Related Articles



આજથી ઍશિઝની કશમકશ સાથે ટેસ્ટનો ‘વર્લ્ડ કપ’ શરૂ

Share On :
Print Friendly, PDF & Email

આજે (ભારતીય સમય મુજબ બપોરે ૩.૩૦થી લાઇવ) ઇંગ્લૅન્ડમાં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મૅચની ઍશિઝ ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ રહી છે એ સાથે સૌપ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો પણ આરંભ થઈ રહ્યો છે. બે વર્ષ સુધી ચાલનારી આ પહેલવહેલી ટેસ્ટની સ્પર્ધામાં કુલ ૯ ટીમ ભાગ લેશે. બે વર્ષમાં કુલ ૨૭ ટેસ્ટ-સિરીઝ રમાશે અને બધી મળીને ૭૧ ટેસ્ટ મુકાબલા થશે.

ટેસ્ટનું નંબર-વન ભારત આ ચૅમ્પિયનશિપમાં પહેલી મૅચ બાવીસમી ઑગસ્ટે રમશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ત્યારે એકમેક સામેના ટેસ્ટ-મુકાબલાથી ડબ્લ્યૂટીસીમાં ઝુકાવશે.

—–

ટેસ્ટ-રૅન્કિંગ: ભારત મોખરે

રૅન્ક ટીમ રેટિંગ પોઈન્ટ

૧ ભારત ૧૧૩

૨ ન્યૂ ઝીલૅન્ડ ૧૧૧

૩ સાઉથ આફ્રિકા ૧૦૮

૪ ઇંગ્લૅન્ડ ૧૦૫

૫ ઑસ્ટ્રેલિયા ૯૮

૬ શ્રીલંકા ૯૪

૭ પાકિસ્તાન ૮૪

૮ વેસ્ટ ઇન્ડિઝ ૮૨

૯ બંગલાદેશ ૬૫

નોંધ: ઝિમ્બાબ્વે ૧૦મા સ્થાને છે અને એને તેમ જ ટેસ્ટ-ક્રિકેટના બે નવા દેશો અફઘાનિસ્તાન તથા આયર્લેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં નથી રમવા મળવાનું. બીજી રીતે કહીએ તો તેમની કોઈ પણ ટેસ્ટ-શ્રેણી આ વિશ્ર્વસ્પર્ધાનો હિસ્સો નહીં કહેવાય.

——

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ વિશે કૅપ્ટનો શું કહે છે?

ક વિરાટ કોહલી (ભારત): સાચું કહું તો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ રમવાની મજા પડી જશે. અમે બધા એની રાહ જોઈ રહ્યા હતા અને હવે એ સ્પર્ધા નજીક આવી ગઈ છે. ટેસ્ટ-ક્રિકેટ માટે પણ આ બહુ સારો અવસર છે. ટેસ્ટ-ક્રિકેટને આ રીતે જ બળ આપવાની જરૂર છે. દરેક ટેસ્ટ વધુ રસપ્રદ અને વધુ રોમાંચક બનશે. દરેક ટીમ અને ક્રિકેટચાહકો ખૂબ એન્જૉય કરશે.

ક ટિમ પેઇન (ઑસ્ટ્રેલિયા): ટેસ્ટને વધુ રોમાંચક બનાવવા આ બહુ સારી પહેલ કરવામાં આવી છે. અમારા દેશ માટે ટેસ્ટ-ક્રિકેટ સર્વોત્તમ છે. એકસાથે દરેક ક્રિકેટ-રાષ્ટ્રો ટેસ્ટ-ક્રિકેટને પ્રાધાન્ય આપે એ આ ફૉર્મેટની વિશેષતા છે અને એ ક્રિકેટના ભાવિ માટે પણ સારું જ કહેવાય.

ક જેસન હોલ્ડર (વેસ્ટ ઇન્ડિઝ): આ સ્પર્ધાથી ટેસ્ટ-ક્રિકેટને અનોખું પ્રેરકબળ મળશે. આ ફૉર્મેટ એવું છે જેમાં ક્રિકેટ પ્રત્યેનો લોકોનો ખરો પ્રેમ અભિવ્યક્ત થતો હોય છે. સ્પર્ધા દ્વારા ટેસ્ટની બેસ્ટ ટીમ નક્કી થશે એ જોવાની મજા પડી જશે. પ્લેયરની જર્સીની પાછળ નામ અને નંબર પણ જોવા મળશે એ બીજું મોટું આકર્ષણ બની રહેશે. ટેસ્ટનો ડ્રેસ ભલે સફેદ રહ્યો, પણ આ ફૉર્મેટને ‘નવો રંગ’ જરૂર મળશે.

ક ફૅફ ડુ પ્લેસી (સાઉથ આફ્રિકા): ટેસ્ટ-ક્રિકેટને ખરા અર્થમાં જેની જરૂર હતી એ હવે પ્રત્યક્ષ જોવા મળશે. દ્વિપક્ષી ટેસ્ટ-શ્રેણીઓમાં અમારી ટીમ ઘણા પ્રકારની કમાલ કરી દેખાડતી હોય છે અને હવે એ કમાલ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં બતાવીશું. ૧૪૨ વર્ષ જૂની ટેસ્ટ-ક્રિકેટમાં આવતી કાલથી નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :