CIA ALERT
18. April 2024
August 2, 20191min2966

Related Articles



Bharti Airtel ની ખોટ રૂ. ૨૮૬૬ કરોડ

Share On :
Print Friendly, PDF & Email

ટેલિકોમ સેકટરમાં સર્જાયેલી તીર્વ સ્પર્ધાને કારણે ભારતી એરટેલે નાણાકીય વર્ષ ૨૦૨૦ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. ૨૮૬૬ કરોડની ખોટ નોંધાવી છે.ગયા વર્ષે સમાન સમયગાળામાં કંપનીએ રૂ. ૯૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ રૂ. ૧૯,૭૯૯ કરોડ સામે ૪.૭ ટકાના વધારા સાથે રૂ. ૨૦,૭૩૮ કરોડ નોંધાઇ હતી. 

ઈન્ફોસિસનુ રોમાનિયામાં સાયબર સેન્ટર

મુંબઇ: એક્સચેન્જને રેગ્યુલેટરી નોટમાં આપેલી માહિતી અનુસાર ઈન્ફોસિસ લિ.એ એક્સચેન્જને રેગ્યુલેટરી નોટમાં જણાવ્યું છે કે કંપનીએ બુકારેસ્ટ, રોમાનિયામાં અત્યાધુનિક સાયબર ડિફેન્સ સેન્ટર શરૂ કર્યો છે. 

સિપ્લા, એલ્વોટેક વચ્ચે ભાગીદારી કરાર

મુંબઇ: સિપ્લાની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી સિપ્લા ગલ્ફ એફઝેડ એલએલસી અને એલ્વોટેકે ‘એવીટી૦૨’ના વેપારીકરણ માટે ભાગીદારી કરાર કર્યા છે. ‘એવીટી૦૨’ રુમેટોઈડ આર્થરાઈટિસ, એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાઈટિસ, પ્લેક્યુ પીસોરાઈસિસ સિહતના રોગોના ઉપચાર માટે વપરાય છે. 

સ્ટર્લિંગ એન્ડ વિલ્સનની ઓએફએસ

મુંબઇ: ગ્લોબલ સોલાર ઇપીસી કંપની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર લિમિટેડ રૂ. ૩૧૨૫ કરોડના ભરણાં મારફત પ્રમોટર્સ સ્ટેકની ઓફર ફોર સેલ (ઓએફએસ) છઠી ઓગસ્ટે લાવી રહી છે, જે આઠમી ઓગસ્ટે બંધ થશે. ફ્લોર પ્રાઇસ રૂ. ૭૭૫ અને કેપ પ્રાઇસ રૂ. ૭૮૦ નક્કી થઇ છે. લઘુત્તમ બિડ ૧૯ શેરની છે. 

જિંદાલ સ્ટીલ એન્ડ પાવરની સીએસઆર

મુંબઈ: જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિ.ની સીએસઆર પાંખ જેએસપીએલ ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્વયં સિદ્ધ સન્માનની ત્રીજી આવૃત્તિ માટે પશ્ર્ચિમ ભારતમાંથી રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે આવેલી કુલ ૧૦૬માંથી ૬૦ એન્ટ્રીની અને પશ્ર્ચિમ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ૧૦ વ્યક્તિગત અને ૧૦ સંસ્થાની પસંદગી કરી છે.

પીએનબી હાઉસિંગે આઈએફસી પાસેથી ભંડોળ એકત્ર કર્યું

મુંબઇ: પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ જણાવ્યું છે કે કંપનીએ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં ખરીદદારને ધિરાણ આપવા માટે ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (આઈએફસી – વૈશ્વિક બેન્ક ગ્રુપની સભ્ય) પાસેથી ૧૦ કરોડ ડોલર એકત્ર કર્યા છે. 

ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશનની ચોખ્ખી ખોટ રૂ.૨૩૩.૪૧ કરોડ

મુંબઇ: ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ને ૩૦ જૂન, ૨૦૧૯ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.૨૩૩.૪૧ કરોડની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.૧૫૬.૦૨ કરોડનો નફો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.૧૨,૭૩૮.૨૯ કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.૧૨,૩૬૩.૮૧ કરોડ થઈ હતી. 

નવ કંપનીના સર્કિટ ફિલ્ટરમાં ફેરફાર

મુંબઇ: ૩૧ જુલાઈ, ૨૦૧૯થી અહીં જણાવેલી નવ કંપનીના સર્કીટ ફિલ્ટરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિમટા લેબ્સ લિ., બિંદાલ એક્સપોર્ટ લિ., પટેલ ઈન્ટીગ્રેટેડ લોજિસ્ટિક્સ લિ., સિમ્પલેક્સ કાસ્ટિંગ્સ લિ. અને આરસીઆઈ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટેક્નોલોજીસ લિ.ને દસ ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. એમટી એડ્યુકેર લિ. અને જીસીએમ કેપિટલ એડવાઈઝર્સ લિ.ને પાંચ ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. શ્રીવત્સા ફાઈનાન્સ એન્ડ લીઝિંગ લિ. અને ગ્રેસેલ્સ એજ્યુકેશન લિ.ને બે ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :