CIA ALERT
25. April 2024

PM મોદીનો બર્થ ડે અને આશાદીપ ગ્રુપનો ‘પ્રયાસ’ અષ્ઠ મહોત્સવ

Share On :
Print Friendly, PDF & Email

આવતીકાલ તા.17મી સપ્ટેમ્બર 2019ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બર્થ ડે છે અને સમગ્ર ભારત જ નહીં વિશ્વભરના ભારતીયો તેમની વર્ષગાંઠે અનેકવિધ કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે સુરતમાં શિક્ષણ ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત બ્રાંડ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સએ પી.એમ. મોદીના બર્થ ડે નિમિત્તે આઠ અલગ પ્રકારના અવેરનેસ કાર્યક્રમો સંદર્ભનો અષ્ઠ મહોત્સવ યોજવાના આયોજનને આખરી ઓપ આપી દીધો છે.

પીએમ મોદીના બર્થ ડે અને આશાદીપના અષ્ઠ મહોત્સવ અંગે વધુ જાણકારી આપતા આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના શ્રી મહેશ રામાણી, શ્રી શૈલેષ રામાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના શાસન દરમિયાન દેશમાં અનેક ઉપયોગી કાર્યો અને યોજનાઓનો અમલ થયો, લોકોને અનેક યોજનાઓના લાભો ત્વરીત અને પ્રત્યક્ષ મળવા માંડ્યા. આવતીકાલ તા.17મી સપ્ટેમ્બરે જ્યારે તેમની વર્ષગાંઠ છે ત્યારે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ વડાપ્રધાન શ્રી મોદીને વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવવા માટે ફુલ ડે કાર્યક્રમો યોજી રહ્યું છે.

શ્રી મહેશ રામાણીએ કહ્યું કે અષ્ઠ મહોત્સવનો આરંભ સવારે 7 વાગ્યાથી થશે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સની સાતેય સ્કુલના વિદ્યાર્થીઓ મહામૃત્યુંજય જાપ કરશે. લગભગ દોઢ લાખથી વધુ મહામૃત્યુંજય જાપ શ્રી મોદીના સ્વાસ્થ્ય શક્તિને સમર્પિત કરવામાં આવશે.

આ ઉપરાંત આશાદીપ ઇન્ટરનેશનલ સ્કુલમાં 21હજારથી વધુ ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન શ્રી મોદીના શાસનમાં અમલમાં મૂકાયેલી યોજનાઓ, સુખાકારીના પગલાઓને કેન્વાસ પર પોતાની રીતે કંડાર્યા છે એ પ્રદર્શની સ્કુલના વિદ્યાર્થીઓ ઉપરાંત 45000થી વધુ વાલીઓ, આસપાસના રહેવાસીઓ જોવા માટે પધારશે.

આવતીકાલે સવારે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓ, શિક્ષકો ટીમ બનાવીને વરાછાના મુખ્ય ચાર ટ્રાફિક જંકશન પર ટ્રાફિકને અડચણ આવે નહીં એ રીતે ટ્રાફિક જનજાગૃતિ પ્લે કાર્ડ સાથે અવેરનેસ ફેલાવશે અને સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને સાઇડમાં ટ્રાફિક અવરોધાય નહીં એ રીતે ઉભા રાખીને તેમને રાષ્ટ્ર ધ્વજનો એક બેજ આપીને બહુમાનિત કરવામાં આવશે.

ભારતના ભાવિ વિકાસ સંદર્ભે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ વિભાગમાં નિબંધ સ્પર્ધામાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના તમામ એક હજારથી વધુ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ભાગ લેશે.

અન્ય એક કાર્યક્રમમાં આવતીકાલે જ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ દ્વારા 690 કિલો સ્વાસ્થ્ય વર્ધક ખીચડી બનાવવામાં આવશે અને એ ખીચડી શ્રમજીવી વસાહત, લૉઅર મિડલ ક્લાસના પરિવારોમાં વિતરીત કરવામાં આવશે.

આ ઉપરાંત સાંજે ચાર કલાકે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના 1000થી વધુ શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સ્કુલ મેનેજમેન્ટસના ટ્રસ્ટીઓ વગેરે મળીને વરાછા રોડ પર વાસ્તવિક રીતે સફાઇ અભિયાન હાથ ધરશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :