CIA ALERT
24. April 2024
December 27, 20191min295

Related Articles



આજે શુક્રવાર, ઉત્તર પ્રદેશમાં અજંપાભરી સ્થિતિ, પોલીસ હાઇએલર્ટ પર, ઇન્ટરનેટ બંધ

Share On :
Print Friendly, PDF & Email

 નાગરિકતા કાયદા(CAA) પર થઈ રહેલા આંદોલન અને વિરોધને જોતા આજે ઉત્તરપ્રદેશ યુપીમાં જુમ્માની નમાજ પહેલા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. યુપીના 14 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જે જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે તેમાં ગાઝિયાબાદ (ગત રાત 10 વાગ્યાથી), બુલંદશહેર, આગરા, સંભલ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર, ફિરોઝાબાદ, અલીગઢ, મથુરા, શામલી, કાનપુર, સીતાપુર, અને મેરઠ સામેલ છે. 

બુલંદશહેર, આગરા, સંભલ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર, ફિરોઝાબાદ, અલીગઢ, મથુરા, શામલી, કાનપુર, સીતાપુર, અને મેરઠમાં ઇન્ટરનેટ ગુરુવારે રાતથી બંધ

સરકારે ઉપદ્રવીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં હિંસા કરનારા અને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓ સામે સરકારે લાલ આંખ કરી છે.જિલ્લા વહીવટીતંત્ર તમામને નોટિસ ફટકારી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા આરોપીઓની ઓળખ કરીને 373 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. 

હકીકતમાં લખનઉમાં 19 ડિસેમ્બરના રોજ થયેલી હિંસાની ઘટના બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે આદેશ આપ્યા હતાં કે જે લોકોએ પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું તેમની ઓળખ કરવામાં આવે અને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે. નોટિસમાં મોટાભાગના એવા લોકો સામેલ છે જેમની ઓળખ વિરોધ પ્રદર્શન અને ધરપકડ વખતે લેવાયેલા વીડિઓ અને તસવીરોને સ્કેન કરીને કરાઈ છે. 

રામપુર, સંભલ સહિત મુરાદાબાદ મંડલમાં 200, લખનઉમાં 110, ફિરોઝાબાદમાં 29, ગોરખપુરમાં 34, રામપુરમાં 28 ઉપદ્રવીઓને સંપત્તિ વસૂલીની નોટિસ મોકલવામાં આવી છે. બિજનોરમાં 20 ડિસેમ્બરે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાનની આકરણી કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે 43 લોકોને વસૂલાતની નોટિસ ફટકારી છે. 


તોડફોડ અને સંપત્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં ફિરોઝાબાદમાં 29 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. સંભલમાં 26 લોકોને નોટિસ મોકલાઈ છે. ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થયેલી હિંસા અને તોડફોડ બાદ હવે પોલીસ તપાસના આધારે તોડફોડ અને સંપત્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં ઓળખ થયેલા આયોજક રાજકીય પક્ષો, સંગઠન, અને વ્યક્તિગત આધાર પર પાઠવવામાં આવેલી નોટિસમાં બધાને 3 દિવસથી લઈને એક અઠવાડિયા સુધીનો સમય અપાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં યુપીમાં લગભગ 1.9 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારવામાં આવેલી છે. જેમાંથી બુલંદશહેરમાં 6 લાખની વસૂલાત માટે નોટિસ બહાર પડી છે. સંભલમાં 15 લાખની વસૂલાત માટે નોટિસ, જ્યારે રામપુર જિલ્લામાં 25 લાખ રૂપિયાના નુકસાનની નોટિસ બહાર પાડવામાં આવી છે. 

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન યુપીમાં અત્યાર સુધી 19 લોકોના મોત થયા છે. યુપીમાં 288 પોલીસકર્મી ઘાયલ થયા છે. 61 પોલીસકર્મી ફાયર આર્મ્સમાં ઘાયલ થયા છે. લખનઉ-ડીજીપી મુખ્યાલયે આંકડા બહાર પાડ્યા છે. આ બાજુ નાગરિકતા કાયદા પર પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની તપાસ હવે એસઆઈટી કશે. યુપીના ડીજીપીએ દરેક જિલ્લામાં એસઆઈટી બનાવવાની અને એડિશનલ એસપી સ્તરના અધિકારી પાસે તપાસ કરાવવાના નિર્દેશ આપ્યાં છે

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :