CIA ALERT
23. April 2024
June 9, 20181min13050

Related Articles



3 લાખ ભારતીયો અમેરિકન ગ્રીનકાર્ડના વેઇટિંગ લિસ્ટમાં !!

Share On :
Print Friendly, PDF & Email

સમગ્ર વિશ્વભરમાંથી અંદાજે 4 લાખ લોકો અમેરિકામાં સ્થાયી થવા માટે ત્યાં કાયમી વીઝા એટલે કે ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે, આ વેઇટિંગ લિસ્ટમાં ત્રીજા ભાગના લોકો ભારતીય પાસપોર્ટ ધરાવે છે. અમેરિકાના બંધારણના નિયમ મુજબ કોઇપણ વર્ષમાં કોઈ એક દેશના ૭ ટકા કરતાં વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ ઇશ્યુ કરી શકાય નહીં. આ કારણે ભારતીયોને અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવામાં વર્ષો નહીં પણ દાયકાઓ નીકળી જાય તેવી સ્થિતિ હાલ તુરત છે.

ટ્રમ્પની અમેરિકન સરકારે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ પર જણાય આવે છે કે ચાલુ કેલેન્ડર વર્ષ, ૨૦૧૮ના મે મહિનામાં એમ્પ્લૉયમેન્ટ-બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા માટે કુલ ૩,૯૫,૦૨૫ ફોરેન સિટીઝન્સ રાહ જોઈ રહ્યા છે. એમાંથી ૩,૦૬,૬૦૧ ભારતીયો છે.

યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા જાહેર કરાયેલી આંકડાકીય માહિતીમાં મંજૂર કરાયેલી ઇમિગ્રેશનની અરજીઓના આશ્રિત લાભાર્થીઓ (ડિપેન્ડન્ટ બેનિફિશિયરી)નો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ભારત પછી બીજા ક્રમે ચીન આવે છે. ચીનના કુલ ૬૭,૦૩૧ નાગરિકો ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે. ભારત અને ચીન સિવાય અન્ય કોઈ પણ દેશના ૧૦,૦૦૦ કરતાં વધુ નાગરિકો વેઇટિંગ લિસ્ટમાં નથી. અન્ય દેશોમાં અલ સૅલ્વેડોર (૭૨૫૨), ગ્વાટેમાલા (૬૦૨૭), હૉન્ડુરસ (૫૪૦૨), ફિલિપીન્સ (૧૪૯૧), મેક્સિકો (૭૦૦) અને વિયેટનામ (૫૨૧)નો સમાવેશ છે.

હાલના કાયદા મુજબ એક નાણાકીય વર્ષમાં કોઈ પણ દેશના ૭ ટકા કરતાં વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ ઇશ્યુ કરી શકાય નહીં. જો આ પ્રમાણે ગણતરી માંડીએ તો ભારતીયોએ ગ્રીન કાર્ડ મેળવવા માટે સૌથી લાંબો સમય લગભગ ૭૦ વર્ષ રાહ જોવી પડશે.

ગ્રીન કાર્ડનો આટલો વ્યાપક ક્રેઝ કેમ?

કોઇપણ દેશ રહેઠાણ, આવકના માધ્યમો, એચ.આર.ડી. રેગ્યુલેશન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે પરીબળોના આધારે તેમજ સૌથી અગત્યનું એ દેશનો હેપ્પીનેસ ઇન્ડેક્ષના આધારે અન્ય દેશોના લોકો ત્યાં વસવાટ માટે, હંગામી, કાયમી નિવાસ માટે વીઝા માગતા હોય છે. અમેરિકાનું ગ્રીન કાર્ડ કાયમી નિવાસી કાર્ડ તરીકે પણ ઓળખાય છે. આ કાર્ડધારક અમેરિકામાં કાયદેસર કાયમી નિવાસ કરી શકે છે તેમ જ કામ પણ કરી શકે છે. અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે ગ્રીન કાર્ડ પ્રથમ પગથિયું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :